1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં ભર ઉનાળે વાયરલ ઈન્ફેક્શન, ઝાડા-ઊલટી, અને હીટ સ્ટ્રોકના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચતા શહેરીજનોમાં વાઈરલ ઈન્ફેક્શન, ઝાડા-ઊલટી, ટાઈફોડ, અને હીટ સ્ટ્રોકના કેસમાં વધારો ઝોવા મળી રહ્યો છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં માત્ર વાયરલ ઈન્ફેક્શનના 15થી વધુ કેસ નોંધાયા હતા. મ્યુનિ. સંચાલિત હોસ્પિટલો અને ખાનગી દવાખાનાંમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ગરમીથી બચવા લોકોને બપોરના સમયે […]

અમદાવાદમાં ગરમીને લીધે અટલબ્રિજ, રિવરફ્રન્ટ અને ગાર્ડન રાતના 11 વાગ્યા સુધી ખૂલ્લા રહેશે

અમદાવાદઃ શહેરમાં તાપમાન વધતું જાય છે. શહેરીજનો ઠંડક મેળવવા માટે રાત્રે ઘરની બહાર નીકળીને બગીચાઓ, રિવરફન્ટ સહિતના સ્થળે નવરાશની પળ વિતાવતા હોય છે. હવે તો ઉનાળાનું વેકેશન પણ પડી રહ્યું છે. ત્યારે લોકો બગીચાઓ, રિવરફ્રન્ટ કે અટલબ્રિજમાં ફરી શકે તે માટે મોડી રાત સુધી ખૂલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ […]

અમદાવાદના માણેકચોકમાં 6.50 લાખની લૂંટ કરી નાસી ગયેલા 3 શખસો મુંબઈથી પકડાયા

અમદાવાદઃ શહેરમાં માણેકચોકમાં 6.50 લાખ રૂપિયા સાથેની થેલીનો ચીલઝડપનો બનાવ બન્યો હતો. એક વ્યક્તિ કાપડની થેલીમાં રૂપિયા 6,50 લાખની રોકડ સાથે જઈ રહી હતી. ત્યારે કેટલાક શખસો રોકડ સાથેની થેલી ઝૂંટવીને પલાયન થઈ ગયા હતા. આ બનાવમાં પોલીસ ફરિયાદ બાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ત્રણ શખસોને દબોચી લીધા હતા. હજુ પાંચ આરોપી નાસતા ફરે છે. […]

અમદાવાદમાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 73500 અને ચાંદીના કિલોએ 81000 વટાવ્યા

અમદાવાદઃ વૈશ્વિક બજારોમાં તેજીને લીધે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદમાં સોનાના ભાવે રેકોર્ડ કર્યો છે. હાજર સોનાની કિંમત રૂ. 500 વધી રૂ. 73500 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચી છે. તેમજ ચાંદી રૂ. 81000 પ્રતિ કિગ્રાની સપાટીએ સ્થિર રહી હતી. સોનાના ભાવમાં વધારો થતાં લોકોમાં સોનાની ખરીદી ઘટી છે. શહેરના જ્વેલર્સમાં સોનાના દાગીનાની ઘરાકી […]

અમદાવાદના કાંકરિયા ક્રોસ રોડના ટ્રાફિક સિગ્નલો પર પાણીના છંટકાવ કરતા સ્પ્રિંકલર લગાવાયા

અમદાવાદઃ શહેરમાં લોકોને ઉનાળો આંકરી ગરમીનો અહેસાસ કરાવી રહ્યો છે. તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. અને એપ્રિલના અંત સુધીમાં તો તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા છે. ત્યારે રોડ પર વાહનો સાથે જતાં લોકોને ગરમીથી રાહત આપવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કાંકરિયા વિસ્તારમાં આવેલા પુષ્પકુંજ ચાર રસ્તા ઉપર સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. જેના […]

અમદાવાદના કૂબેરનગરમાં પાણીની સમસ્યા, લોકોએ માટલાં સાથે મ્યુનિ કચેરીમાં જઈ કર્યો વિરોધ

