1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના વસ્ત્રાપુરમાં પેટડોગ રોટવિલરે બાળક પર હુમલો કરી બચકા ભર્યા
અમદાવાદના વસ્ત્રાપુરમાં પેટડોગ રોટવિલરે બાળક પર હુમલો કરી બચકા ભર્યા

અમદાવાદના વસ્ત્રાપુરમાં પેટડોગ રોટવિલરે બાળક પર હુમલો કરી બચકા ભર્યા

0
Social Share

અમદાવાદ, 10 જુન, 2026 : Pet dog Rottweiler attacks child શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી લાડ સોસાયટીમાં ઘરઘાટી તરીકે કામ કરતા યુવકના દીકરા પર સોસાયટીમાં ખુલ્લા ફરતા પેટડોગ રોટ વિલરે હુમલો કરતા બાળકને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘરઘાટી તરીકે કામ કરતા યુવાનનો 9 વર્ષનો બાળક બંગલાની બહાર બેસીને મોબાઇલમાં ગેમ રમતો હતો, ત્યારે પાલતુ કૂતરાએ હુમલો કરતા બાળકના માથામાં અને આંખ પર ઇજા પહોંચી હતી. બાળકના પિતાએ કૂતરાના મહિલા માલિક અલ્પાબેન રાજપૂત સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હથ ધરી છે.

શહેરના વસ્ત્રાપુરમાં રહેતા અને ઘરઘાટી તરીકે કામ કરતા દિનેશભાઈ રોતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ લાડ સોસાયટીમાં અલગ અલગ બંગલામાં ઘરઘાટીનું કામ કરે છે. સવારના સમયે પણ તેઓ તેમના નવ વર્ષના દીકરાને લઈને લાડ સોસાયટીએ બંગલાનું કામકાજ કરવા ગયા હતા. દરમિયાન તેને તેના દીકરાને બંગલાની બહાર બેસાડ્યો હતો. તેનો દીકરો બંગલાની બહાર બેસીને તેના મોબાઈલમાં ગેમ રમતો હતો. દરમિયાન અચાનક જ બહારથી કોઈ આવીને તેમના દીકરાને કૂતરું કરડ્યું હોવાની જાણ કરી હતી. દિનેશભાઈ જ્યારે બહાર ગયા ત્યારે તેમણે જાણ થઈ કે તેના દીકરાને માથાના ભાગે કુતરુ કરડવાથી બે દાંત ઘૂસી ગયા છે અને લોહી નીકળતું હતું. આ ઉપરાંત જમણી આંખના ભમરાના ભાગે પણ કુતરાના નખ વાગ્યા છે ત્યાંથી પણ લોહી નીકળતું હતું.  દિનેશભાઈએ તપાસ કરી તો લાડ સોસાયટીના બંગલા નં.-18માં રહેતા અલ્પાબેન રાજપૂતનું રોટ વિલર કૂતરું હતું. જે કુતરાને છૂટું મૂકેલું હતું અને સોસાયટીના ગેટમાં  આવ્યું હતું. અલ્પાબેન પણ ત્યાં હાજર નહતા. જ્યારે કૂતરું છૂટું ફરતું હોવાથી તેણે બાળક પર હુમલો કર્યો હતો. બાળકને સારવાર માટે વસ્ત્રાપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને માથાના ભાગે ટાંકા આવ્યા છે. કુતરાના માલિક અલ્પાબેન રાજપૂત વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code