1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 70,000ને વટાવી ગયો, જ્વેલર્સ કહે છે, હજુ પણ ભાવ વધશે

અમદાવાદઃ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. યુએસમાં વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતા તેમજ ફગાવો વધતા સોનાના ભાવ રૂપિયા 70,000ની વિક્રમજનક લેવલ તરફ આગળ વધી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં સોનાએ અસાધારણ પર્ફોમન્સ રજૂ કર્યું છે. અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી છે. અમદાવાદ ખાતે સોનું (99.9) 10 ગ્રામનો ભાવ […]

અમદાવાદમાં ગરમીને લીધે આવકમાં ઘટાડો થતાં શાકભાજીના ભાવમાં કિલોએ 10થી 20નો વધારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા પખવાડિયાથી ગરમીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. અને તાપમાનને પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં લોકો રાતે પણ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. ગરમીમાં વધારા સાથે જ ગામડાંઓમાંથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. તેના લીધે આવક ઘટતાં લીલા શાકભાજીના ભાવમાં 10થી 15 રૂપિયાનો વધારો થયો છે, શહેરની એપીએમસી […]

અમદાવાદમાં પાલતું ડોગ માટે લાયસન્સ લેવું પડશે, રખડતા કૂતરા માટે RFID ચીપ લગાડાશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા અને પાલતુ કૂતરાઓ માટે પોલીસી બનાવી છે. રેબિઝ ફ્રી સિટી 2030ના પ્લાન મુજબ રખડતાં કૂતરાંની સાથે પાલતુ કૂતરા માટે પણ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે.  જો કોઈપણ વ્યક્તિને ઘરે કૂતરો પાળવો હોય તો તેને ફરજિયાતપણે લાઈસન્સ લેવું પડશે. લાઈસન્સ ફી રૂ.500થી 1000ની વચ્ચે નક્કી કરાશે. ઉપરાંત રખડતાં કૂતરાંને આરએફઆઈડી ચિપ […]

અમદાવાદના બાપુનગરમાં ગાજ-બટનની દુકાનમાં SOGની રેડ, MD ડ્રગ્સનો જથ્થો પકડાયો

અમદાવાદઃ શહેરના ડ્રગ્સના વેચાણ સામે ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી બાજ નજર રાખી રહ્યું છે. અને છૂટક ડ્રગ્સનું વેચાણ ક્યાંથી થઈ રહ્યું છે. તેની જાણકારી મેળવવા માટે બાતમીદારોને કામે લગાડાયા છે. દરમિયાન શહેરના બાપુનગર વિસ્તારમાં ગાજ બટન અને સ્ટીમ પ્રેસની એક દુકાનમાં MD ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું હોવાની એસઓજીને બાતમી મળતા રેડ પાડવામાં આવી હતી. પોલીસે […]

અમદાવાદમાં સ્વાઈન ફ્લૂ, ઝાડા-ઊલટી, ટાઈફોડ સહિત કેસોમાં વધારો, કોરોનાના પણ બે કેસ નોંધાયા

અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. સાથે જ પ્રદૂષિત પાણી અને ગરમીને લીધે પાણીજન્ય રોગોચાળો વકરી રહ્યો છે. વાયરલ બિમારી ઉપરાંત ઝાડા-ઊલટી અને ટાઈફોઈડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ, અમરાઇવાડી, જશોદાનગર અને લાંભા વિસ્તારમાં એક-એક કોલેરાના કેસ નોંધાયા છે.  ઉપરાંત સરકારી અને ખાનગી દવાખાનાઓમાં સ્વાઇન […]

અમદાવાદઃ તપોવન સર્કલ પાસે ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર બનશે

અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં પાસપોર્ટ સેવા કેન્દ્રની બહાર મોટી મોટી લાઈનો જોવા મળે છે. વિદેશ વિભાગ દ્વારા અમદાવાદમાં તપોવન સર્કલ સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા અગોરા મોલમાં ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર બની રહ્યું છે, જેમાં રોજની 1500 અરજીની ક્ષમતા રહેશે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગની મંજૂરી મળી ગયા બાદ નવા બની […]

અમદાવાદમાં ધોળકા રૂટની ST બસમાં લાગી આગ, પ્રવાસીઓ બહાર નીકળી જતાં બચાવ

અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં શનિવારે બપોરના ટાણે ધોળકા રૂટની એસટી બસમાં આકસ્મિક આગ લાગતા બસ બળીને ભસ્મીભૂત બની ગઈ હતી. એસટી બસના એન્જિનમાં ધૂમાડો જોતા બસના ચાલકે સમયસૂચકતા દાખવીને બસને રોડ પર ઊભી રાખીને મુસાફરોને તાત્કાલિક ઉતરી જવા માટે બુમો પાડતા તમામ મુસાફરો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. બસમાં આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયર […]

અમદાવાદના બોપલમાં રાત્રે TRP મોલમાં બાળકોના ગેમિંગ ઝોનમાં લાગી ભીષણ આગ

અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા TRP મોલમાં રાત્રે 11 વાગ્યા બાદ આ આગનો બનાવ બન્યો હતો.  મોલમાં આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આગને લીધે મોલ બહાર લોકોના ટોળાં ભેગા થયા હતા. દરમિયાન પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો, […]

અમદાવાદઃ IPL મેચને લઈ મેટ્રો ટ્રેન સેવાઓના સમયમાં કરાયો ફેરફાર

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 24 અને 31 માર્ચ તથા 4 એપ્રિલના રોજ યોજાનારી આગામી IPL -2024 ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને, GMRCએ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારના 6.20 વાગ્યાથી રાત્રીના 12:00 વાગ્યા સુધી ટ્રેન સેવાઓનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, GMRCએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે દર્શાવેલ IPL મેચોના […]

અમદાવાદમાં IPLની મેચને લીધે પોલીસનું જાહેરમાનું, જાણો ક્યા રસ્તાઓ ક્યારે બંધ રહેશે

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPLની કુલ ત્રણ જેટલી મેચ રમાશે. જેમાં  પ્રથમ મેચ 24 માર્ચ, બીજી મેચ 31 માર્ચ અને ત્રીજી મેચ તા. 4 એપ્રિલના રોજ રમાશે. મેચના દિવસે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાના રોડ ટ્રાફિક- પોલીસ દ્વારા બંધ કરવામાં આવશે, જેને લઈ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code