1. Home
  2. Tag "AFGHANISTAN"

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે ચેસ પર પ્રતિબંધ !

તાલિબાન સત્તાવાળાઓએ અફઘાનિસ્તાનમાં ચેસ જુગારનો સ્ત્રોત હોવાની ચિંતાને કારણે આગામી સૂચના સુધી તેના પર પ્રતિબંધ મૂક્યો છે. રમતગમત અધિકારીએ રવિવારે કહ્યું હતું કે, આ સરકારના નૈતિકતા કાયદા હેઠળ ગેરકાયદે છે. 2021માં સત્તા કબજે કર્યા પછી તાલિબાન સરકારે સતત એવા કાયદા અને નિયમો લાદ્યા છે જે ઇસ્લામિક કાયદાના તેના કઠોર દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. રમતગમત નિર્દેશાલયના […]

અફઘાનિસ્તાનમાં ભારત ફરીથી વિકાસને વેગ આપશે, ધીરે ધીરે સબંધો સુધરશે

ભારત તેના દાયકાઓ જૂના મિત્ર અફઘાનિસ્તાનમાં ફરી એકવાર વિકાસને વેગ આપશે. દુબઈમાં અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ પ્રધાન મૌલવી આમિર ખાન મુત્તાકી સાથે વિદેશ સચિવ વિક્રમ મિસરીની મહત્વપૂર્ણ બેઠકમાં આ અંગે સહમતિ થઈ હતી. બેઠકમાં અફઘાનિસ્તાને ભારતની સુરક્ષા ચિંતાઓને પ્રાથમિકતા આપવાનું આશ્વાસન આપ્યું હતું અને બંને દેશો વચ્ચે ક્રિકેટના ક્ષેત્રમાં સહયોગ વધારવા પર પણ સહમતિ સધાઈ હતી. […]

અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલાને પાકિસ્તાને યોગ્ય ગણાવ્યા

પાકિસ્તાને સોમવારે અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં તેના તાજેતરના હવાઈ હુમલાને યોગ્ય ઠેરવ્યું છે. સરકારે કહ્યું હતું કે જો જરૂર પડશે તો તે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના સ્થાનોને નિશાન બનાવવા માટે અફઘાન પ્રદેશની અંદર આવા વધુ હુમલા કરશે. “જો અફઘાન જમીનનો ઉપયોગ પાકિસ્તાન પર હુમલો કરવા માટે કરવામાં આવે છે, તો અમારી પાસે આ કાર્યવાહી ચાલુ રાખવાનો કાનૂની […]

તાલિબાનીઓએ ડૂરંડ લાઈન ઉપર બે પાકિસ્તાની ચોકી ઉપર કર્યો કબજો

પાકિસ્તાની સેના અને તાલિબાન વચ્ચે ચીમા રેખા ડૂરંડ લાઈન ઉપર યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. દરમિયાન TTP આતંકવાદીઓએ પાકિસ્તાની સેનાના 16 જવાનોની હત્યા બાદ પાકિસ્તાની એરફોર્સએ અફઘાનિસ્તાનના પાક્તિકા અને ખોસ્ત પ્રાંતમાં એર સ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાનની એર સ્ટ્રાઈકમાં મહિલા અને બાળકો સહિત 50 વ્યક્તિઓના મોત થયાં હતા. બીજી તરફ પાકિસ્તાને દાવો કર્યો હતો કે, […]

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ અથડામણમાં 19 પાકિસ્તાની સૈનિકો અને 3 અફઘાન નાગરિકોના મોત

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદે બન્ને દેશોના દળો વચ્ચે ભારે અથડામણ થતાં 19 પાકિસ્તાની સૈનિકો અને 3 અફઘાન નાગરિકોના મૃત્યુ થયા છે. આ ઘટનાઓ ખોસ્ટ અને પક્તિકા પ્રાંતમાં નોંધાઈ છે, જે અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલ છે. મળતી માહિતી અનુસાર, અફઘાન સરહદી દળોએ પાકિસ્તાનની સરહદ પર આવેલી સૈન્ય ચોકીઓને નિશાન બનાવી હતી. આ […]

