ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 7531 શિક્ષકોની જગ્યા ખાલી, છતાં ભરતી કરાતી નથી
ગાંધીનગરઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષથી નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અલગ અલગ વિષયોના 7531 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. તેમ છતાં ગત વર્ષ-2019થી શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. આથી ટાટ પાસ ઉમેદવારોની માન્યતા પૂર્ણ થવામાં એક વર્ષ બાકી રહ્યું હોવાથી તાકિદે ભરતી કરવાની […]