1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં આવાસ યોજનામાં ભાડે અપાયેલા 21 મકાનોને હાઉસિંગ એસ્ટેટ વિભાગે સીલ કર્યા

ગેરકાયદે રહેતા 174 લોકોને નોટિસ ફટકારી, શહેરના 3,940 મકાનોમાં એસ્ટેટ હાઉસિંગ સેલની ટીમ દ્વારા તપાસ, લાભાર્થીઓ મકાનોને બીજાને ભાડે આપીને પૈસા કમાઈ રહ્યા હતા અમદાવાદઃ ગુજરાતમાં આર્થિકરીતે નબળા વર્ગના મકાન વિહોણા લોકોને સસ્તાદરે  મકાનો આપવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવાસ યોજનાઓ બનાવીને લાભાર્થીઓને મકાન ફાળવવામાં […]

નકલી કોલ સેન્ટર મામલે અમદાવાદ, જયપુર, જબલપુર અને પુણેમાં અનેક સ્થળોએ EDના દરોડા

મેગ્નેટેલ બીપીએસ કન્સલ્ટન્ટ્સ એન્ડ એલએલપી નામના નકલી કોલ સેન્ટર સાથે સંબંધિત સાયબર છેતરપિંડીની તપાસના સંદર્ભમાં, ED, મુંબઈ ઝોનલ ઓફિસે અમદાવાદ, જયપુર, જબલપુર અને પુણેમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી પુણે સાયબર પોલીસે નોંધેલી FIRના આધારે કરવામાં આવી હતી, જેમાં 8 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. FIR મુજબ, આ નકલી કોલ સેન્ટર જુલાઈ […]

અમદાવાદમાં 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવા માટે 3.90 કરોડનો ખર્ચ કરાશે

એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુરી અપાઈ, બ્રિજ તોડવાની કામગીરી પહેલા ટ્રાફીક સર્વે કરાશે, છ મહિનામાં હાટકેશ્વર બ્રિજ સંપૂર્ણપણે તૂટી જશે,  અમદાવાદઃ શહેરમાં પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર બ્રિજ 42 કરોડના ખર્ચે બનાવ્યા બાદ બ્રિજ ક્ષતિગ્રસ્ત બનતા કોન્ટ્રાકટની લાપરવાહી અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. અને આ મામલે ભારે હોબાળો મચતા તેમજ સ્ટ્રકચર નિષ્ણાતોના રિપોર્ટ બાદ નવો બ્રિજ તોડી નાંખવાનો […]

અમદાવાદમાં વર્ષ 2010 પહેલાના 38 ઓવરબ્રિજનું ઈન્સ્પેક્શન કરીને રિપોર્ટ અપાશે

શહેરમાં 16 બ્રિજના ઇન્સ્પેક્શન રિપોર્ટ ત્રણ મહિને પણ અપાયો નથી, બ્રિજને મરામતની જરૂ હોય તો ત્વરિત કામગીરી કરાશે, સાબરમતી નદી પર બે ઓવરબ્રિજનું લોડ ટેસ્ટ કરાશે  અમદાવાદઃ  વડોદરા નજીક મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા મહી નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના વર્ષ 2010 પહેલા બનેલા તમામ બ્રિજનું ઈન્સ્પેક્શન કરાવવાનો […]

અમદાવાદમાં સિનિયર સિટિઝનોએ ફ્રી પાસ લેવા માટે BRTS બસ સ્ટેન્ડ પર લાઈનો લાગાવી

સિનિયર સિટિઝન્સ વહેલી સવારથી ફ્રી પાસ લેવા આવી જાય છે, લાંબી લાઈનોને લીધે બપોર સુધી પ્રતિક્ષા કરવા છતાંયે નંબર લાગતો નથી, BRTS દ્વારા પુરતી વ્યવસ્થા ન કરાતા આક્રોશ અમદાવાદ: મ્યુનિ.કોર્પોરેશનના સત્તધિશોએ 65 વર્ષની ઉમરના સિનિયર સિટિઝન્સને એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મફત મુસાફરીની જાહેરાત કરી કર્યા બાદ મફત મુસાફરી માટે સિનિયર સિટિઝન્સને પાસ આપવા માટે શહેરમાં […]

