1. Home
  2. Tag "ambaji"

ભાદરવી પૂનમનો મેળોઃ અંબાજીમાં 3 દિવસમાં 8.54 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં

અમદાવાદ : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ સાથે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવી રહ્યાં છે. એટલું જ નહીં અંબાજી તરફના માર્ગો જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યાં છે. બનાસકાંઠામાં મા અંબાનાં ધામે ભક્‍તોનો અવિરત પ્રવાહ ચાલુ છે. ત્‍યારે અંબાજીમાં ત્રીજા દિવસે 2.56 લાખથી વધુ શ્રદ્વાળુઓએ દર્શન કર્યા છે. ત્રણ દિવસમાં […]

અંબાજીમાં ભાદરવી મેળો, QR Code સ્કેનથી મળશે, તમામ વ્યવસ્થાઓની સંપૂર્ણ માહિતી

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં  ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાત સહિત દેશભરમાંથી મા અંબાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે. યાત્રાળુઓને શ્રેષ્ઠ સુવિધાઓ મળે તે માટે, આ વર્ષે પવિત્ર યાત્રાધામ બોર્ડની સાથે મળીને CRDF (CEPT રિસર્ચ અને ડેવલપમેન્ટ ફાઉન્ડેશન) દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરીને અંબાજી ખાતે યાત્રાળુઓ માટેની સુવિધાઓના આયોજનની સમીક્ષા કરવામાં આવી […]

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીની સંઘર્ષ ગાથાને રજુ કરતાં ભવ્ય પ્રદર્શનનું અંબાજી ખાતે આયોજન કરાયું

અમદાવાદ:ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો,પાલનપુર દ્વારા અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં આઝાદીના અમૃત મહોત્સવ પ્રદર્શન સાથે લોકસંપર્ક કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું.જેનું ઉદ્દઘાટન બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલનાં હસ્તે કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરોના ઉત્તર ગુજરાત ઝોનના અધિકારી જે.ડી. ચૌધરી અને સૌરાષ્ટ્ર ઝોનનાં અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી તેમજ […]

ભાદરવી પૂનમ મેળોઃ માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓની સુવિધા મુદ્દે મુખ્ય સચિવે કરી તાકીદ

અમદાવાદઃ રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળામાં વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજકુમારે જિલ્લા વહીવટી તંત્રને કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા. મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે, અંબાજીના દર્શને અનેક લોકો ભક્તિ ભાવપૂર્વક આવે છે ત્યારે આ શ્રદ્ધાળુ આસ્થા સાથે તંત્રના સુદ્રઢ વ્યવસ્થાપનની […]

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, મંદિરને રંગબંરંગી રોશનીથી શણગારાયું

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનું સવિશેષ મહાત્મ્ય છે. ભાદરવી પૂનમનો 6 દિવસનો મહામેળાનો આજે 5મી સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. માતાજીના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. મંદિરને રંગ-બેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. તેમજ યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. શક્તિપીઠ અંબાજી ગોલ્ડણ ટેમ્પલ તારીકે પણ ઓળખ ધારણ કરી રહ્યુ […]

અંબાજીમાં ભાદરવી પુનમનાં મેળાનો સોમવારથી પ્રારંભ, દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે  દર વર્ષે ભાદરવી પુનમના યાજોતા મેળાને હવે એક દિવસ બાકી રહ્યો છે. ભાદરવી પુનમનો મેળો  કાલે સોમવારે 5મી સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી છ દિવસ ચાલશે. આ મેળામાં આવતાં લાખ્ખો પદયાત્રીઓને શાંતિ અને સરળતાથી દર્શનનો લાભ મળી શકે તે માટે મેળાનાં છ દિવસ માટે દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. મોટી સંખ્યામાં […]

અંબાજીઃ ભાદરવી પૂનમના મેળામાં એક હજાર એસટી બસ દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી તરફ થઈ રહ્યાં છે. બીજી તરફ અંબાજી તરફના માર્ગો ઉપર પદયાત્રીઓની સેવા માટે ઠેર-ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન અંબાજીના મેળાને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા એક હજાર બસ દોડાવાશે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ પૂર્ણ, દર્શન સવારે 5થી રાતના 12 વાગ્યા સુધી કરી શકાશે

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ ઉમટી પડે તેવી શક્યતા છે. ભાદરવી પૂનમ દરમિયાન ભાવિકોને માતાજીના દર્શન માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે અંબાજી મંદિર વહેલી સવારના 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ખૂલ્લુ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધા આસ્થા […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ, ટ્રાફિક, પાર્કિગ, અને સ્વચ્છતા પર વધુ તકેદારી રખાશે

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે લોકમેળા માટે તેમજ પગપાળા સંઘોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે  બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અંબાજીમાં પ્રવાસન વિભાગના સચિવ હારીત શુક્લાના અધ્યક્ષ સ્થાને મેળાના આયોજન માટે રચાયેલી વિવિધ સમિતિઓના અધ્યક્ષો સાથે બેઠક યોજાઇ હતી.જેમાં હારીત શુક્લાએ જણાવ્યું […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં અમદાવાદથી 60 સંઘો જશે, 220 ટેન્ટ, 15 ભંડારાનું આયોજન

અમદાવાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. ભાદરવી પૂનમને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે પગપાળો સંઘોએ અંબાજી જવા માટેની પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. અંબાજીમાં ભાદરવી પૂનમના દર્શન માટે 1800 જેટલા પગપાળા સંધો આવતા હોય છે. જેમાં આ વર્ષે 60 જેટલા પાગપાળા સંઘો અમદાવાદથી અંબાજી જશે. જગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code