આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ, અંબાજીમાં ચાચરચોકમાં ભાવિકો ગરબે ઘૂમ્યાં
અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયુ, નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા, મંદિરના હવન શાળામાં ભાવિકોએ માતાજીની આરાધના કરી અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે. નવરાત્રીના આજે પ્રથમ દિવસે માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા. વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. […]