ગુજરાતમાં કોરોનાના 9941 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 3843 કેસ,
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે બુધવારે રાજ્યમાં કોરોનાના 9,941 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3843 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે કોરોનાને લીધે ચાર વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં સુરતમાં-2, રાજકોટ અને વલસાડમાં એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. […]