અમદાવાદઃ શહેરમાં વધતા જતાં તાપમાન સાથે પાણીનો વપરાશ પણ વધાતો જાય છે. શહેરના કેટલાક વિસ્તારોમાં તંત્રના વાંકે લોકોને પાણીની સમસ્યા ભાગવવી પડે છે. જેમાં કુબેરનગર વિસ્તારમાં રહેતાં 50 હજારથી વધુ રહીશો છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અસારવા વિસ્તારમાં બનેલી નવી પાણીની ટાંકીમાંથી પીવાનું પાણી રહીશોને મળે તેના માટે એક કરોડથી […]

અમદાવાદ APMCમાં માત્ર શાકભાજી નહીં પણ ફળોના ભાવમાં પણ વધારો

અમદાવાદઃ ગુજરાતમાં તાપમાન વધવાની સાથે જ લીલા શાકભાજીની આવક ઘટતાં અમદાવાદ સહિત તમામ શહેરોમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે, આ ઉપરાંત હવે ફળોના ભાવમાં પણ વધારો થયો છે. અમદાવાદની APMC  ફ્રુટ માર્કેટમાં લીલી દ્રાક્ષ, પાકી કેરી, મોસંબી, પપૈયા, લિચી, સીતાફળ, શક્કરટેટી વગેરે જેવા ઉનાળું ફળના ભાવમાં 5 થી 10 ટકાનો વધારો નોંધાયો છે. સફરજન, કાળી […]

ક્ષત્રિય સમાજની 5 મહિલાઓને બોપલમાં નજર કેદ કર્યા બાદ પોલીસ તેમના વતનમાં મુકી આવી

અમદાવાદઃ  રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના મુદ્દે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની જીદ પકડી છે. જ્યારે ભાજપ ક્ષત્રિય સમાજની આ માગણી સ્વીકારવા માગતું નથી. ત્યારે ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરવાનું એલાન આપ્યા બાદ  પાંચ જેટલી ક્ષત્રિય મહિલાઓ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવી હતી. પોલીસને […]

અમદાવાદમાં કોંક્રિટના જંગલસમા વિસ્તારોમાં લીલાછમ વૃક્ષો કેટલા ? AMC દ્વારા ગણતરી કરાશે

અમદાવાદઃ શહેરમાં વધતી જતા વસતીને લીધે હાઈરાઈઝ બિલ્ડિંગો પણ વધી રહ્યા છે. અને શહેરી વિસ્તાર કોંક્રિટનું જંગલ બની ગયો છે. ચારેતરફ ઉંચી ઉંચી ઈમારતોને લીધે રસ્તા સુધી સૂર્યનો તડકો પણ પહોંચતો નથી. સાથે વિકાસના કામોને લીધે લીલાછમ વૃક્ષો પણ બેરોકટોક કપાયા છે. એટલે શહેરના ગ્રીન કવરમાં ઘટાડો થયો છે. શહેરમાં વૃક્ષોની સંખ્યા ઘટવાને લીધે પર્યાવરણના […]

અમદાવાદમાં ગરમીને લીધે ગુલાબ, જાસ્મિન સહિત ફુલોના ભાવમાં તોતિંગ વધારો

અમદાવાદઃ રાજ્યના તમામ મહાનગરોના ફુલ બજારોમાં ગરમીને લીધે ફૂલોની આવકમાં ઘટાડો થયો છે. તેના લીધે ભાવમાં વધારો થયો છે.  ઉનાળામાં ગરમી વધતા જ ફૂલોના ભાવ બમણા થઈ જતા હોય છે. કારણ કે, ગરમીના લીધે ફૂલો ઝડપથી સૂકાઈ જાય છે અથવા જલ્દીથી કરમાવા લાગે છે. ત્યારે અમદાવાદ શહેરના જમાલપુર માર્કેટમાં આવેલા ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં  તોતિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code