રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનિંગ દરમિયાન નહેરમાં સેનાની ટેન્ક ડૂબી, એક સૈનિક વીરગતિ પામ્યો
નવી દિલ્હી: રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં લશ્કરી કવાયત દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ. ઈન્દિરા ગાંધી નહેરમાં ભારતીય સેનાની એક ટેન્ક ડૂબી ગઈ. આ દુ:ખદ અકસ્માતમાં એક સેનાનો સૈનિક શહિદ થયો. આ ઘટના ગઈ કાલે સવારે બની જ્યારે સૈનિકોને ટેન્કમાં નહેર પાર કરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. આ કવાયત ગંગાનગરમાં ઇન્દિરા ગાંધી નહેરમાં થઈ રહી હતી. […]


