1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના શાહઆલમમાં AMTS બસે એક્ટિવાને અડફેટે લેતા બે યુવતીનો આબાદ બચાવ
અમદાવાદના શાહઆલમમાં AMTS બસે એક્ટિવાને અડફેટે લેતા બે યુવતીનો આબાદ બચાવ

અમદાવાદના શાહઆલમમાં AMTS બસે એક્ટિવાને અડફેટે લેતા બે યુવતીનો આબાદ બચાવ

0
Social Share

અમદાવાદ, 9 એપ્રિલ 2026: Two girls rescued after AMTS bus hits Activa શહેરમાં શાહઆલમ વિસ્તારમાં બુધવારે સાંજના સમયે એએમટીએસની બસે એક્ટિવાને અડફેટે લેતા એકટિવાસવાર બે યુવતીઓ રોડ પર પલટાઈ હતી. અને બન્ને યુવત પરથી બસનું ટાયર ફરતા-ફરતા સહેજમાં રહી ગયું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. એક્ટિવાસવાર બન્ને યુવતીઓ ચાર રસ્તા પર રોંગ સાઈડમાં રોડ ક્રોસ કરતી હતી. ત્યારે અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસિબે બન્ને યુવતીઓનો આબાદ બચાવ થયો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના શાહઆલમ ટોલનાકા પાસે બુધવારે સાંજના સમયે એએમટીએસ બસે એક્ટિવા સવાર બે યુવતીની અડફેટે લીધી હતી. પૂર ઝડપે આવતી એએમટીએસ બસને જોઈને એક્ટિવા સવાર યુવતીની ચીસ નીકળી ગઈ હતી અને જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બસના આગળના ભાગે એક્ટિવા ફસાઈ જતાં બન્ને યુવત પરથી બસનું ટાયર ફરતા-ફરતા સહેજમાં રહી ગયું હતું.  આ બનાવના સીસીટીવી કૂટેજ વાયરલ થયા છે, જેમાં એક એક્ટિવા ઉપર બે યુવતી ચાર રસ્તા પરથી રોંગ સાઈડમાં જઈ રહી છે. આ દરમિયાન એએમટીએસ પૂર ઝડપે આવી રહી હતી અને બસની સ્પીડ પણ વધારે હોવાના કારણે યુવતીઓ બસના આગળના ભાગે ટકરાઈ હતી. એક્ટિવા પણ બસના આગળના ટાયર નીચે ફસાયું હતું. અકસ્માતનો જોરદાર અવાજ સાંભણીને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને યુવતીઓને ખેંચીને બહાર કાઢી હતી.

આ ઘટનામાં સદનસીબે બન્ને યુવતીનો આબાદ બચાવ થયો છે. આ સમગ્ર મામલે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે. નોંધનિય છે કે, અમદાવાદમાં AMTS બસના ચાલકો બેફામ બસ ચલાવી અન્ય લોકોના જીવ જોખમમાં મુકી રહ્યાં છે. સાત દિવસ પહેલાં પૂર્વ વિસ્તારમાં આવેલા સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જવાના માર્ગ પર એક બળદગાડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બળદ અને વૃદ્ધને ઈજા પહોંચી હતી. આ ઘટનાના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં હતાં.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code