1. Home
  2. ગુજરાતી
  3. શેખ હસીનાના વર્ચ્યુઅલ સંબોધન બાદ ભારત-બાંગ્લાદેશ વચ્ચે નવો રાજદ્વારી વિવાદ, વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા
શેખ હસીનાના વર્ચ્યુઅલ સંબોધન બાદ ભારત-બાંગ્લાદેશ વચ્ચે નવો રાજદ્વારી વિવાદ, વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા

શેખ હસીનાના વર્ચ્યુઅલ સંબોધન બાદ ભારત-બાંગ્લાદેશ વચ્ચે નવો રાજદ્વારી વિવાદ, વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા

0
Social Share

નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2026: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના ભારતમાં યોજાયેલા એક વર્ચ્યુઅલ મીડિયા કાર્યક્રમ બાદ બંને દેશો વચ્ચે નવો રાજદ્વારી વિવાદ ઊભો થયો છે. ભારત આવ્યા બાદ પહેલીવાર સાર્વજનિક રૂપે બોલતા શેખ હસીનાએ બાંગ્લાદેશની વર્તમાન રાજકીય સ્થિતિ પર ઘણા તીખા નિવેદનો આપ્યા હતા. ત્યારબાદ ઢાકાએ ભારત સમક્ષ સખત વાંધો નોંધાવ્યો હતો. વિવાદ વધતા ભારતના વિદેશ મંત્રાલયએ જવાબ આપ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યક્રમ સાથે ભારત સરકારને કોઈ જ લેવાદેવા નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ એક ખાનગી મીડિયા સંસ્થાન દ્વારા યોજવામાં આવેલો કાર્યક્રમ હતો. તેમાં ભારત સરકારની કોઈ ભૂમિકા ન હતી અને ન તો સરકાર આ મંચ પરથી આપવામાં આવેલા કોઈપણ નિવેદનનું સમર્થન કરે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે બાંગ્લાદેશની વર્તમાન સરકાર વિરુદ્ધ વ્યક્ત કરાયેલા વિચારો ભારત સરકારના નથી. પોતાના સંબોધનમાં શેખ હસીનાએ દાવો કર્યો હતો કે તેઓ આ વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે જેલ કે મોતનો ડર તેમને પોતાના દેશમાં પાછા જતા રોકી શકે નહીં. તેમણે 2024ના આંદોલનને સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું.

શેખ હસીનાએ જણાવ્યું હતું કે, તેઓ આ વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરીને લોકશાહી પુનઃસ્થાપિત કરવા માંગે છે. તેમજ તેમણે 2024ના પ્રદર્શનોને એક સુનિયોજિત ષડયંત્ર ગણાવીને પોતાની પાર્ટી ઉપર પ્રતિબંધ હટાવવાની માંગણી કરી હતી. તેમજ તેમણે ખોટા કેસો પાછા ખેંચવાની અને મીડિયાની સ્વતંત્રતાની વાત કરી હતી. મુશ્કેલી સમયમાં મદદ કરવા બદલ ભારતને મિત્ર ગણાવીને તેમણે બાંગ્લાદેશમાં શાંતિ અને સમાધાન માટે નિષ્પક્ષ કાનૂની પ્રક્રિયા અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું.

  • બાંગ્લાદેશ કેમ નારાજ થયું?

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતની ધરતીનો ઉપયોગ તેમના દેશ વિરુદ્ધ રાજકીય નિવેદનબાજી માટે થવો જોઈએ નહીં. ઢાકાએ તેને પોતાની સાર્વભૌમત્વ વિરુદ્ધ ગણાવ્યું છે અને શેખ હસીનાના પ્રત્યાર્પણ (એસ્ટ્રાડિશન) ની માંગ પણ દોહરાવી છે, જેના પર હવે ભારતે બેટૂક જવાબ આપી દીધો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code