1. Home
  2. Tag "AFGHANISTAN"

અફઘાનિસ્તાનની અખંડિતતા સાથે સમજૂતી નહીં થાય: તાલિબાનની પાકિસ્તાનને ચેતવણી

અફઘાનિસ્તાનના તાલિબાન સરકારના રક્ષા મંત્રી મુલ્લા મોહમ્મદ યાકૂબએ દોહાથી ઓનલાઇન પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, “અફઘાનિસ્તાનની અખંડિતતા કે સુરક્ષામાં કોઈપણ પ્રકારની દખલ અફઘાન સરકાર માટે અસ્વીકાર્ય છે.” તેમણે સ્પષ્ટ જણાવ્યું કે ડૂરંડ રેખા સંબંધિત મુદ્દો “સમજૂતીનો વિષય નથી, કારણ કે આ સીધો અફઘાન જનતા સાથે જોડાયેલો મુદ્દો છે.” મુલ્લા યાકૂબે જણાવ્યું કે તુર્કીમાં થનારી આગામી વાર્તા […]

ત્રણ ક્રિકેટરોના મોત બાદ અફઘાનિસ્તાને પાકિસ્તાનને ચેતવણી આપી

નવી દિલ્હી: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, આ ક્ષેત્રમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોના ભાગ રૂપે, આજે કતારના દોહામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ બેઠક પહેલા જ, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાન પર હવાઈ હુમલા કરવાના ગંભીર આરોપો લગાવ્યા છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે અફઘાનિસ્તાન તેના પર થયેલા હુમલાઓનો જવાબ […]

અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઈ હુમલો, ક્રિકેટરો સહિત અનેક લોકોના મોતની આશંકા

પાકિસ્તાને અફઘાનિસ્તાનના અનેક ભાગોમાં રાતોરાત હવાઈ હુમલા શરૂ કર્યા. પક્તિકા પ્રાંતના અરઘાન અને બિરમલ જિલ્લામાં થયેલા તાજેતરના હુમલાઓમાં આઠ અફઘાન ક્રિકેટરો સહિત અનેક લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. દોહામાં શાંતિ મંત્રણા દરમિયાન કામચલાઉ યુદ્ધવિરામ લંબાવવામાં આવી રહ્યો હતો તે વચ્ચે થયેલા આ હુમલાઓએ સરહદી વિસ્તારોમાં તણાવ વધાર્યો છે. બલુચિસ્તાન પોસ્ટ (પશ્તો ભાષા) એ શનિવારે […]

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી અથડામણો પર સંયુક્ત રાષ્ટ્રે ચિંતા વ્યક્ત કરી

સંયુક્ત રાષ્ટ્રે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી અથડામણો પર ચિંતા વ્યક્ત કરી છે. અફઘાનિસ્તાનમાં માનવાધિકાર પરના સંયુક્ત રાષ્ટ્રના વિશેષ રાજદૂત રિચાર્ડ બેનેટે સંઘર્ષને કારણે મોટી સંખ્યામાં લોકોની જાનહાનિ અને સ્થળાંતર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બંને પક્ષોને સંયમ રાખવા, નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા વિનંતી કરી હતી. તાલિબાન પ્રવક્તાના જણાવ્યા […]

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર તાલિબાનના હુમલા બાદ ભીષણ લડાઈ

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ગઈકાલે રાત્રે પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર તાલિબાનના હુમલા બાદ ભીષણ લડાઈ શરૂ થઈ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં કાબુલમાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ તાલિબાને પાકિસ્તાની લશ્કરી ચોકી પર હુમલો કર્યો હતો. વરિષ્ઠ તાલિબાન અધિકારીઓના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા બાદ તાલિબાન સુરક્ષા દળોએ પાકિસ્તાની સૈનિકો પર સશસ્ત્ર કાર્યવાહી માટે હુમલા શરૂ કર્યા હતા. […]

