1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદના સારંગપુરમાં સુમેલ કોમ્પલેક્સમાં ત્રીજા માળે આગ, 4 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું

અમદાવાદ, 25 માર્ચ 2026:  શહેરના સારંગપુર વિસ્તારમાં ન્યુ ક્લોથ માર્કેટની પાછળ આવેલા સુમેલ-1 કોમ્પલેક્ષના સી બ્લોકમાં ત્રીજા માળે ઇલેક્ટ્રીક ડકમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. આગ લાગવાના કારણે ધૂમાડાના ગોટેગોટા કોમ્પલેક્ષમાં ફેલાઈ ગયા હતા. આખા બ્લોકના લોકો દોડીને બહાર આવી ગયા હતા. આ બનાવની જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. […]

અમદાવાદના જૂના વાડજમાં ડમ્પરે રાહદારીને અડફેટે લેતા મોત, ડમ્પર સાથે ચાલક ફરાર

અમદાવાદ, 25 માર્ચ 2026: Pedestrian dies after being hit by dumper   શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં ડમ્પરચાલકે રાહદારીનો ભોગ લીધો છે. શહેરના વાડજ સર્કલ ખાતે વહેલી સવારે ડમ્પરે રાહદારીને અડફેટે લેતા રાહદારીનું સ્થળ પર જ મોત થયું છે. અકસ્માત બાદ ડમ્પર સાથે ચાલક નાસી જતા સ્થાનિક લોકોએ બાઈક […]

અમદાવાદ સહિત રાજ્યમાં આજે બીજા દિવસે પણ પેટ્રોલ પંપ પર વાહનોની લાઈનો લાગી

અમદાવાદ, 24 માર્ચ 2026: Lines of vehicles at petrol pumps  ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના યુદ્ધને લીધે પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે તેવી દહેશત અને અફવા ને કારણે ગઈકાલે સોમવારે વાહનચાલકોએ વાહનોમાં પેટ્રોલ- ડીઝલ ભરાવવા માટે લાઈનો લગાવી દીધી હતી. જોકે રાજ્યના મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો છે. એટલે […]

અમદાવાદમાં નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વેન-રિક્ષાના ભાડામાં વધારો કરાશે નહીઃ એસો.

અમદાવાદ, 23 માર્ચ 2026: School van-rickshaw fares will not be increased મોંઘવારી રોજબરોજ વધતી જાય છે. ત્યારે બાળકોને શિક્ષણ આપવું પણ મોંઘું પડી રહ્યું છે. દર વર્ષે નવા શૈક્ષણિક સત્રથી પાઠ્ય પુસ્તકો, નોટબુક સહિત સ્ટેશનરી અને સ્કૂલવેન-રિક્ષાના ભાડામાં વધારો થતો હોય છે. ત્યારે આ વર્ષે નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વેન-રિક્ષાના ભાડામાં વધારો ન કરવાનો  અમદાવાદમાં […]

અમદાવાદમાં બીઆરટીએસ બસ શેલ્ટરની સફાઈનો માસિક ખર્ચ રૂપિયા 36.6 લાખએ પહોંચ્યો

અમદાવાદ, 22 માર્ચ 2026:  BRTS bus shelter cleaning cost increases શહેરમાં એએમટીએસની જેમ ખોટમાં ચાલતી બીઆરટીએસ પણ ધોળા હાથી સમાન સાબિત થઈ છે. વર્ષ 2011-12માં જ્યાં બીઆરટીએસના બસ શેલ્ટરની સફાઈ માટે રૂ. 3.29 લાખ માસિક ખર્ચ થતો હતો. જે ખર્ચ વધીને 2024-25માં રૂ. 35.6 લાખે પહોંચ્યો છે. એટલે કે 10 ગણો વધારો થયો છે. આમ […]

અમદાવાદમાં સ્કૂટર અને બાઈકની ચોરી કરતો રિઢો આરોપી પકડાયો, 41 ગુનાનો ભેદ ઉકેલાયો

અમદાવાદ, 22 માર્ચ 2026: Vehicle thief caught શહેરમાં વાહનચોરીના બનાવો વધતા પોલીસે સતર્ક બનીને વોચ ગોઠવી હતી. દરમિયાન શહેરના ઝોન-5 LCB દ્વારા એક મહત્વની સફળતા મળી છે, શહેરના વિવિધ વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરતા એક રીઢા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી શહેરના કુલ 9 પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા 14 જેટલા વાહન ચોરીના ગુનાઓનો […]

અમદાવાદના વાડજ બ્રિજ નીચે ટેન્કરે બે બાળકોને લીધા અડફેટે, એકનું મોત

અમદાવાદ, 21 માર્ચ 2026: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાડજ બ્રિજ નીચે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટેન્કરના ચાલકે ગફલતભરી રીતે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા બે માસૂમ બાળકોને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં એક બાળકનું ટેન્કરના તોતિંગ ટાયર નીચે કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય […]

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરીને લીધે ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું

અમદાવાદ, 20 માર્ચ 2026:  Traffic diverted due to demolition work on Hatkeshwar Bridge શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે. મુખ્ય રોડ પરના બે સ્પાન તોડવાને લઈને ધીમી ગતિએ ચાલતી કામગીરી મામલે સ્થાનિક વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરાયા બાદ હાટકેશ્વર બ્રિજના બંને બાકી રહેલા છેલ્લા સ્પાન તોડવાની કામગીરી […]

અમદાવાદમાં CTM નજીક BRTS બસે સ્કૂટરચાલકને અડફેટે લેતા મોત

અમદાવાદ, 20 માર્ચ 2026: Scooter rider dies after being hit by BRTS bus શહેરના સીટીએમ નજીક બીઆરટીએસ કોરીડોરમાં સ્કુટરને પૂરફાટ ઝડપે આવેલી બીઆરટીએસની બસે અડફેટે લેતા સ્કૂટરચાલક ગંભીરરીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું  મોત નિપજ્યું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર વાગતાની સાથે જ સ્કૂટરચાલક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code