1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત બોર્ડ દ્વારા કાલે ગુરૂવારથી ધોરણ 10 અને 12ની પુરક પરીક્ષાનો થશે પ્રારંભ
ગુજરાત બોર્ડ દ્વારા કાલે ગુરૂવારથી ધોરણ 10 અને 12ની પુરક પરીક્ષાનો થશે પ્રારંભ

ગુજરાત બોર્ડ દ્વારા કાલે ગુરૂવારથી ધોરણ 10 અને 12ની પુરક પરીક્ષાનો થશે પ્રારંભ

0
Social Share

અમદાવાદ, 10 જુન, 2026 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પુરક પરીક્ષાનો આવતીકાલ તા.11મી જુનને ગુરૂવારથી પ્રારંભ થશે. અમદાવાદ શહેર અને જિલ્લામાં પરીક્ષા માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યમાં કુલ 33 જેટલા પરીક્ષા સ્થળ પર 9223 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે અમદાવાદ શહેરમાં 55 બિલ્ડિંગમાં 15 હજાર જેટલા વિદ્યાર્થીઓ બેસ્ટ ઓફ ટુ માટે પરીક્ષા આપશે. પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. તેમજ અસહ્ય ગરમીના કારણે આરોગ્ય વિભાગની ટીમ પણ દરેક સેન્ટર તૈનાત કરાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે. તેમજ જે વિદ્યાર્થીઓ પરીક્ષાના પરિણામથી સંતુષ્ટ નથી અને પરિણામ સુધારવા માટે બીજીવાર પરીક્ષા આપવા માગે છે. એવા વિદ્યાર્થીઓ માટે કાલે ગુરૂવારથી પુરક પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરિણામ સુધારવા માટે બેસ્ટ ઓફ ટુ માટેની પરીક્ષા આપશે.

અમદાવાદ શહેરમાં ધોરણ 10ના 10,169, ધોરણ 12 સામાન્ય 2930, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 2313 વિદ્યાર્થીઓ 55 બિલ્ડિંગમાં પરીક્ષા આપશે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 10ના 6013, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 1650 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1560 એમ કુલ 9223 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતી ન થાય તે માટે તમામ સેન્ટર પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. પરીક્ષાની કામગીરીમાં સંકળાયેલા લોકોને તાલીમ પણ આપવામાં આવી છે. તેમજ જે તે વિષયના વિષય શિક્ષકોને જે તે વિષયની પરીક્ષા વખતે સુપરવિઝનમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન CCTV કેમેરાની સી.ડી.ની દરરોજ ચકાસણી ખાસ બે સેન્ટર પર અલગ ટીમની રચના પણ કરવામાં આવી છે. અસહ્ય ગરમીના કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફ પુરતા પીવાના પાણીની વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ છે. તેમજ દરેક સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ પણ રાખવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code