1. Home
  2. Tag "accident between two trucks"

અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં કાકા-ભત્રીજાનું મોત

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. પુરફાટ ઝડપે ઓવર ટ્રેકને લીધે તેમજ રાતના સમયે હાઈવે પર પાર્ક કરેલા વાહનો સાથે અન્ય વાહનો અથડાવવાના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ સાયલા સર્કલ પાસેના ઓવરબ્રિજ પર સર્જાયો હતો. બ્રિજ પર રોડ સાઈડમાં ઊભેલી ટ્રક પાછળ પાછળથી આવેલી ટ્રક ધડાકાભેર અથડાતાં […]

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતને લીધે સર્જાયો ટ્રાફિક જામ

વડોદરાઃ રાષ્ટ્રીય ધોરી માર્ગો પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. અકસ્માતોના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર વડોદરા નજીક એક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસે રેલવેના પાટા ભરેલી ટ્રક અને પાઉડર ભરેલી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં ફસાઇ ગયો હતો. જેને બહાર કાઢવા માટે […]

પાલનપુર-ડીસા હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ આગ ભભૂકી ઊઠી, એક ચાલકનું મોત

પાલનપુરઃ બનાસકાંઠા રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં પાલનપુર- ડીસા હાઈવે ઉપર બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બન્ને ટ્રકોમાં આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટનામાં એક વ્યક્તિ આગની ચપેટમાં આવી જતા બળીને ભડથું થઈ ગયો હતો. જ્યારે એક ટ્રકચાલકને ઈજા પહોંચી હતી અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો. […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પાસે બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત

અમદાવાદઃ રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર લીંબડી નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે આ અકસ્માતની ઘટનામાં અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. લીંબડીના છાલિયા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ લાશને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code