ગરમી અને લૂ થી મળશે રાહત:દિલ્હી-યુપી સહિત આ રાજ્યોમાં 4 મે સુધી વરસાદનું એલર્ટ
દિલ્હી : દેશભરમાં હવામાનની પેટર્નમાં ફરી પરિવર્તન જોવા મળી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં ઘણા રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા છે. હળવા વરસાદ અને તેજ પવનને કારણે દિલ્હી-NCRના તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 મે સુધી હવામાન આવું જ રહેવાની […]