1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રી મહોત્સવ સ્પર્ધામાં વિજેતા સોસાયટીઓને ઈનામો અપાશે

એએમસી દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા આયોજન કરાયુ, નવરાત્રિ પર્વ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પડશે, રહેણાંક વિસ્તાર તથા સામૂહિક ગરબા એમ બે કેટેગરીમા સ્પર્ધા યોજાશે અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે આ વખતે સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા-2025નું આયોજન કરવામાં આવ્યુ છે. નવરાત્રિ પર્વ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પડશે. શહેરના રહેણાંક વિસ્તાર […]

અમદાવાદમાં નમો અમૃત મહા આરોગ્ય શિબિરની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત

વડાપ્રધાન મોદીના જન્મદિને ભાજપ દ્વારા યોજાઈ આરોગ્ય શિબિર, મુખ્યમંત્રીના હસ્તે દિવ્યાંગોને સાધન સહાય કીટનું વિતરણ કરાયુ, આંખની તપાસ અને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ પણ કરાયુ  અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત “નમો અમૃત મહા આરોગ્ય શિબિર”ની મુલાકાત લઈને દિવ્યાંગોને સાધન સહાય કીટનું વિતરણ કર્યું હતું. આ […]

અમદાવાદમાં 24 લાખથી વધુ E-ચલણ પેન્ડિંગ, ઘીકાંટા કોર્ટમાં દંડ ભરવા ટ્રાફિક સેન્ટર શરૂ કરાયું

અગાઉ પોલીસ કમિશનર ઓફિસ ખાતે દંડ ભરી શકાતો હતો, ટ્રાફિકનો ભંગ કરેલા વાહનચાલકોએ 160 કરોડના મેમો ભર્યા નથી, ઘીકાંટા કોર્ટમાં સેન્ટર શરૂ કરાતા પ્રથમ દિવસે 68 હજારથી વધુનો દંડ લોકોએ ભર્યો અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને ઈ-મેમો આપવામાં આવે છે. સીસીટીવી કેમેરા દ્વારા પણ ટ્રાફિકભંગના ફોટા પાડીને વાહનમાલિકોને તેમના મોબાઈલ ફોન પર ઈ-મેમો […]

અમદાવાદમાં નવા વાડજમાં AMTS બસ ડેપોની દીવાલ ધસી પડતા યુવાનનું મોત

સ્થાનિક રહિશોએ દીવાલ જર્જરિત હોવાથી તંત્રને વારંવાર રજુઆતો કરી હતી, દીવાલ નજીક બેઠેલા 30 વર્ષીય યુવાન કાટમાળમાં દટાયો, મ્યુનિના તંત્ર સામે સ્થાનિક લોકો રોષે ભરાયા અમદાવાદઃ શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલા એએમટીએસના બસ ડેપોની દીવાલ ધરાશાયી થતાં દીવાલ નજીક બેઠેલો એક યુવાન કાટમાળમાં દટાયો હતો. આ બનાવથી આજુબાજુના રહેતા સ્થાનિક રહિશો દોડી આવ્યા હતા. અને […]

અમદાવાદમાં વિરાટનગર બ્રિજ નીચેથી લકઝરી કારમાં બિલ્ડરની લાશ મળી, 3ની ધરપકડ

બિલ્ડર અને પાટીદાર અગ્રણી હિંમતભાઈ રૂડાણી તિક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ, હત્યાબાદ તેમની મર્સિડિઝ કારમાં મૃતદેહ મુકીને હત્યારા ફરાર થયા,   પોલીસે ત્રણ આરોપીને રાજસ્થાનના શિરોહીથી ઝડપી લીધા અમદાવાદઃ શહેરના વિરાટનગર બ્રિજ નીચેથી પાર્ક કરેલી કારમાં હત્યા કરાયેલી હાલતમાં બિલ્ડર હિંમત રૂદાણીનો મૃતદેહ ગઈ મોડી રાત્રે મળ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ ઓઢવ પોલીસ સહિત […]

