1. Home
  2. Tag "accident"

ગુમ થયેલા પ્લેનના અકસ્માતમાં તમામ પેસેન્જરના મોત, દરિયાઈ બરફ પર કાટમાળ મળ્યો

પશ્ચિમ અલાસ્કામાં નોમ સમુદાય માટે જતું નાનું પેસેન્જર પ્લેન શુક્રવારે ક્રેશ થયું હતું. માહિતી અનુસાર, વિમાનમાં સવાર તમામ 10 લોકોના મોત થયા છે. આ કિસ્સામાં, યુએસ કોસ્ટ ગાર્ડના પ્રવક્તા માઇક સાલેર્નોએ જણાવ્યું હતું કે બચાવ કર્મચારીઓએ કાટમાળ જોયો ત્યારે હેલિકોપ્ટર દ્વારા વિમાનના છેલ્લા જાણીતા સ્થાનની શોધ કરી રહ્યા હતા. તેઓ તપાસ માટે બે બચાવ તરવૈયાને […]

મધ્યપ્રદેશમાં સિમેન્ટ પ્લાન્ટમાં સર્જાઈ દૂર્ઘટના, બે શ્રમજીવીના મોત

ભોપાલઃ પન્ના સ્થિત એક સિમેન્ટ પ્લાન્ટમાં ગુરુવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્લાન્ટના નિર્માણાધીન ભાગમાં છતના સ્લેબ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં કેટલાક કામદારો કામ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન, પાલખ અચાનક તૂટી પડ્યો, જેમાં 2 થી વધુ કામદારોના મોત થયા હતા, જ્યારે લગભગ 50 કામદારો ઘાયલ થયા હતા. કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે […]

લખનૌ એક્સપ્રેસ વે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત

લખનૌઃ આગ્રાના ફતેહાબાદમાં લખનૌ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કુંભ સ્નાન કર્યા પછી મુસાફરી કરી રહેલા એક પરિવારની કાર અકસ્માતનો ભોગ બની હતી. એવું કહેવાય છે કે કાર નિયંત્રણ બહાર ગઈ અને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ પછી કાર બીજી લેનમાં ગઈ અને સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.. ટક્કર એટલી […]

ચંદીગઢ નેશનલ હાઈવે પર ધુમ્મસને કારણે ત્રણ વાહનો અથડાયા, ચારનાં મોત

નવી દિલ્હીઃ હિસાર-ચંદીગઢ નેશનલ હાઈવે પર ઉલ્કાનાના સુરેવાલા ચોક પાસે ગાઢ ધુમ્મસના કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ અને જે બાદ પાછળથી આવતી અન્ય કાર પણ કાર સાથે અથડાઈ હતી. જ્યારે કેટલાક લોકો રાહત માટે પહોંચ્યા ત્યારે પાછળથી આવતી એક ટ્રકે લોકો પર ચડી ગયો હતો. આ પછી ટ્રક પણ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર […]

ઉત્તરપ્રદેશમાં કેબિનેટ મંત્રીના કાફલાના વાહનને નડ્યો અકસ્માત, પાંચ વ્યક્તિ ઈજાગ્રસ્ત

અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા પશુને બચાવવાના પ્રયાસમાં આ અકસ્માત સર્જાયાનું ખુલ્યું લખનૌઃ ઉત્તર પ્રદેશ છેલ્લા કેટલાસ સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન કેબિનેટ મંત્રી અને નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર સંજય નિષાદના કાફલાને અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળે છે. પશુને બચાવવાના […]

પૂર્વ મેક્સિકોમાં ટ્રેલર ટ્રક અને પેસેન્જર બસ વચ્ચે અકસ્માતના આઠ વ્યક્તિના મોત

પૂર્વ મેક્સિકોમાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે, જેમાં ટ્રેલર ટ્રક અને પેસેન્જર બસ અથડાઈ ગઈ હતી, જેમાં આઠ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 27 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમણે અનેક પ્રકારની ગંભીર ઈજાઓને લીધે હોસ્પિટલમાં સારવાર મેળવવી પડી. આ બનાવમાં પ્રાદેશિક પોલીસે તપાસ શરૂ કરી છે. પશ્ચિમી મેક્સિકન રાજ્ય મિચોઆકનમાં એક જ દિવસમાં […]

દારૂડિયા કારચાલકે બે થાંભલાને ટક્કર માર્યા બાદ કાર ઘરમાં ઘૂંસાડી દીધી, એકનું મોત, બેને ઈજા

અમદાવાદ નજીક ભાત ગામમાં મોડી રાતે બન્યો બનાવ, નશામાં ધૂત કારચાલક કાર મુકીને નાસી ગયો, સ્થાનિક લોકોના કહેવા મુજબ કારમાં અન્ય બે યુવાનો પણ હતા અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે.  ત્યારે ગઈ મોડી રાતે શહેર નજીક ભાત ગામમાં પૂરફાટ ઝડપે આવેલી ફોર્ચ્યુનર કારે બે વીજ થાંભલાને ટક્કર માર્યા બાદ એક આધેડ વ્યક્તિને […]

ઓખાઃ જેટી બાંધકામ દરમિયાન અકસ્માતમાં ત્રણના મોત

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં બુધવારે જેટી નિર્માણમાં ઉપયોગમાં લેવાતી ક્રેન તૂટી પડતાં એન્જિનિયર સહિત ત્રણ લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં એક સુપરવાઈઝર અને એક કાર્યકરનો પણ સમાવેશ થાય છે. દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાએ ઘટનાની પુષ્ટિ કરી છે. જિલ્લા કલેકટરે કહ્યું હતું કે, ત્રણ લોકોના મોતની ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઓખા મરીન પોલીસે […]

અમદાવાદના સિન્ધુભવનરોડ પર બાઈક ઓડીકાર પાછળ અથડાતા બે યુવાનો ઘવાયા

• બન્ને બાઈક સવારોને બેભાનાવસ્થામાં હોસ્પિટલ ખસેડાયા • ફુલસ્પિડમાં બાઈક રસ્તો ક્રોસ કરતી કાર સાથે અથડાઈ • પોલીસે કારચાલકની ફરિયાદ લઈને બાઈકચાલક સામે ગુનોં નોંધ્યો અમદાવાદઃ શહેરના સિંધુભવન રોડ પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં પૂરફાટ ઝડપે બાઈક કાર સાથે અથડાતા બાઈકસવાર બન્ને યુવાનોને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માતનો બનાવ ગઈ રાત્રે 10 […]

રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઈવે પર થયેલા અકસ્માત અંગે પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઈવે પર થયેલા અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત પણ કરી હતી, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ X પર પોસ્ટ કર્યું હતું કે, “રાજસ્થાનના જયપુર-અજમેર હાઇવે પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code