ભારત સરકારે ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસના અવસાનને કારણે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી
નવી દિલ્હીઃ ભારત સરકારે ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસના અવસાનને કારણે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે, પોપ ફ્રાન્સિસનું ગઇકાલે અવસાન થયું હતું. આજે અને આવતીકાલે બે દિવસના રાજકીય શોક પાળવામાં આવશે. અંતિમ સંસ્કારના દિવસે એક દિવસનો રાજકીય શોક મનાવવામાં આવશે. રાજ્ય શોકના સમયગાળા દરમિયાન, જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે ત્યાં અડધી કાઠીએ ધ્વજ ફરકાવાશે […]