1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદના 60થી વધુ પદયાત્રી સંઘો ભાદરવી પૂનમના દર્શન માટે અંબાજી જવા રવાના

પદયાત્રીઓ માટે હિંમતનગર સુધી 100થી વધુ કેમ્પ કાર્યરત, અંબાજી સુધી કુલ 250 ટેન્ટ, 30 મોબાઇલ ટોઇલેટ, 15 ભંડારા માટે ટેન્ટ શરૂ થયા, વ્યાસવાડી સંઘ અને લાલ દંડાવાળો સંઘ પણ અંબાજી જવા રવાના અમદાવાદઃ ભાદરવી પૂનમને હવે ચાર-પાંચ દિવસ બાકી રહ્યા છે, ત્યારે અનેક પગપાળા સંઘો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. અમદાવાદમાંથી 60 જેટલા સંઘો […]

અમદાવાદના સરખેજમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેકટરી પકડાઈ

પોલીસે બોટલો, કેમિકલ, મોટા બેરલો અને દારૂની કંપનીનાં સ્ટીકરો જપ્ત કર્યા, બોટલો પર બ્રાન્ડેડ કંપનીઓના રેપર લગાવીને નકલી દારૂ ભરી વેચાણ કરતા હતા, ત્રણ મહિનાથી મકાન ભાડે લઈને દારૂ બનાવવામાં આવતો હતો અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાયે રોજબરોજ લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડાય છે. બુટલેગરો હવે પરપ્રાંતમાંથી વિદેશી દારૂ લાવવાને બદલે બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર લગાવીને […]

અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટના થાંભલામાં વીજ કરંટથી યુવાનના મોતના કેસમાં કોન્ટ્રાકટર સામે FRI

એએમસીએ સ્ટ્રીટ લાઈટના પોલના મેઈન્ટેનન્સ માટે કોન્ટ્રાકટ આપેલો છે, સ્ટ્રીટ લાઈટના થાંભલાને અર્થિંગ આપવા સહિત અન્ય સુરક્ષા નહોતી, સ્ટ્રીટ લાઈટ અંગે મ્યુનિને મહિનામાં 5000થી વધુ ફરિયાદો છતાંયે પગલાં ન લેવાયા અમદાવાદઃ શહેરમાં સ્ટ્રીટ લાઈટ્સના મેન્ટેનન્સ માટે મ્યુનિ.કોર્પોરેશનને કોન્ટ્રાક્ટ આપેલો છે. ત્યારે શહેરના ઘી કાંટા વિસ્તારમાં દૂધવાળી પોળ પાસે અઢી મહિના પહેલા વરસાદમાં સ્ટ્રીટ લાઈટના પોલમાં […]

અમદાવાદમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 2.56 કરોડનું સોનું પકડાયું

દુબઇથી ઇન્ડિગો ફ્લાઈટમાં પ્રવાસી 65 કિલો સોનાની પેસ્ટ મોજાંમાં છુપાવી આવ્યો હતો, કસ્ટમ વિભાગે એક પુરુષ અને બે મહિલા સહિત કુલ 3 પ્રવાસીની ધરપકડ કરી, કસ્ટમ એક્ટ 1962 હેઠળ તમામ મુદ્દામાલ જપ્ત કરાયા અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓ પાસેથી સોનું પકડવાના બનાવો અવારનવાર બને છે. ખાસ કરીને દૂબઈથી આવતી […]

અમદાવાદના શાસ્ત્રીબ્રિજ પરનો એક તરફનો વાહન વ્યવહાર 10 દિવસ માટે બંધ કરાયો

બ્રિજ પર નિરીક્ષણ માટે મશીનરી મુકાશે, નારોલથી વિશાલા સર્કલ તરફ જતો એક તરફનો માર્ગ વાહનો માટે પ્રતિબંધ, માત્ર વિશાલા જંકશનથી નારોલ તરફનો જ બ્રિજનો એક તરફનો ભાગ ચાલુ રહેશે  અમદાવાદઃ શહેરના 82 જેટલા બ્રિજની મજબતાઈ તપાસવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 4 એજન્સીઓને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ત્યારે શહેરના નારોલ-વિશાલા- સરખેજ નેશનલ હાઇવે નંબર 8 પર સાબરમતી […]

અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યું

નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરી આશીર્વાદ લીધા, નવા વાડજમાં અર્બન ફોરેસ્ટમાં વૃક્ષારોપણ કરી લોકો સાથે શુભેચ્છા મુલાકાત લીધી, રીનોવેશન કરેલા સરદારબાગનું પણ લોકાર્પણ કર્યું અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે છે. આજે રવિવારે  અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યુ હતુ. જેમાં ગોતા વોર્ડમાં અર્બન […]

અમદાવાદ શહેરના 82 બ્રિજના ઈન્સ્પેક્શન માટે 4 એજન્સીઓને કોન્ટ્રાક્ટ અપાયો

એએમસી દ્વારા દર વર્ષે બ્રિજોના નિયમિત ઇન્સ્પેક્શન માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, વર્ષ 2005 પછી બનેલા બ્રિજ માટે પ્રતિ ચો.મી. રૂ 32.5 ચૂકવાશે, ઈન્કટેક્સ નજીક ગાંધી બ્રિજના રીપેરીંગ કામ શરૂ કરાયું, અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા 82 બ્રિજનું મજબુતાઈથી લઈને સ્ટ્રક્ચર સુધીનું નિરીક્ષણ કરવા માટે 4 એજન્સીઓને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કાર સોંપવામાં આવ્યું છે. ખાનગી એજન્સીઓ […]

અમદાવાદમાં વિવિધ સ્થળોએ ગણેશજીના વિસર્જન માટે 49 કૃત્રિમ કુંડ તૈયાર કરાયા

વિસર્જન સ્થળોએ લાઇટ, સિક્યુરિટી અને ફાયર બ્રિગેડ જેવી તમામ સુવિધાઓ ગોઠવાઈ, નદીમાં વિસર્જન કરતા લોકોને રોકવા માટે પોલીસને સુચના અપાઈ, રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ પર લોકોના અવરજવર પર પ્રતિબંધ અમદાવાદઃ શહેરમાં મોટાભાગની રહેણાક સોસાયટીઓ અને લોકોએ પોતાના ઘરમાં ગણપતિજીની સ્થાપના કરી છે. અને રંગેચંગે ગણેશોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરમાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે મ્યુનિસિપલ […]

અમદાવાદમાં SG હાઈવે પર YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ 6 મહિના માટે બંધ કરાયો

એસજી હાઈવે પર ફ્લાઈઓવર બ્રિજની કામગીરીને લીધે રોડ બંધ કરાયો, YMCAથી રોડ બંધ કરાતા મુમતપુરા અને એસ. જી. હાઇવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો, ઈસ્કોનથી સરખેજ તરફ જવાનો માટેનો રોડ ચાલુ રખાયો અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થતાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવારૂપ બની રહી છે. ત્યારે શહેરના એસજી હાઈવે પર ફ્લાયઓવરની કામગીરી ચાલી […]

અમદાવાદના નવા નરોડામાં ગણેશ સ્થાપના સમયે સ્લેબ ધરાશાયી થતાં 10 પટકાયાં

બાપા સીતારામ ચોક પાસે ગણોશોત્સવનું આયોજન કરાયું હતું, કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતાં ત્રણ બાળકો, મહિલાઓ ભોંયરામાં પટકાયા, ફાયર વિભાગના જવાનોએ ઇજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા અમદાવાદઃ શહેરના નવા નરોડા વિસ્તારમાં ગઈ મોડી રાત્રે ગણેશ સ્થાપના સમયે કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની હતી. બાપા સીતારામ ચોક પાસે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ખૂબ મોટા પાયે ભગવાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code