1. Home
  2. Tag "Appreciation"

આઈસીસીના પ્રમુખ જય શાહની પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીએ પ્રશંસા કરી

ભારતીય ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ, રવિ શાસ્ત્રી માને છે કે જય શાહમાં તેમની આસપાસની વસ્તુઓ શીખવાની જબરદસ્ત ક્ષમતા છે. તે તેમને ખૂબ જ જલ્દી અપનાવે છે. જય શાહ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રમુખ છે અને તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે 1 ડિસેમ્બરે પ્રમુખ તરીકેનો કાર્યભાર […]

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના પ્રયાસોની પીએમ મોદીએ પ્રશંસા કરી

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક 2024, રવિવારે સમાપન સમારોહ સાથે પૂર્ણ થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મોડી રાત્રે બહુવિધ રમતોમાં ત્રિરંગાનું પ્રતિનિધિત્વ કરતી ભારતીય ટુકડીના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે, દેશને તેમના પર ગર્વ છે. તેમજ પીએમએ સોશિયલ મીડિચા પ્લેટફોર્મ પર જણાવ્યું કે, “પેરિસ ઓલિમ્પિકના સમાપન પ્રસંગે, હું રમતો દ્વારા સમગ્ર ભારતીય ટુકડીના પ્રયાસોની પ્રશંસા કરું છું. […]

ટી20 ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરનાર રવિન્દ્ર જાડેજાની પીએમ મોદીએ કરી પ્રશંસા

નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિન્દ્ર જાડેજાના નિવૃત્તિ પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં પીએમ મોદીએ રવિન્દ્ર જાડેજાના ખૂબ વખાણ કર્યા છે. રવિન્દ્ર જાડેજાના એક દિવસ પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ T20Iમાંથી નિવૃત્તિ લીધી હતી. રવીન્દ્ર જાડેજાની નિવૃત્તિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર […]

ભારતીય રણજી-IPLની પ્રશંસા કરનાર માઈકલ વોનની ટીકા કરનાર પાકિસ્તાની પત્રકારે માફી માંગી

નવી દિલ્હીઃ પાકિસ્તાની પત્રકાર ફરીદ ખાને સોશિયલ મીડિયા પર ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનની માફી માંગી છે. થોડા દિવસ પહેલા જ ફરીદે વોનના દાવાની ટીકા કરી હતી કે IPLમાં રમવું એ પાકિસ્તાન સામે રમવા કરતાં ટી-20 વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડના ખેલાડીઓ સારી તૈયારી કરી શકત. વોનની ટિપ્પણીનો જવાબ આપતા ફરીદે સોશિયલ મીડિયા પર પાકિસ્તાન ક્રિકેટનું […]

હવે પાકિસ્તાનના નેતા ફવાદ ચૌધરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કરી પ્રશંસા

નવી દિલ્હીઃ હાલ ભારતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. દરમિયાન પાકિસ્તાનના નેતાએ કોંગ્રેસની જીત માટે દુઆ માંગી હોવાના સમાચારના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન હવે પાકિસ્તાનના નેતા ચૌધરી ફવાદ હુસૈનને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સિનિયર નેતા રાહુલ ગાંધીના વખાણ કર્યાં છે. ફવાદ હુસૈનએ સોશિયલ મીડિયા ઉપર લખ્યું […]

ફિલ્મ ‘મેં અટલ હું’ રિલીઝ થઈઃ દર્શકોએ ફિલ્મ અને પંકજ ત્રિપાઠીના અભિયનની કરી પ્રશંસા

મુંબઈઃ ફિલ્મ અભિનેતા પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ ‘મૈં અટલ હું’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીની બાયોપિક છે, જેમાં પંકજ ત્રિપાઠીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મનું નિર્દેશન રવિ જાધવે કર્યું છે. પ્રથમ દિવસે ફિલ્મ જોઈને નીકળેલા દર્શકોએ ફિલ્મની પ્રશંસા કરી છે. દર્શકોએ પંકજ ત્રિપાઠીના અભિનિયની પણ પ્રશંસા કરી હતી. […]

હૈદરાબાદમાં બની રહેલી ગુગલની ઓફિસની જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કરી પ્રશંસા

નવી દિલ્હીઃ ટેક જાયન્ટ ગૂગલ હવે ભારતના હૈદરાબાદમાં તેની બીજી સૌથી મોટી ઓફિસ બનાવી રહ્યું છે. દરમિયાન ટેક મહિન્દ્રાના સીઈઓ આનંદ મહિન્દ્રાએ હૈદરાબાદમાં બની રહેલી ગુગલની ઓફિસને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું છે. તેમજ લખ્યું છે કે, “આ ફક્ત નવા બિલ્ડિંગ પ્રોજેક્ટ વિશેના સમાચાર નથી,” મેં આની ઉપર અભ્યાસ કર્યો છે. જ્યારે Google જેવી વૈશ્વિક, […]

વિશ્વના ઘણા દેશોએ ડિજિટલ ક્ષેત્રમાં ભારતના યોગદાનની પ્રશંસા કરીઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે નવી દિલ્હીમાં યોજાનારી 18મી G-20 સમિટને તેના નિષ્કર્ષ અને ઉકેલો, વિભાવનાઓ અને સળગતા મુદ્દાઓને ઉકેલવા સંબંધિત ક્રિયાઓ માટે યાદ કરવામાં આવશે. જી-20 સમિટમાં રશિયા અને ચીનના રાષ્ટ્રપતિઓ ન આવવાના સમાચારના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે કયા દેશો કયા સ્તરે હાજરી આપે છે તેના પર ધ્યાન કેન્દ્રિત […]

ભારતના ઈસ્લામિક દેશો સાથેના સંબંધ મામલે PM મોદીની પ્રશંસા કરતા કોંગ્રેસના નેતા શશી થરૂર

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંશા કરી હતી. તેમણે ઇસ્લામિક દેશો સુધી પહોંચવા બદલ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની પણ પ્રશંસા કરી હતી. થરૂરના જણાવ્યા અનુસાર, મોદી સરકારના શાસનમાં ઇસ્લામિક દેશો સાથે ભારતના સંબંધો સુધર્યા છે. આ સાથે તેમણે કેન્દ્ર સરકારની વિદેશ નીતિની પણ પ્રશંસા કરી છે. તિરુવનંતપુરમના સાંસદ […]

પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા – અમદાવાદ ચેપ્ટર દ્વારા શહેરની સફળ મહિલાઓની સાહસિક ભાવનાની પ્રશંસા અને સન્માન કરવા માટે ઉડાન ઇવેન્ટનું ખાસ આયોજન

અમદાવાદ : દર વર્ષે 19મી નવેમ્બરે વિશ્વભરમાં ઉજવવામાં આવતા મહિલા ઉદ્યોગ સાહસિક દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્લોબલ ઈકોનોમીમાં મહિલા ઉદ્યોગપતિઓના યોગદાનને ઓળખવાનો છે. હાલના તબક્કામાં વિશ્વભરમાં લગભગ 85% ખરીદીઓ અને  $20 ટ્રિલિયનના  ગ્લોબલ ખર્ચ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે અને એટલે જ આ દિવસ વ્યવસાયી મહિલાઓ માટે વધુ અનુકૂળ વાતાવરણ ને ટેકો આપવા સમર્થન કરે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code