અફઘાનિસ્તાનમાં છોકરીઓને શિક્ષણ મેળવવાની મંજૂરી આપવાનું તાલીબાનોને યુનિસેફનું આહ્વાન

અફઘાનિસ્તાનમાં છોકરીઓને તમામ સ્તરે શિક્ષણ મેળવવાની મંજૂરી આપવાનું તાલીબાનોને યુનિસેફે આહ્વાન કર્યુ છે. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ (યુનિસેફ)એ ચેતવણી આપી છે કે, છોકરીઓના શિક્ષણ પરના પ્રતિબંધોએ તેમને તેમના ઘરોમાં જ સીમિત કરી દીધી છે અને તેઓ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, બાળ લગ્ન અને નાની ઉંમરે ગર્ભાવસ્થાનો સામનો કરી રહી છે. એક નિવેદનમાં, યુનિસેફે ચેતવણી […]

T20 સીરિઝ : રોમાંચક મુકાબલામાં અંતિમ બોલ પર અફઘાનિસ્તાનએ UAEને હરાવ્યું

ત્રિકોણીય T20 સીરિઝમાં અફઘાનિસ્તાન અને યુએઈ વચ્ચે રમાયેલો છેલ્લો લીગ મુકાબલો ખૂબ જ રોમાંચક રહ્યો. અફઘાનિસ્તાને છેલ્લા બોલ પર યુએઈને 4 રનથી હરાવી દીધું. યુએઈને છેલ્લી ઓવરમાં જીત માટે 17 રનની જરૂર હતી. ફરીદ અહમદની ઓવરના પહેલા બોલ પર આસિફ ખાને ચોગ્ગો ફટકાર્યો. બીજા બોલ પર છગ્ગો આવી ગયો. છેલ્લા 4 બોલ પર 7 રન […]

અફઘાનિસ્તાનમાં ફરી 6.2ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ

ગાંધીનગરઃ અફઘાનિસ્તાનમાં ફરી એકવાર 5.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેનું કેન્દ્રબિંદુ નંગરહાર પ્રાંતની રાજધાની જલાલાબાદથી 14 કિલોમીટર પૂર્વમાં નોંધાયું. આ માહિતી અમેરિકન જિયોલોજિકલ સર્વે (USGS) દ્વારા આપવામાં આવી છે. ગુરુવારે આવેલા ભૂકંપનું કેન્દ્ર 34.72 અક્ષાંશ અને 70.79 દશાંશ પર 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું. GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસ્ટાઇન્સે ભૂકંપની તીવ્રતા 6.2 માપી છે. આ […]

ચીન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ધરા ધ્રૂજીઃ 4 થી 4.5ની રહી તીવ્રતા, જાનહાનિ ટળી

ભારતના પાડોશી દેશ ચીન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજવાના સમાચાર સામે આવ્યા છે. NSCએ જણાવ્યું કે, ચીનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી છે. હાલ, ભૂકંપના કારણે કોઈ નુકસાનની જાણકારી સામે આવી નથી. અફઘાનિસ્તાનમાં પણ શુક્રવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4 માપવામાં આવી […]

ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે એસ જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે ફોન પર કરી વાત

વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાન સમકક્ષ અમીર ખાન મુત્તાકી સાથે વાત કરી. આ દરમિયાન, ભારતે અફઘાનિસ્તાન દ્વારા બંને દેશો વચ્ચે અવિશ્વાસ પેદા કરવાના પ્રયાસોને નકારવાનું સ્વાગત કર્યું. આ વાતચીત ફોન પર થઈ હતી. આ પહેલી જાહેરમાં સ્વીકૃત ફોન વાતચીતમાં, જયશંકરે પહેલગામ આતંકવાદી હુમલાની મુત્તકીની નિંદાની ખૂબ પ્રશંસા કરી. જયશંકરે કહ્યું કે ખોટા અને પાયાવિહોણા અહેવાલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code