1. Home
  2. Tag "ahmedabad"

VIDEO: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં સહભાગી થવા રવાના થયા

અમદાવાદ, 19 જાન્યુઆરી 2026: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ (WEF) 2026માં ભાગ લેવા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી રવાના થયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દાવોસ ખાતે રવાના થતા પહેલા જણાવ્યું હતું કે, “વિકસિત ગુજરાત@2047ના વિઝનને દુનિયાના મહત્વના ઇકોનોમિક પ્લેટફોર્મ પરથી વિશ્વ સુધી […]

અમદાવાદમાં પાલડી વિસ્તારમાં વિવાદાસ્પદ સોસાયટીના ગેરકાયદે બંગલાનું ડિમોલિશન

અમદાવાદ, 16 જાન્યુઆરી 2026:   શહેરના પાલડી વિસ્તારમાં આવેલી વિવાદાસ્પદ નૂતન સર્વોદય સોસાયટીમાં એક ગેરકાયદેસર બંગલાને મ્યુનિના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરાયુ હતુ. નવો બંગલો બનાવવા માટે મ્યુનિના એસ્ટેટ વિભાગમાં કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી, જેના પગલે એસ્ટેટની ટીમ દ્વારા નોટિસો આપવામાં આવી હતી, જે બાદ આજે 16 જાન્યુઆરીના રોજ વહેલી સવારે પોલીસ બંદોબસ્ત […]

અમદાવાદમાં ફ્લાવર શોને ગત વર્ષ કરતા આ વર્ષે મળ્યો નબળો પ્રતિસાદ

અમદાવાદ, 16 જાન્યુઆરી 2026:  શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ એએમસી દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ વખતે ગત વર્ષ કરતા નબળો પ્રતિસાદ મળ્યો છે. ગત વર્ષે ઉત્તરાયણના દિવસે 1.32 લાખ જેટલા લોકોએ એક જ દિવસમાં ફ્લાવર શોની મુલાકાત લેતા રેકોર્ડ સર્જાયો હતો, પરંતુ ચાલુ વર્ષે 2026માં માત્ર […]

અમદાવાદમાં રાત્રે અંબિકા એસ્ટેટમાં લાગેલી આગમાં બે શ્રમિકો ઊંઘમાં જ ભડથું થઈ ગયા

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026:   શહેરના નરોડા રોડ પર મેમ્કો બ્રિજ નીચે આવેલા અંબિકા એસ્ટેટમાં ઘરઘંટી બનાવતી એક કંપનીમાં ગઈ રાત્રે આગ લાગતા ફાયર ફાયટરો દોડી ગયા હતા. કંપનીમાં લાકડાના સામાનની સાથે પ્લાયવૂડ હોવાથી ગણતરીની મિનીટોમાં જ આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતું. અને આગ જોતજોતામાં બિલ્ડિંગના ત્રણ માળ સુધી પ્રસરી ગઇ હતી. આગ એટલી ઝડપથી ફેલાઇ […]

અમદાવાદઃ PM મોદી અને ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ માણ્યો

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: ગુજરાતની શાન સમાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ આ વર્ષે ઐતિહાસિક ક્ષણોનો સાક્ષી બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગોત્સવનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. મિત્રતાના રંગે રંગાયો સાબરમતી રિવરફ્રન્ટ રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ બંને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. […]

અમદાવાદ: નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરે ગાંધી આશ્રમની મુલાકાત લીધી

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: ભારત અને જર્મની વચ્ચેના મજબૂત સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે જર્મન ચાન્સેલરે આજે (12 જાન્યુઆરી) ગુજરાતની મુલાકાતે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, જે બાદ બંને નેતાઓએ સાંસ્કૃતિક અને રાજદ્વારી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. સાબરમતી આશ્રમમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ મુલાકાતના પ્રારંભે પીએમ મોદી અને ચાન્સેલર મેર્ઝ ઐતિહાસિક […]

અમદાવાદમાં હિપ્નોટાઈઝ કરીને વૃદ્ધાના સોનાના ઘરેણા લૂંટ કેસનો આરોપી પકડાયો

 અમદાવાદ, 11 જાન્યુઆરી 2026:  શહેરના વેજલપુર વિસ્તારમાં મંદિરે દર્શન માટે જઈ રહેલા એક વૃદ્ધાને ઊભા રાખીનેપોતાની વાતોમાં ફસાવી, ધાર્મિક વિધિ અને માતાજીના નામે સંમોહન (Hypnotism) કરી સોનાના દાગીના ચોરી જનારો 21 વર્ષીય યુવાન આરોપીને ઝોન-7 એલસીબી પોલીસે ઝડપી લીધો છે. આ ટોળકી ધાર્મિક આસ્થાનો સહારો લઈને ભોળા નાગરિકોને પોતાની જાળમાં ફસાવતી હતી. આ બનાવની વિગત […]

મિશન 2036 ઓલિમ્પિક માટે ભારત વૈશ્વિક ફલક પર ચમકવા સજ્જ: માંડવીયા

અમદાવાદ, 9 જાન્યુઆરી 2026:  શહેરના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રીય રમત ગમત મંત્રી  મનસુખ માંડવીયા અને ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી તથા રમતગમત મંત્રી  હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ ગવર્નન્સ કોંકલેવ યોજાઈ હતી. અમદાવાદ ખાતે આયોજિત સ્પોર્ટ્સ ગવર્નન્સ કોન્ક્લેવમાં કેન્દ્રીય રમતગમત મંત્રી  મનસુખ માંડવીયાએ ગુજરાતના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના […]

અમદાવાદમાં પાણીના જગ વેચનારાઓએ પાણીને ક્લોરીનથી શુદ્ધ કરીને વેચવું પડશે

અમદાવાદ, 9 જાન્યુઆરી 2026: રાજ્યના મહાનગરોમાં પાણીજન્ય રોગચાળાએ માથુ ઉંચકતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અધિકારીઓને તકેદારીના પગલાં લેવાની સુચના આપવામાં આવી છે. તેમજ શહેરમાં પાણીનાં જગ (મોટી બોટલો)ના સપ્લાયરો માટે  પાણીનાં પ્યોરિફિકેશન થાય તેના માટે ક્લોરીનેશન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમના ધંધાકીય એકમોમાં ક્લોરિફિકેશન થાય તે પ્રકારનું ઇન્સ્ટોલેશન કરાવવાનું રહેશે. જો આ પ્રકારનું ક્લોરીન […]

અમદાવાદમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારથી હેલ્પલાઈન શરૂ

અમદાવાદ,7 જાન્યુઆરી 2026: Sarathi helpline launched for students of Std. 10 and 12 in Ahmedabad ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી 2026થી લેવાનારી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સારથી હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની ચિંતા અને મૂંઝવણ દૂર કરવા માર્ગદર્શન અપાશે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code