1. Home
  2. Tag "american"

ટ્રમ્પે વિદેશમાં બંધ અમેરિકન કેદીઓને પરત લાવવા અભિયાન શરૂ કર્યું, કુવૈતે 8 કેદીઓને મુક્ત કર્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અલગ-અલગ દેશોમાં બંધ અમેરિકન કેદીઓને પરત લાવવા અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત તમામ કેદીઓને અમેરિકા પરત લાવવામાં આવી રહ્યા છે. આ સાથે કુવૈતે અમેરિકન કેદીઓના સમૂહને પણ મુક્ત કર્યો છે. કુવૈત દ્વારા મુક્ત કરાયેલા કેદીઓમાં ભૂતપૂર્વ સૈનિકો અને લશ્કરી ઠેકેદારોનો સમાવેશ થાય છે જે ડ્રગ સંબંધિત આરોપોમાં વર્ષોથી જેલમાં […]

PM મોદીની યુએસ મુલાકાત પહેલા કેન્દ્ર સરકાર અમેરિકન સામાન પર ટેરિફ ઘટાડવાની યોજના બનાવી

પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થવાની છે. આ પહેલા ભારત અમેરિકા સાથે સંભવિત ટ્રેડ વોરને ટાળવા માટે કેટલાક અમેરિકન સામાન પર ટેરિફ ઘટાડવાની યોજના બનાવી રહ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, 12-13 ફેબ્રુઆરીએ યોજાનારી આ બે દિવસીય મુલાકાત દરમિયાન બંને નેતાઓ વેપાર, સંરક્ષણ સહયોગ અને તકનીકી મુદ્દાઓ પર ચર્ચા કરશે. રિપોર્ટમાં […]

હમાસે ઈઝરાયેલ પર શા માટે કર્યો હુમલો ? બે અમેરિકન બંધકોની મુક્તિ બાદ બાઈડેને આપ્યું આ કારણ

દિલ્હી: ઈઝરાયેલ પર હમાસે હુમલો શા માટે કર્યો, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને હવે આ પાછળનું કારણ જણાવ્યું છે. જો બાઈડેને ઈઝરાયેલ પર હમાસના હુમલાનું કારણ એવા સમયે આપ્યું છે જ્યારે એક દિવસ પહેલા જ આતંકવાદીઓએ અમેરિકાના બે બંધકોને મુક્ત કર્યા છે.બાઈડેને કહ્યું કે સાઉદી અરેબિયા સાથેના સંબંધો સામાન્ય કરવાના ઇઝરાયેલના પ્રયાસોને કારણે હમાસે હુમલો કર્યો. […]

રાજનાથ સિંહ 5 અને 6 જૂને અમેરિકન તથા જર્મન સંરક્ષણ પ્રધાનો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

નવી દિલ્હીઃ યુએસ સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન અને જર્મન સંરક્ષણ પ્રધાન બોરિસ પિસ્ટોરિયસ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો માટે નવી દિલ્હી પહોંચ્યા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ 05 જૂનના રોજ અમેરિકી રક્ષા મંત્રી અને 06 જૂન, 2023ના રોજ જર્મનીના સંરક્ષણ મંત્રી સાથે વાતચીત કરશે. બંને બેઠકો દરમિયાન ઔદ્યોગિક સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને […]

અમેરિકામાં ગન કલ્ચરથી રાષ્ટ્રપતિ બિડેન તંત્ર ચિંતિત, દર 100 નાગરિકોએ 120 બંદૂક

નવી દિલ્હીઃ અમેરિકામાં ગન કલ્ચરને કારણે દર વર્ષે હજારો લોકો જીવ ગુમાવી રહ્યાં છે, ગન કલ્ચરને કારણે અમેરિકાની જનતામાં રોષ ફેલાયો છે. ભારતમાં હથિયાર ખરીદવા માટે લંબાણ પૂર્વકની પ્રક્રિયામાંથી પાર થવું પડે છે, પરંતુ અમેરિકામાં બંદૂક ખરીદવી ખૂબ જ સરળ છે. અમેરિકાનું બંધારણ નાગરિકોને બંદૂક રાખવાનો અધિકાર આપે છે અને અહીંથી જ અમેરિકામાં ગન કલ્ચરની […]

૧૯મી સદી અંગ્રેજોની ૨૦મી સદી અમેરિકાનોની હવે એકવીસમી સદી ભારતની : કુમાર વિશ્વાસ

અમદાવાદઃ દુનિયા એ ૧૯મી સદી અંગ્રેજોની જોઈ છે, પછી ૨૦મી સદી અમેરિકાની જોઈ છે, પણ એકવીસમી સદી ભારતની હશે, કારણકે ગુજરાત ના બે નેતા ગઈ સદી માં અંગ્રેજો પાસે થી આઝાદી લાવ્યા હતા અને એકવીસમી સદી ના બે ગુજરાતી નેતાઓ વિશ્વમાં ડંકો વગાડશે. આ વિશ્વાસ પોતાની કવિતા માં “આઝાદીના અમૃત મહોત્સવ”ની અનોખી ઉજવણી માં જાણીતા […]

અમેરિકામાં 7 વર્ષમાં ભારતીય મૂળના લોકોની વસ્તી 38 ટકા સુધી વધી, 2020માં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મહત્વની રહેશે ભૂમિકા

વોશિંગ્ટન: અમેરિકામાં ભારતીય મૂળના લોકોની વસ્તી 2010થી 2017ના સાત વર્ષના ગાળામાં 38 ટકા જેટલી વધી છે. સાઉથ એશિયન અમેરિકન લીડિંગ ટુગેધર – સોલ્ટના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 6.30 લાખ ભારતીય મૂળના લોકો અહીં ગેરકાયદેસર રીતે રહે છે. આ તમામ લોકોના વીઝા સમાપ્ત થઈ ચુક્યા છે. 2010 બાદથી અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોની સંખ્યામાં 78 ટકાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code