ભરૂચના આમોદ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં બેના મોત
વડોદરાથી ભરૂચ તરફ જતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આમોદ નજીક આવેલા માતર ગામ પાસે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક્સપ્રેસ વેની રોડ સાઈડની રેલિંગનું કામ કરી રહેલા ટ્રેક્ટરને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેલરની ટક્કર વાગવાથી ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા. દુર્ઘટનાના […]


