1. Home
  2. Tag "amit shah"

તમામ ધર્મના લોકોએ સ્કૂલ યુનિફોર્મ અપનાવવો જોઈએ- હિજાબ વિવાદ પર ગૃહમંત્રી અમિત શાહ

કર્ણાટક હિજાબ વિવાદ ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન કહ્યું તમામ ધર્મના લોકોએ સ્કૂલ યુનિફોર્મ અપનાવવો જોઈએ દિલ્હી: હિજાબ વિવાદને લઈને હવે દેશ તથા વિદેશમાંથી પણ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હિજાબ વિવાદને લઈને મોટા નેતાઓ દ્વારા પણ પોતાનો અભિપ્રાય આપવામાં આવી રહ્યો છે ત્યારે દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ કહેવામાં આવ્યું કે તમામ ધર્મના […]

દિલ્હી પોલીસના 75મા સ્થાપના દિવસ પર ગૃહમંત્રી શાહે પોલીસકર્મીઓની કરી સરહાના, કહ્યું ‘અનેક પડકારોનો તેમણે સામનો કર્યો’

દિલ્હી પોલીસના 75મા સ્થાપના દિવસ  ગૃહમંત્રી શાહે પોલીસકર્મીઓની કરી  સરહાના, દિલ્હી પોલીસને આગામી 25 વર્ષનો રોડમેપ તૈયાર કરવા જણાવ્યું દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે  આજરોજ બુધવારે દિલ્હી પોલીસના 75માં સ્થાપના દિવસના પ્રસંગ પર, ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણોની તપાસ કરવા બદલ દિલ્હી પોલીસની સરહાના કરી હતી.કહ્યું હતું કે હવે પોલીસે એક આગામી પાંચ […]

યુપીમાં ગૃહમંત્રી અમિતશાહે ભરી હૂંકાર – કહ્યું ‘10 તારીખે બીજેપી સરકાર બનાવીશું, 18 ના રોજ મફ્તમાં સિલિન્ડર આપીશું’

ગૃહમંત્રી શાહે વિપક્ષ પાર્ટી પર કર્યો શઆબ્દીક વાર કહ્યું યુપીમાં બનાવીશું બીજેપી સરકાર અને મફ્તમાં સિલિન્ડર આપીશું   લખનૌઃ- તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન થઈ રહ્યું છે ત્યારે બીજેપી પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે, આજરોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો શરૂ કરતા કહ્યું કે પહેલા અને […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપાએ ચૂંટણી ધોષણાપત્ર જાહેર કર્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. બીજેપીએ પોતાના ચૂંટણી ઢંઢેરાનું લોક કલ્યાણ સંકલ્પ પત્ર 2022 નામ આપ્યું છે. પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સીએમ યોગીની સાથે ઘોષણાપત્ર જાહેર કર્યુ છે. ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ અમિત શાહે જણાવ્યું હતું કે, આ માત્ર ઘોષણાપત્ર નહીં આ સંકલ્પપત્ર છે. ઉત્તરપ્રદેશને […]

ઓવૈસીનો હાપુડ જિલ્લાનો કોઈ કાર્યક્રમ પૂર્વ નિર્ધારિત ન હતોઃ અમિત શાહ

રાજ્યસભામાં ગૃહમંત્રીએ આપ્યુ નિવેદન લતા મંગેશકરને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી કર્ણાટકનો હિજાબ વિવાદના પડધા રાજ્યસભામાં પડ્યાં નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ હતો. આજે ગૃહમંત્રી અમિત શાહે ઓવૈસી ઉપર થયેલા હુમલાને લઈને રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. આ પહેલા રાજ્યસભામાં લતા મંગેશકરને યાદ કરવામાં આવ્યાં હતા. રાજ્યસભાની કાર્યવાહી શરૂ કરતા પહેલા રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ […]

ઉત્તરપ્રદેશમાં યોગીના શાસનમાં માફિયાઓ જેલમાં ધકેલાયાઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પગલે રાજકીય ગરમાયો છે. દરમિયાન આજે ભાજપના સિનિયર નેતા અને ગૃહ મંત્રી અમિત શાહ ઉત્તરપ્રદેશના પ્રવાસે છે. તેમની ઉપસ્થિતિમાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ગોરખપુર શહેરની બેઠક ઉપરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તે પહેલા અમિત શાહ અને યોગી આદિત્યનાથએ મહારાણા પ્રતાપ કોલેજમાં જનસભાને સંબોધિત કરી હતી. જેમાં અમિત શાહ અને યોગીએ […]

ગાંધી આશ્રમના કાર્યક્રમમાં હાજરી આપવા કેન્દ્રીય પ્રધાન અમિત શાહ આજે ગુજરાત આવશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરીવાર પોતાના હોમ ટાઉન અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. આજે શનિવારે સાંજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દિલ્હીથી ખાસ વિમાનમાં અમદાવાદ પહોંચશે.અને આવતીકાલે એટલે કે રવિવારે ગાંધીઆશ્રમના એક કાર્યક્રમમાં હાજરી આપશે. તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ પણ ઉપસ્થિત રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત […]

પાકિસ્તાનઃ UK પોલીસને અરજી આપી ભારતીય સેના પ્રમુખ અને ગૃહમંત્રી સામે કાર્યવાહીની કરી માંગણી

નવી દિલ્હીઃ દુનિયામાં ભારત વિરોધી પ્રચાર કરવા માટે પાકિસ્તાન કોઈ કચાસ રાખતું નથી. દરમિયાન પાકિસ્તાનની એક સંસ્થાએ યુનાઇટેડ કિંગડમ પોલીસને જમ્મુ અને કાશ્મીરમાં યુદ્ધ અપરાધો માટે ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ધરપકડ કરવાની વિનંતી કરી હોવાનું જાણવા મળે છે. યુકે સ્થિત કાયદાકીય પેઢી સ્ટોક વ્હાઇટે ભારતીય ચીફ […]

રાસાયણિક ખેતીથી કેન્સરનો ખતરો છે, પ્રાકૃતિક ખેતી જ એક માત્ર વિકલ્પ છેઃ અમિત શાહ

ગાંધીનગર : દેશના ગૃહ પ્રધાન અમિત શાહ ઉત્તરાણ નિમિત્તે હોમ ટાઉન અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન પ્રાકૃતિક ખેતી પર યોજાયેલા સેમિનારમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીથી દેશને નુકસાન થઈ રહ્યું છે. કેન્સરનો ખતરો વધી રહ્યો છે, તેનો સામનો કરવો પડશે. પીએમ મોદીએ આ માટે કામ શરૂ કર્યું […]

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજે ત્રણ દિવસની મુલાકાતે અમદાવાદ આવશે

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના પર્વએ ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ગૃહપ્રધાન 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં રોકાઈ શકે છે. જોકે આ વર્ષે નજીકના સગાનું અવસાન  થયું હોવાથી તેઓ ઉત્તરાયણની ઉજવણી નહીં કરે તેવી પણ શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય હોમ પ્રધાન અમિત શાહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code