બંગાળ: ભાજપ નેતા અર્જુન સિંહના ઘરની બહાર અસમાજીકતત્વોએ બોમ્બ ફેંકી ગોળીબાર કર્યો
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના ભાટપારામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેતા અને ભૂતપૂર્વ સાંસદ અર્જુન સિંહના નિવાસસ્થાન બહાર અજાણ્યા શખ્સોએ બોમ્બ ફેંકવાની સાથે ગોળીબાર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મોડી રાત્રે આ હુમલો થયો હતો જેમાં એક યુવાન ઘાયલ થયો હતો. સિંહ અને તેમના નજીકના સાથીઓએ હુમલાખોરોનો પીછો કર્યો હતો પરંતુ તેઓ ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ […]