ભાવનગરમાં 3600 સરકારી મિલ્કતોનો 89 કરોડનો વેરો બાકી, છતાં BMC નોટિસ આપીને સંતોષ માને છે
ભાવનગરઃ શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકોનો વેરો બાકી હોવાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વેરા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જ્યારે શહેરમાં 3600 જેટલી સરકારી મિલ્કતોનો વેરો 89 કરોડ જેટલો બાકી હોવા છતાં મ્યુનિ.ના સત્તાધિશો માત્ર નોટિસ આપીને સંતોષ માની રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય નાગરીકોના ઘરે ઢોલ વગાડી ઘરવેરાની ઉઘરાણી માટે પહોંચી જતા ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો સરકારી કચેરીઓના […]


