1. Home
  2. Tag "arunachal pradesh"

અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગએ આજે અરુણાચલ પ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે ગુજરાત, કર્ણાટક, કેરળ, માહે, કોંકણ, ગોવા, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તેલંગાણા અને વિદર્ભમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરપૂર્વ ભારતમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે.દરમિયાન, ઉત્તરપશ્ચિમ ભારતમાં, હવામાન […]

અરુણાચલ પ્રદેશના શી યોમી જિલ્લામાં 700 મેગાવોટના ટાટો-II હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણ માટે રોકાણ દરખાસ્તને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ આજે અરુણાચલ પ્રદેશના શી યોમી જિલ્લામાં ટાટો-II હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ (HEP)ના નિર્માણ માટે રૂ. 8146.21 કરોડના રોકાણને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ માટે અંદાજિત પૂર્ણતાનો સમયગાળો 72 મહિના છે. 700 મેગાવોટ (4 x 175 મેગાવોટ) ની સ્થાપિત ક્ષમતા ધરાવતો આ પ્રોજેક્ટ 2738.06 MU ઉર્જા ઉત્પન્ન […]

અરૂણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારના નામ ચીને બદલતા ભારતે વ્યક્ત કરીને આવી પ્રવૃતિથી દૂર રહેવા આપી ચીમકી

અરુણાચલ પ્રદેશના વિસ્તારોના નામકરણમાં ચીનની હિંમત સામે ભારતે કડક વલણ અપનાવ્યું છે. તેમણે ચીનને ઠપકો આપ્યો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેણે આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ. આવા કાર્યોથી સત્ય બદલાશે નહીં. વિદેશ મંત્રાલયે કહ્યું, ‘અમે જોયું છે કે ચીન ભારતના અરુણાચલ પ્રદેશમાં અમુક સ્થળોના નામ બદલવાના કપટી અને વાહિયાત પ્રયાસો ચાલુ રાખી રહ્યું છે.’ […]

તમિલનાડુ, કેરળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય સહિત 11 રાજ્યમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાએ વિદાય લીધી છે. જ્યારે કેટલાક સ્થળોએ હજુ પણ ચોમાસું સક્રિય છે. આ દરમિયાન હવામાન વિભાગે દક્ષિણ ભારત અને પૂર્વોત્તર ભારતના ઘણા રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આગામી દિવસોમાં દિલ્હીના હવામાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે […]

અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાના ટ્રકને નડ્યો અકસ્માત, ત્રણ જવાનોના નિધન

આર્મી કાફલાની ટ્રક ખાઈમાં ખાબકતા સર્જાઈ દૂર્ઘટના સમગ્ર ઘટના અંગે સીએમએ દુઃખ વ્યક્ત કર્યું ઇટાનગરઃ અરુણાચલ પ્રદેશના ઉપલા સુબાનસિરી જિલ્લામાં એક ટ્રક ઊંડી ખીણમાં પડતાં સેનાના ત્રણ જવાનોના નિધન થયાં હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે અકસ્માત સવારે ‘ટ્રાન્સ અરુણાચલ’ હાઈવે પર તાપી ગામ પાસે થયો હતો. સૈન્ય સૂત્રોના જણાવ્યા […]

અરૂણાચલપ્રદેશઃ બીજેપીના નેતા પેમા ખાંડુએ સતત ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના નેતા પેમા ખાંડુએ આજે ​​સતત ત્રીજી વખત અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મુક્તો મતવિસ્તારના વિધાનસભ્ય પેમા ખાંડુને ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય નેતાઓની હાજરીમાં રાજ્યપાલ કેટી પરનાયકે શપથ લેવડાવ્યા હતા. પેમા ખાંડુની સાથે અન્ય 11 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. મુક્તો વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય […]

અરૂણાચલ પ્રદેશમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

નવી દિલ્હીઃ અરૂણાચલ પ્રદેશના પૂર્વ કામેંગમાં રવિવારે સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપ આજે સવારે લગભગ 10.05 કલાકે આવ્યો હતો. તેમજ તેની તીવ્રતા લગભગ 3.8ની નોંધાઈ હતી. અરૂણાચલ પ્રદેશમાં આવેલા ભૂકંપના આ આંચકામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી. પરંતુ સવારના સમયે ભૂકંપનો આંચકો આવતા લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી ગયા હતા. દેશમાં […]

પ્રથમ તબક્કામાં 102 બેઠકો ઉપર મતદાન પૂર્ણ, અંદાજે 65 ટકાથી વધારે મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની 102 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું આજે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળ અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં હિંસામાં છુટાછવાયા બનાવો નોંધાયાં હતા. પ્રથમ તબક્કામાં 102 બેઠકો ઉપર એકંદરે સરેરાશ 65 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા મળે છે. ત્રિપુરામાં સૌથી વધારે 76 ટકાથી વધારે મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની […]

યુવા સંગમ તબક્કા IV અંતર્ગત અરૂણાચલ પ્રદેશના પ્રતિનિધિઓ ગુજરાતની મુલાકાતે

અમદાવાદઃ યુવા સંગમ, એક ભારત શ્રેષ્ઠ ભારત (ઈબીએસબી) હેઠળ, ભારત સરકાર દ્વારા ભારતના વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના યુવાનો વચ્ચે લોકોથી લોકોના જોડાણને મજબૂત કરવા માટેની પહેલ છે. તે યુવાનો માટે શૈક્ષણિક કમ સાંસ્કૃતિક પ્રવાસોનું આયોજન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં એક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશથી બીજા રાજ્યમાં કેમ્પસ અને બહારના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પ્રવાસ દરમિયાન, […]

ચીને અરુણાચલ પ્રદેશ પર ફરીથી કરી હિમાકત, 30 સ્થાનોના જાહેર ચાઈનીઝ નામ

નવી દિલ્હી: ભારતના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશને લઈને ચીને ફરી એકવાર હિમાકત કરી છે. અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો રજૂ કરવાની તાજેતરની કોશિશો વચ્ચે ડ્રેગને ભારતીય રાજ્યના વિભિન્ન સ્થાનોના 30 નવા નામોની યાદી જાહેર કરી છે. આ નામોની વધુ વિગતો જો કે હજી સામે આવી નથી. પરંતુ આ નામોને ચીની અક્ષરોમાં લખવામાં આવ્યા છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code