1. Home
  2. Tag "amdavad"

આડા સંબંધનો આડો ખેલઃ પતિનું કાસઢ કાઢવા પત્નીએ પ્રેમી સાથે મળીને રચ્યુ ખતરનાક કાવતરુ

અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં પૂરઝડપે પસાર થતી જીપકારે એક રાહદારીને અડફેટે લેતા તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટનાની પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. મૃતકના મિત્ર સાથે પત્નીને આડોસંબંધ હતો. જેથી પરિણીતાએ જ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું. એટલું જ નહીં હત્યા કરવા માટે રૂ. 10 લાખની સોપારી આપવામાં આવી […]

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડોઃ 419 કેસ નોંધાયાં, 3500થી વધારે એક્ટિવ કેસ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન આજે નવા 419 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે 454 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યાં હતા. બીજી તરફ કોરોનાને કારણે વધુ એક દર્દીનું મોત થયું હતું. આમ રાજ્યમાં મૃત્યનો આંકડો 10948 ઉપર પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં સામે આવ્યાં છે. સુત્રોના જણાવ્યા […]

ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારા 15 લાખ વાહન ચાલકોને અત્યાર સુધીમાં ઈ-મેમો પાઠવ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાફિક નિયમનનું પાલન ચાલકો પાલન કરી શકે તે માટે તેમની ઉપર નજર રાખવા માટે વિવિધ ચાર રસ્તા ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. દરમિયાન અત્યાર સુધીમાં ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા 15 લાખથી વધારે વાહન ચાલકોને ઈ-ચલણ ફટકાર્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર રાજ્યમાં તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. આ પ્રકારની […]

જગન્નાથજીની રથયાત્રાઃ મોસાળ સરસપુરમાં ભગવાનનું મામેરુ કરાયું, 2 લાખ શ્રદ્ધાળુઓએ પ્રસાદ લીધો

અમદાવાદઃ ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલભદ્રજી અને બહેન સાથે નગરચર્યાએ નીકળ્યાં છે. ભગવાનની રથયાત્રા સરસપુર પહોંચી હતી. જ્યાં જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનું ભવ્ય મામેરુ કરવામાં આવ્યું હતું. સરસાપુરમાં ભગવાનના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. વિવિધ પોળમાં ઉભા કરવામાં આવેલા રસોડામાં રથયાત્રામાં જોડાયેલા સાધુ-સંતો સહિતના લાખો શ્રદ્ધાળુઓ પ્રસાદ આરોગ્ય હતો. ભગવાનના મોસાળ સરસપપુરમાં […]

ભગવાન જગન્નાથજી આગામી વર્ષે નવા રથમાં નગરચર્યાએ નીકળશે

અમદાવાદઃ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. દરમિયાન મંદિરના મહંત દિલીપ દાસજીએ જણાવ્યું હતું કે, વર્ષો જૂના આ રથને બદલે ભગવાન આવતા વર્ષે નવ નિર્મિત રથમાં નગરચર્યાએ નીકળશે અને જૂના રથને વિશેષ ઐતિહાસિક સ્મૃતિ તરીકે જાળવી રાખવામાં આવશે. અમદાવાદમાં 200 વર્ષ કરતાં પણ વઘારે સમયથી […]

અમદાવાદઃ તા. 2 જુલાઈએ “MAHARANAS (A Thousand Year War For Dharma)” પુસ્તકનું લોન્ચિંગ કરાશે

અમદાવાદઃ ભારતીય વિચાર મંચ, કર્ણાવતી અને સેન્ટર ફોર ઈન્ડિક સ્ટડીસ, ઈન્ડસ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ઓમેન્દ્ક રત્નુસના પુસ્તક “MAHARANAS (A Thousand Year War For Dharma)”નું લોન્ચિંગ અને ગ્રુપ ચર્ચાનો કાર્યક્રમ તા. 2 જૂનના રોજ યોજાશે. અમદાવાદમાં અટીરા કેમ્પસ નજીક આવેલા એએમએ કોમ્પલેક્સના એચ.ટી પારેખ કન્વેશન સેન્ટર માં આ પુસ્તકનું તા. 2 જુલાઈના રોજ સાંજના 6.30 કલાકે […]

અમદાવાદમાં પશ્વિમ વિસ્તાર કોરોનાનું એપી સેન્ટર બન્યું, ટેસ્ટીંગ અને વેક્સિનેશન વધારાયું

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદ શહેરમાં સામે આવી રહ્યાં છે. અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસ પશ્વિમ વિસ્તારમાં નોંધાઈ રહ્યાં છે. શહેરના જોધપુર, બોડકદેવ, સરખેજ અને થલતેજ વોર્ડ કોરોનાનું સેન્ટર બન્યું હોવાનું મનાઈ રહ્યું છે. શહેરમાં કોરોના ટેસ્ટીંગ અને રસીકરણ અભિયાન તેજ […]

ગુજરાતમાં ચોમાસાની ધીરે-ધીરે જમાવટઃ 84 તાલુકામાં મેઘમહેર, વિસાવદરમાં 4 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિધિવત પઘરામણી બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે અને ચોમાસુ આગળ વધી રહ્યું હોવાનું હવામાન વિભાગ માની રહ્યું છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ચાર ઈંચ જેટલુ પાણી પડ્યું હતું. જ્યારે નવસારી અને જલાલપોરમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. […]

અમદાવાદઃ કોરોનાના કેસમાં વધરો થતા તંત્ર હરકતમાં આવ્યું, ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં સામે આવી રહ્યાં છે. દરમિયાન મનપા તંત્ર સફાળુ જાગ્યું છે અને હવે માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. એટલું જ માસ્ક વિના ફરતા લોકોને પકડીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. […]

અમદાવાદઃ એએમસીના પ્લોટમાં કચરો ઠાલનાર સામે થશે આકરી કાર્યવાહી

અમદાવાદઃ શહેરમાં મનપાના ખાલી પ્લોટમાં કચરો નાખરનાર સામે હવે આકરી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં મનપા સંચાલિક સ્વિમિંગ પુર અને જિમમાં ફી વધારાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં એસ્ટેટ, સેન્ટ્રલ વર્કશોપ અને ફાયર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code