1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં પોલીસ કમિશનર કચેરીની પાસે મંદિરમાં ચોરી, ચાંદીનું છત્તર અને રોકડની ઉઠાંતરી

અમદાવાદ: શહેરમાં જાણે તસ્કરોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન શહેરના માધુપુરા વિસ્તારમાં આવેલી પોલીસ કમિશનર કચેરીની બરાબર સામે જ આવેલા અંબાજી મંદિરમાં ચોરીની ઘટના બની છે. શહેરના પોલીસ વડાની કચેરી નજીક જ બનેલા આ બનાવથી સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પૂર ઝડપે કારે સ્કૂટરને મારી ટક્કર, બે યુવાનો ઘવાયા

સ્કૂટરસવાર એક યુવક ઉછળીને કારના કાચ પર પડ્યો ઈજાગ્રસ્ત બન્ને યુવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા પોલીસે વેગનઆર કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય  છે. જેમાં શહેરના રિવરફ્રન્ટ પર નાશાબાજ કારચાલકે એક્સેસ સ્કૂટરને ટક્કર મારતા સ્કૂટર સવાર બન્ને યુવાનો ઘવાયા હતા. કારની ટક્કરથી સ્કૂટરચાલક ઉછળીને કારના બોનેટ […]

અમદાવાદમાં વૃદ્ધ પિતાની સંભાળ માટે રાખેલો કેરટેકર ઘરમાં ચોરી કરીને નાસી ગયો

રાજસ્થાની યુવાનને દૈનિક 650ના પગારે વદ્ધ પિતાની સંભાળ માટે કામે રાખ્યો હતો રોકડ સહિત લાખોની મત્તા સાથે કેરટેકર રાજસ્થાન પાસિંગની કારમાં નાસી ગયો પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા નવરંગપુરામાં રહેતા એક પરિવારે વૃદ્ધ પિતાની સેવા-ચાકરી માટે રાખવામાં આવેલો કેરટેકરે જ વેપારીના ઘરમાં હાથફેરો કરી, લાખો રૂપિયાના દાગીના […]

અમદાવાદમાં ટેક્સટાઈલ ગૃપ પર ઈન્કમટેક્સના દરોડા, 35 સ્થળોએ સર્ચ કરાયું

બિનહિસાબી વ્યવહારો અને કરચોરી પકડાવવાની શક્યતા રાજકોટથી આઈટીના અધિકારીઓએ અમદાવાદમાં દરોડા પાડ્યા બેંક ખાતા, લોકરો સીઝ કરવાની કાર્યવાહી કરાઈ અમદાવાદઃ શહેરમાં ઈન્કમટેક્સના અધિકારીઓએ ટેક્સટાઈલ્સ ગૃપ પર વહેલી સવારથી સર્ચની કાર્યવાહી હાથ ધરી છે. મેન્યુફેકચરીંગ ટેકસટાઇલ્સ ગૃપ પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. દરોડાની કાર્યવાહીમાં રાજકોટ સહિત અન્ય શહેરના આઈટીના અધિકારીઓ પણ જોડાયા છે. મોટી […]

અમદાવાદમાં 105 ખાનગી શાળાઓના સંચાલકોએ માંગ્યો ફી વધારો

ખાનગી શાળાના સંચાલકોએ ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરી અમદાવાદ શહેરી વિસ્તારની 75 અને ગ્રામ્યની 30 શાળાઓએ માંગ્યો ફી વધારો DEO કચેરી ફી વધારાની દરખાસ્તના દસ્તાવેજોની તપાસ કર્યા બાદ FRCને મોકલશે અમદાવાદઃ શહેર અને ગ્રામ્ય વિસ્તારની કુલ 105 જેટલી ખાનગી શાળાના સંચાલકોએ આગામી ત્રણ વર્ષ માટે ફી વધારાની માંગણી સાથે ફી રેગ્યુલેટરી કમિટી (FRC) […]

અમદાવાદમાં મોડી રાતે ફ્લેટમાં ત્રણ મિત્રોએ મજાકમાં કર્યું ફાયરિંગ, સગીરને વાગી ગોળી

સગીર યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો બે મિત્રોએ પોલીસના ડરથી દેશી તમંચો કચરામાં ફેંકી દીધો રાતના સન્નાટામાં ફાયરિંગનો અવાજ સાંભળીને રહીશો પણ બહાર દોડી આવ્યા અમદાવાદઃ  શહેરના લાંભા વિસ્તારમાં આવેલી શિવાલી રેસીડેન્સીના એક ફ્લેટમાં મોડી રાત્રે ત્રણ મિત્રો એકબીજા સાથે મસ્તી કરી રહ્યા હતા ત્યારે દેશી તમંચામાંથી અચાનક ફાયરીંગ થતાં એક સગીરને ગોળી વાગતા ગંભીર […]

અમદાવાદમાં સુભાષબ્રિજ 15મી ડિસેમ્બર સુધી બંધ રહેશે, રિપાર્ટ બાદ સરકાર નિર્ણય લેશે

ચાર એજન્સીઓ દ્વારા બ્રિજના ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે, બ્રિજના તમામ પિસર અને તમામ સ્પાનના ઇન્ટિગ્રિટી ટેસ્ટ કરાશે, તમામ ટેસ્ટ પૂર્ણ થઈ ગયા બાદ બ્રિજ અંગેનો નિર્ણય લેવાશે અમદાવાદઃ શહેરના સુભાષબ્રિજમાં તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જતા કેટલાક દિવસથી સુભાષબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બ્રિજના ઈન્સ્પેક્શન માટે જુદી જુદી ચાર એજન્સીઓને કામ […]

અમદાવાદના થલતેજમાં પાર્ક કરેલી કારના કાચ તોડીને રૂપિયા 9.20 લાખની ચોરી

NRI પરિવાર પેલેડીયમ મોલમાં ખરીદી કરવા ગયો અને કારમાં ચોરી થઈ અમેરિકા રહેતો પરિવાર લગ્નમાં અમદાવાદ આવ્યો હતો પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા એસજી  હાઇવે પર પેલેડિયમ મોલ નજીક સર્વિસ રોડ પર પાર્ક કરેલી કારના કાચ તોડીને 9.20 લાખની મત્તાની ચોરીનો બનાવ બન્યો છે. અમેરિકા રહેતા એનઆરઆઈ […]

અમિત શાહ આજે અમદાવાદમાં એક હજાર 500 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક હજાર 500 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. જેમાં આવાસ, માળખાગત સુવિધાઓ અને જાહેર સુવિધાઓનો સમાવેશ થાય છે.દિવસભર ચાલનારા કાર્યક્રમો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ મહાનગરપાલિકાના […]

અમદાવાદમાં ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના સાથે મુસ્લિમ મહિલાઓ યોગાભ્યાસમાં બની સહભાગી

યોગ એ ધાર્મિક માન્યતાઓથી ઉપર માનવ સ્વાસ્થ્ય-કલ્યાણ સાથે જોડાયેલો છે, યોગ બોર્ડના કાર્યક્રમથી મેદસ્વિતા મુક્ત ગુજરાત‘ અભિયાનને સફળતા મળી મુસ્લિમ મહિલાઓની યોગમાં સહભાગી સમાજમાં એકતા અને સૌહાર્દનો મજબૂત સંદેશો આપે છે અમદાવાદઃ તંદુરસ્ત સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે ધર્મ કે જાતિ કોઈ અવરોધ બનતા નથી. સમગ્ર સૃષ્ટિ એક પરિવાર છે, ‘વસુધૈવ કુટુંબકમ્’ની આ જ ભાવના સાથે અમદાવાદ ખાતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code