ભાવનગર યુનિવર્સિટીમાં ઈન્ચાર્જથી ચાલતો વહિવટ, કૂલપતિ અને અધિકારીઓ પણ કાયમી નહીં
ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કૂલપતિથી લઈને મહત્વની જગ્યાઓ પર ઈન્ચાર્જથી વહિવટ ચલાવવામાં આવી રહ્યો છે. ઇન્ચાર્જથી ચાલતા વહિવટને કારણે યુનિવર્સિટીના અનેક વિકાસ કામો લાંબા સમયથી અટકી પડયા છે. ત્યારે કૂલપતિની કાયમી નિમણૂક કરવા કોંગ્રેસ કારોબારી સભ્ય રાજુ બેરડીયાએ રજૂઆત કરી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં વિવિધ વિભાગના ડીનની જગ્યાઓ ખાલી છે. ફેકલ્ટી ડીન […]