ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને માન્યતા માટે એડવોકેટ એસોની રાજ્યપાલને રજુઆત
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં તમામ કારોબાર અંગ્રેજીમાં ચાલે છે. તેને માતૃભાષા ગુજરાતીમાં તમામ વ્યવહાર ચલાવવા માટે છેલ્લા ઘણા સમયથી માગ થઈ રહી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પત્ર લખીને એવી રજુઆત કરી છે કે, હાઈકોર્ટમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષામાં કાર્યવાહી અને દસ્તાવેજમાં માન્યતા આપવી જોઈએ. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસો.એ રાજ્યપાલને લખેલા પત્રમાં એવી રજુઆત […]