1. Home
  2. Tag "ahmedabad"

ઝારખંડથી ફ્લાઈટમાં અમદાવાદ આવીને મોબાઈલફોનની ચોરી કરતા બે શખસો પકડાયા

અમદાવાદ, 9 એપ્રિલ 2026: Two men caught stealing mobile phones શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં મોબાઈલફોનની ચોરી કરતી ગેન્ગને ઝોન-3 ડીસીપીની સ્વોર્ડે પકડી પાડી છે. અમદાવાદમાં આઈપીએલ મેચમાં લોકોના મોબાઈલની ચોરી કરવા માટે ઝારખંડથી ફ્લાઈટમાં બે શખસો અમદાવાદ આવ્યા હતા. બન્ને શખસો મોબાઈલની ચોરી કરવામાં માહેર છે. પોલીસે બન્ને શખસો પાસેથી 21 મોબાઈલફોન કબજે કર્યા છે. પોલીસ […]

અમદાવાદના શાહઆલમમાં AMTS બસે એક્ટિવાને અડફેટે લેતા બે યુવતીનો આબાદ બચાવ

અમદાવાદ, 9 એપ્રિલ 2026: Two girls rescued after AMTS bus hits Activa શહેરમાં શાહઆલમ વિસ્તારમાં બુધવારે સાંજના સમયે એએમટીએસની બસે એક્ટિવાને અડફેટે લેતા એકટિવાસવાર બે યુવતીઓ રોડ પર પલટાઈ હતી. અને બન્ને યુવત પરથી બસનું ટાયર ફરતા-ફરતા સહેજમાં રહી ગયું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. એક્ટિવાસવાર બન્ને યુવતીઓ ચાર રસ્તા […]

અમદાવાદમાં 13 પીઆઈની આંતરિક બદલી કરી બહારથી આવેલા 54ને પોસ્ટિંગ અપાયું

અમદાવાદ, 8 એપ્રિલ 2026: 13 PIs transferred internally and 54 posted from outside શહેર પોલીસ કમિશનર દ્વારા 13 જેટલા પોલીસ ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ કરીને બહાર ગામથી બદવી થઈને આવેલા 54 પોલીસ ઈન્સ્પેક્ટરોને જુદા જુદા સ્થળોએ પોસ્ટિંગ અપાયું છે. આમ શહેરમાં કુલ 67  પીઆઈની બદલી અને પોસ્ટિંગ આપવામાં આવ્યુ છે. પોલીસ કમિશનરે આ વખતે કોઈની પણ […]

અમદાવાદમાં 244 કિલો અખાદ્ય ગણાતો પનીરનો જથ્થો ફુડ વિભાગે કર્યો સીઝ

અમદાવાદ, 8 એપ્રિલ 2026: Food department seizes 244 kg of inedible cheese ગુજરાતમાં નોન ડેરી પ્રોડક્ટ ગણાતા એનાલોગ પનીરનું વેચાણ વધતું જાય છે. એનાલોગ પનીર ડેરી પનીર કરતા સસ્તાભાવે મળતું હોવાથી હોટલ અને રેસ્ટોરન્ટમાં મોટાભાગે એનાલોગ પનીરનો ઉપયોગ કરાતો હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી તમામ હોટલો અને રેસ્ટોરેન્ટ તેમજ ઉત્પાદકો અને […]

અમદાવાદમાં 133 શાળાઓને પેન્ડિંગ રિકવરીના મુદ્દે DEOએ ફટકારી નોટિસ

અમદાવાદ, 7 એપ્રિલ 2026: DEO issues notice to 133 schools  શહેરની 133 જેટલી ગ્રાન્ટેડ શાળાઓએ સરકારી અનુદાન મેળવ્યા બાદ નિયમ મુજબ પરત કરવાની થતી ગ્રાન્ટની રકમ હજુ સુધી જમા કરાવી નથી. આથી શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા શહેરની 133 ગ્રાન્ટેડ શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. ગ્રાન્ટેડ શાળાઓના ખાતાકીય ઓડિટ દરમિયાન સામે આવેલી ₹2.91 કરોડની પેન્ડિંગ […]

