1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં ધો.10 અને 12 માટે ઓફલાઈન શિક્ષણ શુક્રવારથી શરૂ કરાશે

ઓફલાઇન શિક્ષણ શરૂ કરતા પહેલા બે ઓબ્ઝર્વર નિરીક્ષણ કરશે, શાળામાં સુરક્ષા કારણોસર છેલ્લા એક મહિનાથી ઓફલાઈન શિક્ષણ બંધ કરાયુ હતુ, બાળકોની સલામતીને પહેલાં પ્રાથમિકતા આપવામાં આવશે. અમદાવાદઃ શહેરના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના બનાવ બાદ ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતુ. એક મહિના સુધી ઓફલાઈન શિક્ષણને બદલે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું, […]

અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પાણી ભરાતા વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં ભંગ પડ્યો

ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા, તંત્ર દ્વારા પંપ મૂકીને પાણી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી, આજે વરસાદ પડશે તો ખેલૈયાઓની ગરબા રમવાની મજા બગડી શકે છે અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાતા નવરાત્રીના રંગમાં ભંગ પડ્યો છે. જેમાં શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ પર વરસાદના પાણી ભરાય જતા વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવને […]

અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાં લંડનથી આવેલા પાર્સલમાં હાઈબ્રિડ ગાંજો નીકળ્યો

પોલીસે અંદાજે 58 લાખની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો, SOGની ટીમે એરપોર્ટ સેક્શન ઓફિસમાં છ પાર્સલની તપાસ કરી હતી, ચોકલેટ અને બિસ્કિટની ભેટ તરીકે લંડનથી પાર્સલ મોકલાયુ હતુ,  અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં વિદેશથી મોકલાતા પાર્સલોમાં ડ્રગ્સ પકડવાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે શહેર ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ લંડનથી મોકલવામાં […]

અમદાવાદ સહિત મહાનગરોમાં ફુડ-રેસ્ટોરન્ટ્સના ધંધાર્થીઓ પર જીએસટીના દરોડા

ફુડ-રેસ્ટોરન્ટના 16 વેપારીઓના 25 સ્થળોએ જીએસટીના અધિકારીઓએ સર્ચ કર્યુ, 52 કરોડના બિન હિસાબી વ્યવહારો મળ્યાં, અધિકારીઓએ ગ્રાહક બનીને ધંધાના સ્થળોએ ખાનગી રાહે ચકાસણી કરી, અમદાવાદઃ રાજ્યમાં નવરાત્રીના પર્વને લીધે મોડી રાત સુધી ફુડ રેસ્ટોરન્ટ્સ ચાલી રહી છે. ફુડ-રેસ્ટોરન્ટ્સના સંચાલકો દ્વારા જીએસટીની ચોરી થતી હોવાની  માહિતી મળતા  જીએસટીના અધિકારીઓએ અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ અને […]

અમદાવાદના વિવિધ ગરબા મહોત્સવોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહ્યા

વસ્ત્રાલ, નિકોલ, બાપુનગર,  દરિયાપુર ખાતે વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપી, ગરબામાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રીએ ખૈલૈયાઓનો ઉત્સાહ વધાર્યો, મુખ્યમંત્રીએ ગરબી ખાતે આરતીમાં સહભાગી થઈ માતાજીના આશીર્વાદ મેળવ્યા ગાંધીનગરઃ રાજ્યભરમાં શક્તિ અને આરાધનાનું પર્વ નવલી નવરાત્રિ ઊજવાઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે વિવિધ ગરબા મહોત્સવોમાં ભાવપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.ચોથા નોરતાની રાતે મુખ્યમંત્રી અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ,  નિકોલ, બાપુનગર, ધીકાંટા, દરિયાપુર […]

અમદાવાદમાં પાલતુ ડોગને હવે AMC દ્વારા રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન ચિપ લગાવાશે

RFID ચિપમાં પાલતુ કૂતરાના વેક્સિનેશન સહિતની માહિતી હશે, RFIDનો ચાર્જ કઈ રીતે વસૂલવો તેના અંગે હાલમાં વિચારણા ચાલી રહી છે, અગાઉ 500 જેટલા સ્ટ્રીટ ડોગમાં RFID ચિપ લગાવામાં આવી હતી અમદાવાદઃ શહેરમાં પેટડોગ એટલે કે પાલતુ કૂતરા માટે મ્યુનિ,કોર્પોરેશને રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનો નિર્ણય લીધા બાદ હવે પાલતુ કૂતરામાં હવે રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન (RFID) ચિપ લગાવવાની […]

અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના દર્શન કરી મુખ્યમંત્રી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા

અમદાવાદમાં 1877 મેટ્રીક ટન ગાર્બેજ કલેક્શન અને ડિસ્પોઝલ થયુ, શહેરના 5495 જેટલા માર્ગો અને 3229થી વધુ રહેણાંક વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ, 97 લાખથી વધુ નાગરિકોનું સ્વૈચ્છિક યોગદાન અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે શારદીય નવરાત્રિના ચોથા નોરતે અમદાવાદના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મુખ્યમંત્રી એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી ૨૫મી સપ્ટેમ્બરે […]

અમદાવાદમાં નિવૃત શિક્ષકને સાયબર માફિયાઓએ ડિજિટલ એરેસ્ટ કરી 38.70 લાખ પડાવ્યા

ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાઓની જાળમાં ફસાય છે, મની લોન્ડરિંગ કેસની ધમકી આપીને 8 દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા, શિક્ષકની પત્નીનો નંબર મેળવી તેમને પણ ધમકાવ્યાં અમદાવાદઃ સાયબર માફિયાઓ ડિજિટલ એરેસ્ટની ધમકી આપીને લોકો પાસે લાખો રૂપિયાનો ફ્રોડ કરી રહ્યા છે. સીબીઆઈ કે સરકારની કોઈપણ એજન્સી દ્વારા કોઈને પણ ડિજિટલ એરેસ્ટ કરી શકાતા નથી.સરકાર દ્વારા આવી […]

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના 296 કેસ નોંધાયા

વાયરલ બિમારીના ઘેર ઘેર દર્દીઓ, ઝેરી મેલેરિયાના પણ 17 કેસ નોંધાયા, પાણીજન્ય બીમારીના 724 કેસ નોંધાયેલા અમદાવાદઃ શહેરમાં વરસાદ વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે મોડી રાતે ઠંડી અને દિવસ દરમિયાન લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બે ઋતુને લીધે વાયરલ બિમારીના કેસો વધી રહ્યા છે. સાથે જ મચ્છરજન્ય રોગચાળો પણ વકરવા લાગ્યો છે. શહેરમાં છેલ્લા […]

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ કરવા વાલીઓએ કર્યો સૂત્રોચ્ચાર

છેલ્લા એક મહિનાથી બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે, ઓનલાઈન શિક્ષણ માટે સતત મોબાઈલ ફોનને લીધે બાળકોની આંખોને નુકસાન, ડીઈઓ કહે છે, કમિટીના રિપોર્ટ બાદ શાળા સરૂ કરવા નિર્ણય લેવાશે, અમદાવાદઃ શહેરના ખોખરામાં આવેલી સેવન્થડે સ્કૂલમાં એકાદ મહિના પહેલા સામાન્ય બાબતમાં વિદ્યાર્થીએ તેના સાથી વિદ્યાર્થીની હત્યા કરી હતી. આ બનાવને પગલે લોકોમાં સ્કૂલના મેનેજમેન્ટ સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code