અમદાવાદમાં BRTS અને રિક્ષા વચ્ચે અકસ્માત, બસ રેલિંગ તોડી ડિવાઈડર પર ચડી ગઈ

શહેરમાં રખિયાલના બળિયાકાકા ચાર રસ્તા પાસે બન્યો બનાવ, BRTS બસએ રિક્ષાને ટક્કર મારતા 5 લોકોને ઈજા, પોલીસે બીઆરટીએસ બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ બીઆરટીએસ બસ અને રિક્ષા વચ્ચે સર્જાયો છે.શહેરના રખિયાલ વિસ્તારમાં ગત મોડી રાતે બીઆરટીએસ બસ અને રિક્ષા […]

અમદાવાદમાં સીજી રોડને જોડતા બીજા 6 રોડ 100 કરોડના ખર્ચે ડેવલપ કરાશે

લો ગાર્ડન તેમજ મીઠાખળીને પ્રિસીન્કટ એરીયા તરીકે ડેવલપ કરાશે, 6 રોડ ઉપર પાર્કિંગની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવાશે, 6 રોડને પ્રિસીન્કટ એરિયા તરીકે સ્ટ્રીટ ફર્નિચર સાથે ડેવલોપ કરાશે અમદાવાદ:  શહેરના સીજી રોડને આઈકોનિક રોડ તરીકે ડેવલોપ કર્યા બાદ હવે સીજી રોડને જોડતા મીઠાખળી અને લો ગાર્ડન સહિતના 6 રોડને પણ ડેવલપ કરવામાં આવશે. જેની પાછળ મ્યુનિ.કોર્પોરેશન […]

અમદાવાદમાં શહેર શિક્ષણાધિકારી કચેરીનું વિભાજન થવાની શક્યતા

અમદાવાદ શહેર પૂર્વ અને પશ્વિમ એમ બે કચેરીઓ બનશે, કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા વિગતો મંગાવાઈ, અમદાવાદમાં શહેર વિસ્તારની બે અને જિલ્લાની એક એમ DEOની ત્રણ કચેરી બનશે અમદાવાદઃ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું વિભાજન કરીને ડીઈઓની શહેરના પશ્વિમ અને પૂર્વ વિસ્તારમાં બે કચેરીઓ બનાવવામાં આવે તેવી શક્યતા છે,  છેલ્લા અનેક વર્ષોની માંગણી અને રજૂઆતો તેમજ […]

અમદાવાદમાં વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી ઠગાઈ કરનારા બે શખસોને દબોચી લેવાયા

આધારકાર્ડ આતંકી પ્રવૃતિમાં ઉપયોગમાં લેવાયાનું કહીને વૃદ્ધને ધમકી આપી હતી, વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરીને 3 લાખ RTGS કરાવ્યા હતા, પોલીસે અમદાવાદમાંથી બે શખસોની ધરપકડ કરી, આરોપીઓનું કનેકશન દિલ્હી સુધી અમદાવાદઃ દેશમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. જેમાં મોબાઈલ વિડિયો કોલ કરીને સીબીઆઈ, ઈડી કે ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપીને અવનવા બહાના કાઢીને ગુનામાં સંડોવાયેલા હોવાનું […]

અમદાવાદમાં દર વર્ષે 1000 કરોડનો ખર્ચ છતાંયે રોડ પર ખાડા પડ્યાની 5033 ફરિયાદો મળી

શહેરમાં સામાન્ય વરસાદમાં 838 ભૂવા પડ્યાં, શાસકો પાસે નથી કોઈ જવાબ, સૌથી વધુ ટેક્સ ચૂકવતા પશ્ચિમ ઝોનમાં રોડ તૂટવાની 990 ફરિયાદો મળી, દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 159 ભૂવા પડ્યા  અમદાવાદઃ શહેરના નાગરિકોના ટેક્સથી મ્યુનિ.કોર્પોરેશનને કરોડો રૂપિયાની આવક થાય છે. અને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા  વર્ષે શહેરના રોડ રસ્તાઓ માટે રૂપિયા 1000 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code