1. Home
  2. Tag "arrest"

મોરેશિયસના ભૂતપૂર્વ વડા પ્રધાન પ્રવિંદ જુગનાથની મની લોન્ડરિંગના આરોપો સબબ ધરપકડ

મોરેશિયસના ભૂતપૂર્વ વડા પ્રધાન પ્રવિંદ જુગનાથની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહ્યા છે, એમ રાજ્ય સંચાલિત નાણાકીય ગુનાઓ આયોગે જણાવ્યું હતું. FCC પ્રવક્તા ઇબ્રાહિમ રોસાયે પત્રકારોને જણાવ્યું હતું, અને ઉમેર્યું હતું કે તેમને મધ્ય મોરેશિયસના મોકા જિલ્લામાં મોકા અટકાયત કેન્દ્રમાં અટકાયતમાં રાખવામાં આવશે. જુગનાથના નિવાસસ્થાન સહિત વિવિધ સ્થળોએ FCC […]

બાંગ્લાદેશઃ અભિનેત્રી સોહના સબા પર દેશદ્રોહનો આરોપ લાગ્યો, પોલીસે ધરપકડ કરી

બાંગ્લાદેશમાં પોલીસે જાણીતી અભિનેત્રી સોહના સબાની ધરપકડ કરી છે. અભિનેત્રી પર રાજદ્રોહનો આરોપ લગાવતા, તેને ઢાકા મેટ્રોપોલિટન પોલીસ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી અને પૂછપરછ પછી, રાજદ્રોહના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ પોલીસે મેહર અફરોઝ શૉનની પણ રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરી હતી. ડીબી ચીફ રેઝાઉલ કરીમ મલિકે અભિનેત્રીની ધરપકડની પુષ્ટિ કરી છે. […]

નવી મુંબઈઃ NCBએ, 200 કરોડ રૂપિયાના માદક દ્રવ્યો સાથે, ચારની ધરપકડ કરી

મુંબઈઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ટીમે, નવી મુંબઈમાં દરોડા પાડી 200 કરોડ રૂપિયાના માદક દ્રવ્યો જપ્ત કર્યા છે. NCB મુંબઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા નવી મુંબઈમાં 200 ગ્રામ કોકેઈન જપ્ત થયા બાદ આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. આ આધારે, એનસીબી એ 31 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રના નવી મુંબઈમાં દરોડા દરમિયાન […]

ગોવામાં ડ્રગ્સનો કાળો કારોબાર કરતો હતો જર્મન, લાખોના ડ્રગ્સ સાથે ધરપકડ

ગોવાના એન્ટી નાર્કોટિક્સ સેલ (ANC) એ વેગેટર વિસ્તારમાં દરોડા પાડીને એક મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં 45 વર્ષીય જર્મન નાગરિક સેબેસ્ટિયન હેસલરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેમાં એલએસડી બ્લોટ પેપર, કેટામાઈન પાવડર, કેટામાઈન લિક્વિડ અને લગભગ 2 કિલો ગાંજાનો સમાવેશ થાય છે. જપ્ત […]

સિંગરૌલીની સેપ્ટિક ટાંકીમાંથી 4 મૃતદેહો મળી આવ્યા, 6ની ધરપકડ

તાજેતરમાં જ મધ્યપ્રદેશના સિંગરૌલીમાં એકસાથે ચાર મૃતદેહ મળી આવ્યા હતા. આ ચાર મૃતદેહો સિંગરૌલીમાં સેપ્ટિક ટાંકીમાંથી મળી આવ્યા હતા. એમપી પોલીસે આ બાબતનો ખુલાસો કર્યો છે. જૂની અદાવતના કારણે આરોપીઓએ સાથે મળીને આ હત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે આ કેસમાં 6 લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં એક સગીર છે. પોલીસે જણાવ્યું કે […]

નકલી દસ્તાવેજો બનાવવાના રેકેટ પર પોલીસની કાર્યવાહી, દિલ્હીમાં 2 બાંગ્લાદેશી સહિત 4ની ધરપકડ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પોલીસે ફરી એકવાર નકલી દસ્તાવેજો બનાવતી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં 2 બાંગ્લાદેશી નાગરિકો સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બનાવટી દસ્તાવેજોની મદદથી બાંગ્લાદેશના નાગરિકો માટે આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો બનાવવામાં આવી રહ્યા હતા. પોલીસે વસંત કુંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિક મોહમ્મદ બબલુની ધરપકડ કરી છે, […]

કર્ણાટકઃ 12.51 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ખાનગી બેંકના મેનેજર સહિત ચારની ધરપકડ

બેંગ્લોરઃ એક ખાનગી બેંકના મેનેજર સહિત ચાર લોકોની કથિત રીતે બેંગલુરુ સ્થિત કંપનીમાંથી સંવેદનશીલ ડેટાની ચોરી કરવા અને તેમના ખાતામાંથી 12.51 કરોડ રૂપિયાની ઉચાપત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ડ્રીમ પ્લગ પે ટેક સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ (CRED) ના ડિરેક્ટરે નવેમ્બરમાં પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં […]

મથુરાના આર્મી કેન્ટીનમાં રૂ. 1.66 કરોડની છેતરપીંડી કેસમાં આરોપીની ધરપકડ

લખનૌઃ ઉત્તર પ્રદેશના મથુરાના સદર બજાર પોલીસ સ્ટેશને સરકારી આર્મી કેન્ટીનમાંથી 1 કરોડ 83 લાખ 44 હજારથી વધુની છેતરપિંડીના મામલામાં મુખ્ય આરોપી દીપક કુમારની ધરપકડ કરી છે. આરોપીઓના પાસેથી 1 કરોડ 66 લાખ 62 હજાર રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં આરોપીના પિતા, માતા, પત્ની અને ભત્રીજાની ધરપકડ કરી લીધી છે. 4 ડિસેમ્બરે […]

અમેરિકાઃ ડોનાલ્ડ ટ્રંપને મારીનાખવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ

ન્યૂયોર્કઃ અમેરિકાના રાષ્ટ્રીપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને કથીત રીતે જાનથી મારીનાખવા પર ધમકી ધમકી આપવાના આરોપમાં એરીજોનાના વ્યક્તિ મેનુએલ તામાયો-ટોરેસની ધરપકડ કરવામાં આવી છે. એરિઝોનાના મેન મેન્યુઅલ તામાયો-ટોરેસની કથિત રીતે ઓનલાઈન વીડીયો પોસ્ટ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. શંકાસ્પદ વ્યક્તિએ તાજેતરના મહિનાઓમાં […]

બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા ચિન્મય કૃષ્ણદાસને તાત્કાલિક મુક્ત કરવા કેજરિવાલની માંગણી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાજકીય સંકટ અને હિંસા વચ્ચે સંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજ્ક અરવિંદ કેજરિવાલે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ તેમણે તેને અન્યાય ગણાવીને કહ્યું કે, સમગ્ર દેશ તેમની સાથે ઉભો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, ચિન્મય કૃષ્ણ દાસને તાત્કાલિક મુક્ત કરાવે છે. કેજરિવાલે સોશિયલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code