1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં PIની બદલીનો ગંજીપો ચિપાયો, એકસાથે 62 પોલીસ ઈન્સ્પેકટરની સાગમટે બદલી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીની તારીખ એકાદ સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે. ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ જશે, તે પહેલા જ પોલીસ કમિશનરે શહેરના 63 પીઆઈની સાગમટે બદલીઓ કરી છે. બદલીઓમાં જે પોલીસ ઇન્સ્પેક્ટર વેઇટિંગમાં હતા તેમને પણ નિમણૂક આપવામાં આવી છે, અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીની રાહ જોવાઇ રહી હતી. તેમાં […]

અમદાવાદના મણિનગરમાં જ્વેલર્સની દુકાનમાં બંદુકની અણિએ થયેલી લૂંટ કેસમાં 3 શખસો પકડાયા

અમદાવાદઃ શહેરનાં મણિનગર વિસ્તારમાં  ભૈરવનાથ ચાર રસ્તા પાસે આવેલી જય ભવાની જ્વેલર્સની દુકાનમાં ધૂંસીને ચાર જેટલા લૂટારૂ શખસોએ રિવોલ્વર તથા છરો બતાવી સોના-ચાંદીના દાગીના અને મોબાઇલ મળી કુલ રૂ.11.63 લાખની લૂંટ કરી પલાયન થઈ ગયા હતા. પખવાડિયા પહેલા બનેલા લૂંટના આ બનાવમાં શહેરની ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ સર્વેલન્સ અને સીસીટીવીના કૂટેજ મેળવીને ત્રણ લૂટારૂ શખસોને દબોચી […]

અમદાવાદમાં SV કોલેજમાં પરીક્ષા સમયે ગેટ બંધ કરાતા મોડા આવેલા વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો

અમદાવાદઃ શહેરના રિલીફ રોડ પર આવેલી એસવી કોલેજમાં ગુરૂવારે સવારે પરીક્ષાનો આરંભ થવાના ટાણે કોલેજનો લોખંડી ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. દરમિયાન કેટલાક નિર્ધારિત સમય કરતા મોડા આવેલા વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતા વિદ્યાર્થીઓએ માથાકૂટ કરી હતી અને હોબાળા મચાવતા પોલીસ બોલાવવી પડી હતી. જોકે કોલેજ દ્વારા બાદમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોઈ ઘર્ષણ […]

અમદાવાદમા દાણીલીંબડામાં ફ્લેટ્સમાં આગ લાગતા બાળકીનું મોત, 8 જણાં દાઝ્યાં, 27ને રેસ્ક્યુ કરાયાં

અમદાવાદઃ  શહેરના દાણીલીમડા ગામમાં પટેલ વાસ નજીક આવેલા ખ્વાજા ફ્લેટના ગ્રાઉન્ડફ્લોર પરના મીટરમાં ગુરૂવારે વહેલી સવારે આગ લાગી હતી. અને જોતજોતામાં આગ પાર્કિંગથી લઈ બીજા માળ સુધી પહોંચી ગઈ હતી. આગને લીધે ફ્લેટ્સના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ કરાતા ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. આગમાં 15 દિવસની બાળકી સહિત 9 લોકો દાઝી જતાં […]

અમદાવાદમાં સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું 12મી માર્ચે PM મોદી ખાતમૂહૂર્ત કરશે,

અમદાવાદઃ શહેરના સાબરમતી ગાંધી આશ્રમના ડેવલપ પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા, 12મી માર્ચના રોજ ખાત મુહૂર્ત કરાશે. વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વાડજથી આશ્રમ થઇ RTO સર્કલ જતો માર્ગ કાયમી ધોરણે બંધ થશે. અને વિકલ્પ રૂપે જુના વાડજથી રાણીપ તરફ જતો રોડ […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાજ્યની સૌથી મોટી સ્કિન બેન્ક, હવે ત્વચા પણ દાન કરી શકાશે

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં સ્ક્રિન બેન્ક કાર્યરત કરવામાં આવી છે. હવે કોઈપણ વ્યક્તિ કે જેણે પોતાના મૃત્યુબાદ ત્વચાનું દાન કરવાનો સંકલ્પ કરેલો હોય અથવા મૃત્યુ પછી નજીકના સગા તરફથી સ્કિન ડોનેશન માટેની સહમતી આપેલી હોય એવા 18 વર્ષથી ઉપરના કોઈપણ બ્લડ ગ્રુપના વ્યક્તિ ત્વચા દાન કરી શકે છે. સ્ક્રિન બેન્કમાં કોઈપણ વ્યક્તિની ચામડીનું પડ લઇ […]

અમદાવાદમાં અકસ્માતના બે બનાવો, કારની અડફેટે યુવાનનું અને BRTSની ટક્કરે મહિલાનું મોત

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ બે અકસ્માતોના બનાવો બન્યા છે. નવરાંગપુરા સ્ટેડિયમ ક્રોસરોડ નજીક રિશી મહેતા નામનો યુવાન એક્ટિવા પર જઈ રહ્યો હતો ત્યારે પૂરફાટ ઝડપે આવેલી કારે એક્ટિવાને ટક્કર મારતા રિશી રોડ પર પટકાતા માથામાં ઈજા થવાથી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બીજો અકસ્માત […]

અમદાવાદમાં પાલડીના અંડરબ્રિજના લોકાર્પણ બાદ અધૂરૂ કામ યાદ આવતા અંડરબ્રિજબંધ કરાયો

અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે રૂ.82 કરોડના ખર્ચે બનાવાયેલા સ્વ. ધીરુભાઈ શાહ અંડરપાસનું સોમવારે જ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયા બાદ એએમસીના અધિકારીઓને અધૂરૂ કામ યાદ આવતા અંડરબ્રિજ પખવાડિયા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં પર એમએમસીના અંધેર વહિવટની ટીકાઓ થઈ રહી છે. જો કે એએમસીના અધિકારીઓએ એવો દાવો કર્યો છે. કે, […]

અમદાવાદમાં લો ગાર્ડન સાથે જોડતા પાલડી અંડરબ્રિજનું મુખ્યમંત્રી કર્યું લોકાર્પણ

અમદાવાદઃ શહેરમાં વધતી થતી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા અમદાવાદમાં નવનિર્મિત  ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. પાલડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર પાસે નવા બનાવવામાં આવેલા રેલવે અંડરબ્રિજને ખૂલ્લો મુકાતા ટ્રાફિકની સમસ્યા હળવી જશે. લોકસભાની ચૂંટણી પહેલાં અમદાવાદના શહેરીજનોને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી હતી. જેમાં […]

અમદાવાદમાં લો ગાર્ડનના ખાણીપીણીના 14 વાન સંચાલકોએ ભાડું ન ચુકવતા AMCએ ફટકારી નોટિસ

અમદાવાદઃ શહેરમાં લો ગાર્ડન નજીકનો વિસ્તાર ડેવલપ કરીને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હેપી સ્ટ્રીટ ઊભી કરવામાં આવી છે. જ્યાં ગાર્ડનની મુલાકાતે આવતા લોકો તેમજ શહેરીજનો પોતાનો મનપસંદ નાસ્તો કરી શકે તે માટે 22 જેટલી ફુડવાન નિયત જગ્યાએ ઊભી રાખવાની મંજુરી આપવામાં આવી છે. ફુડવાનના સંચાલક પાસેથી મ્યુનિ. દ્વારા નિયત ભાડું પણ વસુલવામાં આવે છે. પરંતુ 22 જેટલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code