ઈસ્લામાબાદે અફઘાનિસ્તાનને નિશાન બનાવતા પહેલા ઈતિહાસમાંથી પાઠ શીખવો જોઈએ: અફઘાનિસ્તાન

ઈસ્લામાબાદે અફઘાનિસ્તાનને નિશાન બનાવતા પહેલા ઈતિહાસમાંથી પાઠ શીખવો જોઈએ, અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી આમિર ખાન મુટ્ટકીએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી. અફઘાનિસ્તાન ક્યારેય આક્રમણ સ્વીકારશે નહીં. પાકિસ્તાને સંતુલિત નીતિ અપનાવવાની જરૂર છે. અનેક રિપોર્ટના હવાલામાં કહેવામાં આવ્યું છે, કે “અફઘાનિસ્તાન તેના પ્રદેશ પરના આક્રમણને ભૂલશે નહીં, અને પાકિસ્તાની શાસકોએ સંતુલિત નીતિ અપનાવવી જોઈએ.” તેમણે સોવિયત આક્રમણની […]

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હવાઈ હુમલાને કારણે ભયનો માહોલ, 15ના મોત

પાકિસ્તાન અને તાલિબાન શાસિત અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. મંગળવારે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર સતત હવાઈ હુમલા કરીને ખળભળાટ મચાવી દીધો હતો. આ હુમલા અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં થયા હતા, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા હતા. અહેવાલ મુજબ, મંગળવારે રાત્રે થયેલા હુમલામાં લમન સહિત અનેક ગામોને નિશાન બનાવવામાં […]

તાલિબાનની તાનાશાહી, અફઘાનિસ્તાનમાં યુવતીઓ નહીં કરી શકે નર્સિંગનો અભ્યાસ

કાબુલઃ તાલિબાને અફઘાનિસ્તાન નર્સિંગ અને મિડવાઇફરી કોર્સમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાલિબાનના સર્વોચ્ચ નેતાના આદેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું, “અમારી પાસે પહેલેથી જ પ્રોફેશનલ મેડિકલ અને પેરા-મેડિકલ સ્ટાફની અછત છે, આ નિર્ણય પછી આ અછત વધુ વધી જશે. જોકે આ અંગે કોઈ ઔપચારિક […]

અફઘાનિસ્તાનમાં તાબિલાને બિન-ઈસ્લામિક પુસ્તકો ઉપર મુક્યો પ્રતિબંધ!

તાલિબાને 2021 માં સત્તામાં આવ્યા પછી અફઘાનિસ્તાનમાં બિન-ઇસ્લામિક અને સરકાર વિરોધી સાહિત્યને દૂર કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. માહિતી અને સંસ્કૃતિ મંત્રાલય હેઠળ રચાયેલા કમિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઇસ્લામિક કાયદા, શરિયા અનુસાર સાહિત્યને પ્રોત્સાહન આપવાનો અને અફઘાન મૂલ્યોની વિરુદ્ધ સામગ્રીને પ્રતિબંધિત કરવાનો છે. દરમિયાન 2021 થી ઓક્ટોબર 2023 સુધીમાં, તાલિબાને “ઇસ્લામિક અને અફઘાન મૂલ્યો” વિરુદ્ધ હોવાના […]

અફઘાનિસ્તાન બાદ નેપાળ ક્રિકેટની વ્હારે આવ્યું BCCI

નેપાળ ક્રિકેટને પ્રમોટની જવાબદારી ઉઠાવી બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીની મુલાકાત લેશે અહીં નેપાળની ટીમ કરશે પ્રેક્ટીસ નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની ગણતરી વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડમાં થાય છે. BCCIની ભવ્યતાની સરખામણી સામે સૌથી મોટા ક્રિકેટ બોર્ડનો રંગ પણ ફિક્કો પડી જાય છે. એટલું જ નહીં, બોર્ડ અન્યને મદદ કરવામાં ક્યારેય સંકોચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code