દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા માટે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 100 એક્સ્ટ્રા બસો મુકાઈ
રાજકોટ બસ સ્ટેશનમાં પ્રવાસીઓની ભારે ભીડ, ખાનગી ટ્રાવેલ્સ ઓપરેટરોએ ભાડા વધારી દીધા, રાજકોટ ડિવિઝનની દૈનિક આવકમાં રૂપિયા 60 લાખનો વધારો થયો રાજકોટઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે એસટી બસ સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા આગોતરું આયોજન કરાયુ છે. […]