1. Home
  2. Tag "aiims"

યુવાનોના અચાનક મૃત્યુ પાછળ કોવિડ વેક્સિન નહીં, પણ હૃદય રોગ જવાબદારઃ AIIMSનો દાવો

નવી દિલ્હી: છેલ્લાં કેટલાંક વર્ષોમાં યુવાનોના અચાનક થતાં મૃત્યુના કિસ્સાઓમાં જે ઝડપી વધારો જોવા મળ્યો છે, તેને કોરોના વેક્સિન સાથે જોડતી અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાયો છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS), દિલ્હીએ એક વર્ષ સુધી ચાલેલી વિસ્તૃત સ્ટડીમાં મોટો ખુલાસો કર્યો છે કે, યુવાનોના આ ‘અચાનક મૃત્યુ’નો કોરોના વેક્સિન સાથે કોઈ સીધો […]

નવી દિલ્હીની એઇમ્સે સ્ટ્રોકની સારવાર માટે સુપરનોવા સ્ટેન્ટ નામના સ્વદેશી ઉપકરણનું પરીક્ષણ કર્યું

નવી દિલ્હી: નવી દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) એ પહેલી વાર સ્ટ્રોકની સારવાર માટે સુપરનોવા સ્ટેન્ટ નામના સ્વદેશી ઉપકરણનું પરીક્ષણ કર્યું છે. એઇમ્સે જણાવ્યું હતું કે આ ઉપકરણ ભારતીય વાતાવરણ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જ્યાં પશ્ચિમી દેશોની તુલનામાં નાની ઉંમરે સ્ટ્રોક વધી રહ્યા છે. સંસ્થાએ જણાવ્યું હતું કે સુપરનોવા સ્ટેન્ટ […]

રાજકોટના એઈમ્સમાં 58 ટકા તબીબો અને વહિવટી સ્ટાફની જગ્યાઓ ખાલી

એઈમ્સમાં હજુ સુધી કાર્ડિયોલોજી વિભાગ જ શરુ નથી થયો, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને રામભાઈ મોકરીયાએ કેન્દ્રીય મંત્રીને કરી રજૂઆત, હૃદયરોગના ચિંતાજનક બનાવો છતાં પણ સરકારી સેવા નહીવત રાજકોટઃ સૌરાષ્ટ્રના લોકોને અધ્યત્તન તબીબી સારવાર મળી રહે તે માટે રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)ની સ્થાપના કરવામાં આવી છે. AIIMS માટે અધ્યતન […]

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતા દૌલાલ વૈષ્ણવનું નિધન, AIIMS માં લીધા અંતિમ શ્વાસ

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતા દૌલતલાલ વૈષ્ણવનું મંગળવારે (08 જુલાઈ, 2025) સવારે AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. લાંબા સમયથી શ્વાસ લેવામાં તકલીફ હોવાથી તેમને જોધપુરની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત બગડતા, તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોધપુર એઈમ્સે આજે એક મેડિકલ બુલેટિન જારી કરીને જણાવ્યું હતું કે […]

CPI-M નેતા સીતારામ યેચુરીનું નિધન, 72 વર્ષની વયે AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

લાંબા સમયથી એઈમ્સમાં સારવાર હેઠળ હતા રાહુલ ગાંધી અને મમતા બેનર્જી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો નવી દિલ્હીઃ સીપીઆઈ-એમના મહાસચિવ અને પૂર્વ રાજ્યસભા સાંસદ સીતારામ યેચુરીનું નિધન થયું છે. યેચુરી 72 વર્ષની ઉંમરના હતા અને લાંબા સમયથી બીમાર હતા. તેમણે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. સીતારામ યેચુરીને દિલ્હી એઈમ્સના આઈસીયુમાં દાખલ હતા, અહીં તેમને […]

રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી એઈમ્સમાં પાણી લીકેજ, સીલિંગનો ભાગ તૂટી પડ્યો

એઈમ્સમાં ભરાયેલા પાણીને બહાર કાઢવા સ્ટાફએ જહેમત ઉઠાવી, નવા બનાવેલા બિલ્ડિંગમાં પાણી ટપકવા લાગતા ડોલો મુકવી પડી, રાજકોટઃ સૌરાષ્ટ્રભરના લોકોને શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે તે માટે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ ( એઈમ્સ)નું કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. એઈમ્સનું લોકાર્પણ થયા બાદ લોકોને ઘણી આશા બંધાઈ હતી. જોકે લોકાર્પણ કર્યાના પ્રથમ […]

ભાજપના સિનિયર નેતા અડવાણીની તબિયત લથડી, AIIMS માં દાખલ કરાયાં

નવી દિલ્હીઃ બીજેપીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને મોડી રાત્રે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. વૃદ્ધાવસ્થા સંબંધિત કેટલીક તકલીફોને પગલે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. AIIMSના અધિકારીઓએ જણાવ્યું હતું કે નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત સ્થિર છે અને ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. 96 વર્ષીય નેતાને AIIMSના જેરિયાટ્રિક વિભાગના ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં […]

AIIMSએ કેન્સરના દર્દીઓ માટે AI આધારિત ફોન એપ લોન્ચ કરી, જાણો લોકોને કેવી રીતે મદદ કરશે

નવી દિલ્હીઃ કેન્સરના દર્દીઓને ધ્યાનમાં રાખીને દિલ્લી એમ્સએ એક સ્માર્ટ ફોન એપ-UPPCHAR લોન્ચ કરી છે. આ AI બેસ્ડ હેલ્થ કેર એપ છે. આ એપ ‘ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ’ (AIIMS) દ્વારા બનાવવામાં આવી છે. તેનાથી કેન્સરના દર્દીના હેલ્થની ખાસ કાળજી લેવામાં આવશે. તે અસરકારક રીતે દવાઓનું પાલન વધારવામાં સારા પરિણામો દર્શાવે છે. ICMR સાથે […]

દેશના 60 કરોડ લોકોને પારિવારિક સ્વાસ્થ્ય વીમો આપીને ગંભીર રોગોની મફત સારવાર પૂરી પડાઈ: ડો.માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ એઈમ્સ ઝજ્જરની રાષ્ટ્રીય કેન્સર સંસ્થા (NCI)ના 5મા સ્થાપના દિવસની ઉજવણીને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી હતી. આ પ્રસંગે ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર શ્રીમતી ક્રિસ્ટીના સ્કોટ પણ હાજર હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ડો.માંડવિયાએ જણાવ્યું હતું કે, “એનસીઆઈએ છેલ્લા 5 વર્ષમાં જે રીતે પ્રગતિ કરી છે, […]

દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં આગલાગવાની ઘટના, લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

દિલ્હીઃ- આજરોજ સોમવારે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલના એન્ડોસ્કોપી રૂમમાં આગ લાગી હતી. તમામને વોર્ડમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની 6 ગાડીઓ પહોંચી ગઈ છે. આ મામલે અધિકારીઓએ જણાવ્યું કે સોમવારે અહીં એઈમ્સના ઈમરજન્સી વોર્ડ પાસે આગ લાગી હતી. આ મામલે અધિકારીઓએ  જણાવ્યું કે આ આગ લાગવાની ઘટના 12 વાગ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code