1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં સિનિયર સિટિઝનોને વિશ્વાસમાં લઈ ATM કાર્ડ બદલી છેતરપિંડી કરતા 4 શખસો પકડાયા

અમદાવાદ:  શહેરમાં સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરીને લૂંટી લેતી આંતરરાજ્ય ગેન્ગના ચાર શખસોને શહેરના ખોખરા પોલીસે દબોચી લીધા હતા. પકડાયેલા શખસો સિનિયર સિટિઝનોને વિશ્વાસમાં લઈને એટીએમ કાર્ડની અદલા બદલી કરી લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હતા. આરોપીઓએ દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ અને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ અનેક ગુનાને અંજામ આપ્યો હતો.  પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ  શહેરમાં સિનિયર સિટિઝનનોને […]

અમદાવાદમાં SP પટેલ એરપોર્ટ પર ગત જાન્યુઆરીમાં બે લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા,

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં ગત જાન્યુઆરી મહિનામાં બે લાખ કરતા વધુ પ્રવાસીઓ નોંધાયા હતા. જેમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સના પ્રવાસીઓ સંખ્યા વધુ હતી. આ ઉપરાંત કુલ 4,251 MT કાર્ગો હેન્ડલ કરવામાં સક્ષમ રહ્યું, જે ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં હેન્ડલ કરવામાં આવેલા કાર્ગો કરતાં 20% વધુ […]

અમદાવાદમાં વર્ષોથી એક જ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા 1472 કોન્સ્ટેબલોની સાગમટે બદલીઓ

અમદાવાદઃ શહેરના પાલીસ કમિશનરે વિવિધ પોલીસ સ્ટેશનોમાં 6 વર્ષથી ફરજ બજાવતા 1472 જેટલાં પોલીસ કોન્સ્ટેબલોની સાગમટે બદલીઓ કરી છે. જેમાં કેટલાક કોન્ટેબલો પસંદગીના પોલીસ સ્ટેશનમાં બદલી થતાં આનંદ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે કેટલાક કોન્સ્ટેબલોની પોતાના ધરથી દુરના પોલીસ સ્ટેશનમાં બદલી થતાં કચવાટ પણ ઊભો થયો છે. અમદાવાદ શહેરમાં પોલીસ કોન્સ્ટેબલોની સાગમટે બદલીનો ગંજીફો ચિપાયો […]

અમદાવાદમાં થલતેજ મેટ્રો સ્ટેશનથી અન્ય વિસ્તારોમાં જવા માટે AMTS દ્વારા સરક્યુલર રૂટ શરૂ કરાયો

અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થતાં ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બની છે. ત્યારે નાગરિકો વધુમાં વધુ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરે તે જરૂરી છે. શહેરમાં એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો ટ્રેન સેવા કાર્યરત છે. ત્યારે ત્રણેય સેવાઓ વચ્ચે સંકલનનો અભાવ હતો. મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કરીને પ્રવાસી મેટ્રો સ્ટેશને ઉતર્યા બાદ અન્ય વિસ્તારમાં જવા […]

અમદાવાદમાં 45,989 મહિલાઓને નિરાધાર વિધવા મહિલાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય કરાઈ

નિરાધાર વિધવા મહિલાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય પૂરી પાડવા અમદાવાદ શહેર અને જિલ્લામાં મળી બે વર્ષમાં 45,989 અરજીઓ મંજૂર કરાઇ. રાજ્યની નિરાધાર વિધવા મહિલાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા યોજના અમલમાં મૂકવામાં આવી છે, તેમ મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા […]

અમદાવાદમાં પાનની પિચકારી મારી ગંદકી ફેલાવનારા વધુ 104 લોકો પાસેથી 10,950નો દંડ વસુલાયો