અમદાવાદમાં 22મી સપ્ટેમ્બરથી વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ યોજાશે

ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં પરંપરા, સંસ્કૃતિ અને ભક્તિનો ભવ્ય ઉત્સવ, નવરાત્રીના પ્રથમ દિને ‘આહવાન મા આદ્યા શક્તિ’ થીમ પર ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન, ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કલાકારોનું શાનદાર પ્રદર્શન  અમદાવાદઃ ગુજરાત ટુરિઝમના ઉપક્રમે વાઇબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ 2025નું આયોજન કરાયુ છે. આગામી તા. 22 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર 2025 દરમિયાન અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવ યોજાશે. આ વર્ષની થીમ ‘આહવાન મા આદ્યા શક્તિ’ […]

અમદાવાદના લો ગાર્ડન હેપી સ્ટ્રીટમાં 72 પરવાનેદારોને 15000 માસિક ભાડામાં જગ્યા ફાળવાઈ

પરવાનેદારો પાસે અગાઉની કેટલી રકમ લેહણી છે, તે અંગે મ્યુનિ.અધિકારી અજાણ, છ વર્ષ પહેલા પરવાનેદારોએ માસિક રુપિયા 1.25 લાખ ભાડુ ભરવા તૈયારી હતા, વધુ પડતા ભાડાને લઈને ફૂડ વેન્ડર્સ કોર્ટમાં ગયા, ત્યારબાદ 25000 ભાડુ નક્કી કરાયું હતું અમદાવાદઃ શહેરના લો ગાર્ડન પાસેની ગલીમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હેપી સ્ટ્રીટ નામ આપીને ફુડ પ્લાઝા બનાવવામાં આવી છે. જેમાં […]

અમદાવાદના એસપી રિંગ રોડ પર નિકોલ પાસે પૂરઝડપે કારએ સ્કૂટરને અડફેટે લીધુ

સ્કૂટરને અડફેટે લીધા બાદ કારએ પલટી ખાધી, કાર અને સ્કૂટરચાલકને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા, SP રિંગરોડ નિકોલ પાસે અકસ્માતના લીધે ટ્રાફિકજામ સર્જાયો અમદાવાદઃ શહેરમાં ઓવરસ્પીડમાં વાહનો ચલાવવાને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના એસપી રિંગ રોડ પર નિકોલ ચાર રસ્તા નજીક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવેલી કાર […]

અમદાવાદમાં પીએમ આવાસ યોજનામાં ભાડે અપાયેલા 25 મકાનોને સીલ લાગ્યા

મકાનોમાં મુળ લાભાર્થીને બદલે ભાડૂઆતો રહેતા હતા, એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા 5590 મકાનોની તપાસ કરાઈ, 321 આવાસધારકોને શોકોઝ નોટિસ અપાઈ અમદાવાદઃ શહેરમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓ મકાનો મેળવીને તેને ભાડે આપી દેતા હોય છે. આ અંગેની ફરિયાદો મળતા એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા  શહેરના સાત ઝોનમાં 5590 આવાસમાં તપાસ કરાઈ હતી. આ પૈકી  ભાડે અપાયેલા […]

અમદાવાદમાં નવરાત્રીના ગરબા આયોજકો માટે ફાયર વિભાગે SOP જાહેર કરી

ફાયર, પોલીસ અને અન્ય વિભાગનું NOC ફરજિયાત, ખેલૈયાઓની સંખ્યાનો રેકોર્ડ પણ રાખવો પડશે, પંડાલની કેપેસીટી મુજબના વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે, અમદાવાદઃ નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા નવરાત્રી ગરબા આયોજકો માટે ખાસ એસઓપી જોહેર કરવામાં આવી છે, જેમાં ગરબા આયોજકોએ ફાયર, પોલીસ અને અન્ય સંબંધિત વિભાગો પાસેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code