1. Home
  2. Tag "amdavad"

નવરાત્રિ મહોત્સવ ઉપર વરસાદના વાદળ ઘેરાયાં, ચોમાસુ લંબાવવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતના અનેક શહેરો અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ બે વર્ષ કોરોનાને કારણે નવરાત્રિ નહીં ઉજવી શકેલા ગરબા રસીયાઓ નવરાત્રિની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે અને નવરાત્રિને લઈને અત્યારથી જ આગોતરુ આયોજન કરી રહ્યાં છે. બીજી તરફ આ વર્ષ નવરાત્રિ મહોત્સવ ઉપર સંકટના વાદળ ઘેરાયાં છે અને નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની શકયતાઓ […]

અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો હતો. સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું તેમજ અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરના શિવરંજની, સેટેલાઈટ,  પ્રહલાદનગર, ઈસ્કોન ચાર રસ્તા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદને પગલે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. વરસાદના […]

મહિલા મેડિકલ ઓફિસર સાથે અયોગ્ય વ્યવહાર કરનારા ભાજપના કોર્પોરેટરને છાવરવાના પ્રયાસ

અમદાવાદઃ શહેરના નરોડા બોર્ડના ભાજપના કોર્પોરેટર દ્વારા મહિલા મેડિકલ ઓફિસર સાથે અયોગ્ય વર્તન કરવાના મામલે રાજકારણ ગરમાયું છે. દરમિયાન મનપા સત્તાધીશો ભાજપના કોર્પોરેટરને છાવરવાનો પ્રયાસ કરી રહ્યાંનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. મનપાના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે પરંતુ મ્યુનિ અર્બન હેલ્થ સેન્ટરમાં મહિલા મેડિકલ ઓફિસર […]

ભાદરવો ભરપૂરઃ અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ

અમદાવાદઃ શહેર અને જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયાં હતા. તેમજ ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. દરમિયાન શુક્રવારે શહેરના કેટલાક વિસ્તારમાં હળવો […]

નવું ભારત જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન તેમજ જય અનુસંધાન સાથે આગળ વધ્યું: PM મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્ક્લેવ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “નવું ભારત જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન તેમજ જય અનુસંધાન સાથે આગળ વધી રહ્યું છે.” વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, આ કોન્ક્લેવનું આયોજન સબકા પ્રયાસનું સ્પષ્ટ ઉદાહરણ છે. “21મી સદીના ભારતના વિકાસમાં […]

પ્રથમ નોરતે અમદાવાદીઓને મળશે મેટ્રો ટ્રેનની ભેટઃ PM મોદી શુભારંભ કરાવે તેવી શકયતા

અમદાવાદઃ શહેરમાં ગણા વર્ષોથી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે અને કામગીરી પૂર્ણતાના આરે છે, દરમિયાન આગામી દિવસોમાં શહેરીજનોને મેટ્રો ટ્રેનની સુવિધા પણ ઉપલબ્ધ થશે. નવરાત્રિ મહોત્સવના પ્રથમ નોરતે જ શહેરીજનોને મેટ્રો સેવાનો લાભ મળતો થવાની શકયતા છે. PM મોદી નવરાત્રિના પહેલા દિવસે જનતાને મેટ્રો ટ્રેનની ગિફટ આપશે. અમદાવાદ શહેરમાં મેટ્રો […]

અમદાવાદઃ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના 973 કેસ નોંધાયાં

અમદાવાદઃ શહેરમાં ભારે વરસાદ બાદ હાલ વિરામ લીધો છે, બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ચાલુ મહિનામાં મેલેરિયાના 307, ડેન્ગ્યુના 973 અને ચિકનગુનિયાના લગભગ 436 જેટલા કેસ નોંધાયાં છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ લધી છે. રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને વિવિધ વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો […]

જાણીતી શૈક્ષણિક સંસ્થા ઉપર આવકવેરા વિભાગના દરોડા

અમદાવાદઃ ગુજરાતના મેગાસિટી અમદાવાદમાં આવકાવેરા વિભાગે ખાનગી શૈક્ષણિક સંસ્થામાં દરોડા પાડ્યાં હતા. દરોડાને પગલે યુનિવર્સિટી કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગે સુરેન્દ્રનગરના ચોટીલમાં પણ તપાસ કરી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં એસ.જી.હાઈવે નજીક આવેલી એક શૈક્ષણિક સંસ્થાના સંચાલકો અને તેમના વ્યવસાય અને નિવાસસ્થાન ઉપર દરોડા પાડ્યા હતા. દરોડાની કાર્યવાહીમાં 100થી વધારે […]

અમદાવાદ: રાહુલ ગાંધીએ મોંઘવારી-બેરોજગારી સહિતના મુદ્દે નરેન્દ્ર મોદી ઉપર કર્યાં આકરા પ્રહાર

અમદાવાદઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યાં હતા. તેમજ તેમણે સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.  રાહુલ ગાંધીએ કોંગ્રેસના 52 હજાર બુથ કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે, તેઓ વિચારધારાની લડાઈ લડે છે. પરંતું ગુજરાતમાં 25 વર્ષથી ગુજરાતીઓ સહન કરી રહ્યાં છે. તમારી લડાઈ […]

અમદાવાદ ટૂંક સમયમાં વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસિત થશે : અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના EKA એરેના, ટ્રાન્સસ્ટેડિયા ખાતે 36મી નેશનલ ગેમ્સ માટે એન્થમ અને માસ્કોટનું અનાવરણ કર્યું હતું. અનાવરણ સમારોહમાં બોલતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર ટૂંક સમયમાં વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસિત થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “દસ વર્ષ પહેલાં, જ્યારે મોદી અહીંના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code