અમદાવાદઃ શહેરના જાહેર રોડ પર પાન કે મસાલાની પિચકારી મારીને અથવા થુંકીને ગંદકી ફેલાવનારાઓ માટે છેલ્લા કેટલાય દિવસથી  મ્યુનિ.કોર્પોરેશને ઝૂંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત શનિવારે જાહેરમાં પાન-મસાલા ખાઈને પિચકારી મારનારા વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી ઝૂંબેશના ભાગરૂપે 104 લોકો પાસેથી 10,950 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. અને આગામી દિવસોમાં હજુ પણ આ ઝૂંબેશ ચાલુ રાખવામાં […]

અમદાવાદમાં કાળુપુર રેલવે સ્ટેશનને સૂર્ય મંદિરની થીમ પર 4000 કરોડના ખર્ચે રિ-ડેવલપ કરાશે,

અમદાવાદઃ શહેરના કાલુપુર રેલવે સ્ટેશનને રૂપિયા 4 હજાર કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરવાનો નિર્ણય કરાયો છે. કાળુપુરના સ્ટેશનની ડિઝાઇન ન્યુયોર્કના હડસન હાઇલાઇન પાર્ક પરથી તૈયાર કરવામાં આવી છે. કાલે તા. 26 ફેબ્રુઆરીને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી કાળુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરાશે. કાલુપુર રેલવે સ્ટેશન મોઢેરાના સૂર્યમંદિરની થીમ પર બનાવવામાં આવશે. એરપોર્ટ કરતાં […]

અમદાવાદઃ એનઆઈએમસીજે દ્વારા રવિવારે મીડિયોત્સવ-2024 યોજાશે

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે) અમદાવાદ, દ્વારા આગામી રવિવાર, 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિદ્યાપીઠના પરિસરમાં મીડિયોત્સવ-2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મીડિયા શિક્ષણ સંસ્થાઓ તેમજ અન્ય અભ્યાસક્રમો ચલાવતી કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે. મીડીયોત્સવ-૨૦૨૪ના કો-ઓર્ડીનેટર અને પ્રાધ્યાપક નિલેશ શર્માએ જણાવ્યું હતું કે મીડિયોત્સવ-૨૦૨૪નું આયોજન […]

અમદાવાદમાં એલિસબ્રિજનું 26,78 કરોડના ખર્ચે મજબુતીકરણ કરીને હેરિટેજ સ્થળ તરીકે વિક્સાવાશે

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં અંગ્રેજોના શાસનકાળમાં બનેલો 130 વર્ષ જૂનો ઐતિહાસિક એલિસબ્રિજને વર્ષોથી વાહન વ્યવહાર માટે બંધ કરાયેલો છે. આ બ્રિજ હેરિટેજ સમો હોવાથી તેની જાળવણી માટે દરકાર લેવામાં આવી રહી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એલિસબ્રિજનું રૂ. 26.78 કરોડના ખર્ચે મજબૂતીકરણ કરવામાં આવશે. એલિસબ્રિજને મજબૂત કર્યા બાદ વચ્ચેનો ભાગ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આર્ક્ટિક્ચરલ એલીમેન્ટસ અંતર્ગત […]

અમદાવાદના મણિનગરમાં જવેલર્સની શોપ પર લૂંટારૂ ત્રાટક્યા, રિવોલ્વરની અણિએ 11.63 લાખની લૂંટ

અમદાવાદઃ શહેરમાં મણિનગરમાં ભૈરવનાથ ચાર રસ્તા પાસે જય ભવાની જવેલર્સ નામની દુકાનમાં રાતના નવેક વાગ્યાની આસપાસ ચાર અજાણ્યા લૂંટારૂ શખસો ઘુસી આવ્યા હતાં. અને એક ઇસમએ રિવોલ્વર કાઢીને જવેલર્સ અમૃત માળી સામે ધરી દીધી હતી. જ્યારે અન્ય એક લૂંટારૂ શખસે ઝપાઝપી કરીને ઇસકો ઠોક દે તેવું કહેતા જવેલર્સ ગભરાઇ ગયા હતાં. અને તેમણે આ લુંટારૂઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code