1. Home
  2. Tag "anand"

આણંદમાં કોરોનાના 3 દર્દી સાજા થયા બાદ ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. એટલું જ નહીં ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યાં છે. એટલું જ નહીં ઓમિક્રોન ઝડપથી ફેલાતું હોવાથી તબીબોમાં ફફડાટ ફેલાયો છે. દરમિયાન આણંદમાં 3 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા બાદ તેમનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ […]

આણંદ, કચ્છ, વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં કોરોનાના કેસમાં ઉછાળો,

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હવે તો નાના શહેરોમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. 21મી ડિસેમ્બરથી કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. શહેરોની સાથે સાથે જિલ્લાઓમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ, ઓમિક્રોન વેરિયન્ટના કેસો પણ ઝડપથી નોંધાઈ રહ્યા છે. પરિણામે, પહેલી અને બીજી લહેરની […]

આણંદના પેટલાદની સ્કૂલમાં ચાર શિક્ષિકા કોરોના સંક્રમિત, વાલીઓની ચિંતા વધી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત કેટલીક સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ કોરોનાના કેસમાં વધારો થતા વાલીઓ પણ ઓફલાઈન એજ્યુકેશન બંધ કરીને માત્ર ઓનલાઈન એજ્યુકેશન આપવા માંગણી કરી રહ્યાં છે. દરમિયાન આણંદ જિલ્લાના પેટલાદની સ્કૂલમાં પણ 4 શિક્ષકાના કોરોના ટેસ્ટ પોઝિટિવ શિક્ષણ […]

આણંદમાં બસ અકસ્માત, ડ્રાઈવરનો બસ પરથી કંટ્રોલ જતા બસ ઘરમાં ઘૂસી ગઈ

આણંદમાં બસ અકસ્માત ડ્રાઈવરે બસ પરથી ગુમાવ્યો કંટ્રોલ બસ ઘૂસી ગઈ ઘરમાં અમદાવાદ:રાતના સમયે તથા સવારે વહેલા થતા અકસ્માતના કિસ્સાઓ તો આપણે અવાર નવાર સાંભળતા જ હોય છે. આવામાં હવે આણંદમાં એક બસનો અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ડ્રાઈવર દ્વારા બસ પરથી કાબૂ ગુમાવવામાં આવતા બસ ઘરમાં ઘૂસી ગઈ હતી અને તમામ મુસાફરોના જીવ તાળવે […]

બોરસદમાં અકસ્માતની વિચિત્ર ઘટનાઃ ખાનગી બસ મકાનની પ્રોટેક્શન વોલ તોડીને અંદર ધુસી

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ અકસ્માતમાં મોટી જાનહાની ટળી અમદાવાદઃ મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદમાં અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી છે. પૂરઝડપે પસાર થતી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ નજીકમાં આવેલી સોસાયટીના એક મકાનમાં ઘુસી ગઈ હતી. બસ મકાનની પ્રોટેક્શન વોલ તોડીને અંદર ધુસી હતી. સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાની […]

આણંદમાં પ્રાકૃતિક ખેતીના સંમેલનમાં PM મોદીનું ઉદબોધન, આપ્યો આ મંત્ર

આણંદના રાષ્ટ્રીય શિખર સંમેલનમાં PM મોદીનું ઉદબોધન કૃષિ સાથે જોડાયેલા પ્રાચીન જ્ઞાનને ના ફક્ત ફરીથી શીખવાની જરૂર કેમિકલ અને ફર્ટિલાઇઝરે હરિયાળી ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે નવી દિલ્હી: આણંદમાં પ્રાકૃતિક ખેતી અંગેનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું જેનું આજે સમાપન થયું હતું. સમાપન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવીને જમીનને રાસાયણીક ખાતર […]

આણંદમાં ઉત્તરાયણ પૂર્વે ચાઈનીઝ દોરીથી બાઈક સવારનું ગળુ કપાતા મોત

અમદાવાદઃ ઉત્તારાયણને હવે એકાદ મહિનો સમય બાકી રહ્યો છે. ત્યારે કેટલાક બાળકો અત્યારથી પતંગ ચગાવવાનો આનંદ ઉઠાવી રહ્યાં છે. દરમિયાન આણંદમાં મોટરસાઈકલ ઉપર પસાર થતા યુવાનનું ચાઈનીઝ દોરીથી ગળુ કપાતા તેનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદના પેટલાદના આશી ગામમાં મોટરસાઈકલ ઉપર પસાર થતા 50 વર્ષીય આધેડના ગળામાં ચાઈનીઝ દોરી વાગી હતી. જેથી આધેડને […]

ગુજરાતઃ પોલીસના નિવૃત ડોગની સંભાળ માટે ડોગ સેન્ટરની સ્થાપના

અમદાવાદઃ ગુજરાત પોલીસે બોમ્બ બ્લાસ્ટ, ચોરી અને લૂંટ સહિતના ગંભીર બનાવોનો ભેદ ડોગ સ્ક્વોડની મદદથી ઉકેલ્યાં છે. પોલીસ તપાસમાં કેસનો પર્દાફાશ કરવા માટે તાલીમબદ્ધ શ્વાનની મદદ લે છે. હવે પોલીસ વિભાગમાં નિવૃત થતા ડોગની સારસંભાળ માટે પ્રથમવાર ડોગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. એક યુનિવર્સિટી સાથે પોલીસે આ અંગે પાંચ વર્ષના એમઓયુ કર્યાં છે. જેથી […]

નકલી આરસી બુક વેચવાનું કૌભાંડઃ આણંદના એજન્ટ પાસેથી 1252 નકલી આરસી બુક મળી

આણંદઃ જિલ્લા  એલસીબીએ આરટીઓ એજન્ટોનું કામ કરતા બે ઇસમને ઝડપી નકલી આરસી બુકોનું રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ અંગે નકલી આરસી બુક દ્વારા કેટલાં વાહનોની લે-વેચ થઈ છે તેમજ વાહન ફાઈનાન્સ કંપનીઓ અને તેની એજન્સીઓ દ્વારા પણ આ તત્ત્વનો ઉપયોગ કરી નકલી આરસી બુકોથી વેપાર કર્યો છે કે કેમ? એ અંગે પણ વધુ તપાસ […]

આણંદ વ્‍યાયામ શાળામાં સિવિલ હોસ્‍પિટલનું ટૂંક સમયમાં કરાશે ખાતમુહૂર્તઃ નીતિન પટેલ

અમદાવાદઃ રાજયના નાયબ મુખ્‍ય મંત્રી નીતિન પટેલે મહિલા સશકિતકરણને વધુ સુદ્રઢ બનાવવા રાજય સરકાર સંકલ્‍પબધ્‍ધ હોવાનું કહ્યું હતું. તેમણે વધુમાં નારી શકિતના સન્‍માન અને તેમની આગવી ઓળખ પ્રસ્‍થાપિત કરવા રાજય સરકારે અનેક કલ્‍યાણકારી પગલાં લીધાં છે. ગુજરાત સરકારે રાજયની મહિલાઓને સામર્થ્‍યવાન બનાવવા આર્થિક સશકિતકરણ માટે અનેકવિધ કલ્‍યાણકારી યોજનાઓ બનાવીને જે કામો કરવામાં આવ્‍યા છે તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code