અમદાવાદઃ ફત્તેહવાડીના ખેડૂતોની માંગ સંતોષવા સાબરમતી ખાલી કરવાનો નિર્ણય મોકૂફ રખાયો

અમદાવાદ, 4 એપ્રિલ 2026: સાબરમતી નદી પર આવેલા ઐતિહાસિક વાસણા બેરેજના દરવાજા બદલવા અને સુભાષબ્રિજના રિપેરીંગની કામગીરીમાં મોટો અવરોધ ઉભો થયો છે. અગાઉ 1લી એપ્રિલથી નદી ખાલી કરી કામ શરૂ કરવાનું આયોજન હતું, પરંતુ ચૂંટણીના માહોલ વચ્ચે ફત્તેહવાડી વિસ્તારના ખેડૂતોની સિંચાઈના પાણીની માંગણી સ્વીકારી લેવામાં આવતા હવે 15મી એપ્રિલ બાદ જ નદી ખાલી કરી શકાશે. […]

અમદાવાદમાં ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના માતૃશ્રીનું નિધન, સોમવારે બેસણું

અમદાવાદ, 4 એપ્રિલ 2026: ગુજરાત વિધાનસભાની વેજલપુર બેઠકના ધારાસભ્ય અમિત ઠાકરના માતૃશ્રી ગંગા સ્વ. વિજ્યબહેન ધીરજલાલ ઠાકરનું નિધન થયું છે. આજે સવારે સદગતની અંતિમયાત્રા નીકળી હતી. શહેરના બોપલ વિસ્તારમાં ક્રિસ્ટલ એપાર્ટમેન્ટથી આજે સવારે સદગતની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં અમિત ઠાકરના સમર્થકો અને ભાજપના નેતાઓ જોડાયા હતા. શહેરના વેજલપુર સ્મશાનગૃહમાં સદગતની અંતિમવિધી કરવામાં આવી […]

અમદાવાદમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારો ઉમટી પડ્યાં

અમદાવાદ, 2 એપ્રિલ 2026: BJP’s sensitization process for candidate selection  અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાં જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે. આજથી શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. ટિકિટ મેળવવા ઈચ્છુક દાવેદારો વહેલી સવારથી જ નિરીક્ષકો સમક્ષ પોતાની રજૂઆત કરવા માટે ઉમટી પડ્યા હતા. ઉમેદવારોને ધસારો […]

અમદાવાદના કૃષ્ણનગરમાં એએમટીએસ બસે બળદગાડાને અડફેટે લીધુ

અમદાવાદ, 2 એપ્રિલ 2026: AMTS bus hits bullock cart  શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં વધુ એકવાર AMTS બસના ચાલકની બેદરકારીથી અકસ્માત સર્જાયો છે. કૃષ્ણનગર વિસ્તારમાં સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જવાના માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા એક બળદગાડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ […]

અમદાવાદમાં 11 ચાર્જિંગ સ્ટેશનમાં હવે ટૂ-વ્હીલર- ફોર વ્હીલરો ઝડપથી ચાર્જ કરી શકાશે

અમદાવાદ, 31 માર્ચ 2026: 11 charging stations  શહેરમાં ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં પીપીપી ધોરણે વધુ ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત કરવામાં આવી રહ્યા છે. હાલ શહેરમાં પ્રહલાદનગર, સિન્ધુભવન રોડ, ગુલબાઈ ટેકરા, અને ઈન્કમટેક્સ સહિત 11 સ્થળોએ ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો શરૂ કરાયા છે. જેમાં અત્યાર સુધી માત્ર ફોર-વ્હીલર વાહનો માટે જ ઉપલબ્ધ એવી ફાસ્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code