1. Home
  2. Tag "Assam"

આસામના તિનસુકિયામાં આર્મી કેમ્પ પર આતંકવાદી હુમલો, ત્રણ સૈનિકો ઘાયલ

નવી દિલ્હી: આસામના તિનસુકિયા જિલ્લાના કાકોપથર વિસ્તારમાં આજે સવારે આતંકવાદીઓએ એક આર્મી કેમ્પ પર હુમલો કર્યો, જેમાં ત્રણ આર્મી જવાનો ઘાયલ થયા. આ ઘટના અંગે સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે સેના અને પોલીસે આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. કાકોપથર કંપનીના સ્થળે કેટલાક આતંકવાદીઓએ ચાલતા વાહનમાંથી ગોળીબાર કર્યો. ફરજ પરના સૈનિકોએ […]

2024માં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત આસામ અને ગુજરાતને રૂ. 707.97 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ 2024માં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત આસામ અને ગુજરાતને રૂ. 707.97 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. આ કેન્દ્રીય સહાય રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (NDRF) માંથી પૂરી પાડવામાં આવે છે, જે વર્ષની શરૂઆતમાં રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF) માં ઉપલબ્ધ બેલેન્સના […]

આસામને વિકાસ કાર્યોની ભેંટ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર આસામને ગ્રોથ એન્જિન બનાવવા કાર્યરત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં 6 હજાર 300 કરોડ રૂપિયાથી વધુના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે દરાંગ જિલ્લાના મંગલદોઈ ખાતે લોકોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકાસ કરતો દેશ છે અને આસામ દેશના સૌથી ઝડપથી વિકાસ કરતાં રાજ્યોમાંનું એક બની ગયું છે. મોદીએ કહ્યું […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં અઢાર હજાર 530 કરોડ રૂપિયાના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.સૌ પ્રથમ મોદી દરાંગમાં દારંગ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને જીએનએમ સ્કૂલ અને બી.એસસી. નર્સિંગ કોલેજ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ગુવાહાટીમાં ગુવાહાટી રિંગ રોડ પ્રોજેક્ટ ઉપરાંત બ્રહ્મપુત્ર નદી પર કુરુવા-નારંગી પુલનો શિલાન્યાસ પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી […]

નરેન્દ્ર મોદી મિઝોરમ, મણિપુર અને આસામમાં અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13થી 15 સપ્ટેમ્બર દરમિયાન મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે. 13 સપ્ટેમ્બરના રોજ, પ્રધાનમંત્રી મિઝોરમની મુલાકાત લેશે અને સવારે 10 વાગ્યે આઈઝોલમાં 9000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મણિપુરની મુલાકાત લેશે અને બપોરે […]

ભારે વરસાદ અને પૂરને કારણે આસામ, સિક્કિમ અને મણિપુરમાં પરિસ્થિતિ વણસી, પીએમ મોદીએ મદદની આપી ખાતરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ અને મણિપુરના રાજ્યપાલ અજય ભલ્લા સાથે પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે વાત કરી છે. પીએમ મોદીએ શક્ય તમામ મદદ અને સમર્થનનું આશ્વાસન આપ્યું છે. આ દરમિયાન, આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ ટ્વીટ કર્યું, ‘થોડા સમય પહેલા પ્રધાનમંત્રીએ […]

આસામમાં પૂરથી 22 જિલ્લામાં જનજીવન ખોરવાયું, બ્રહ્મપુત્રા સહિત 15 નદીઓ ખતરાના નિશાનથી ઉપર

નવી દિલ્હીઃ આસામમાં સતત વરસાદને કારણે પૂરની સ્થિતિ ગંભીર બની છે. બ્રહ્મપુત્રા (નિમાટીઘાટ, તેઝપુર), સુબાનસિરી (બારાતીઘાટ), બુરીડીહિંગ, ધનસિરી (નુમાલીગઢ), કપિલી (કમપુર, ધરમતુલ), બરાક (છોટા બેકરા, ફુલર્ટલ, એપી ઘાટ, બીપી ઘાટ), રુકની (ધોલાઈ), ધલેશ્વરી (કટારાજી) અને કટારા (કુહાલ) (શ્રીભૂમિ) નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. 22 જિલ્લા પૂરથી પ્રભાવિત છે. આમાં લખીમપુર, નાગાંવ, કચર, દિબ્રુગઢ, […]

આસામમાં ધરતી ધ્રૂજી, મોરીગાંવમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 નોંધાઈ

આસામના મોરીગાંવમાં મધરાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં ગુરુવારે બપોરે 2.25 વાગ્યાની આસપાસ લોકોએ ધરતી ધ્રુજારીનો અનુભવ કર્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 નોંધવામાં આવી છે. ભૂકંપ શા માટે થાય છે? પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જ્યાં ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. […]

પીએમ મોદી આસામ માટે શક્ય તેટલું બધું જ કરી રહ્યા છે: CM હિમંતા બિસ્વા

નવી દિલ્હીઃ આસામનાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આસામના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે “એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ”ને આસામ માટે ઐતિહાસિક ગણાવ્યું. કહ્યું કે ગુજરાત સિવાય કોઈ પણ રાજ્યમાં આટલું મોટું રોકાણ સમિટ યોજાયું નથી. પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા CM શર્માએ કહ્યું કે આસામ એક નાનું રાજ્ય […]

આસામ ભારતમાં સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છેઃ પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભવોને આવકારતા મોદીએ જણાવ્યું હતું કે, “પૂર્વ ભારત અને પૂર્વોત્તર ભારત આજે ભવિષ્યની નવી યાત્રાએ નીકળી રહ્યું છે અને એડવાન્ટેજ આસામ અતુલ્ય સંભવિતતા અને દુનિયા સાથેની પ્રગતિને એકબીજા સાથે જોડવા માટેની એક મહત્ત્વપૂર્ણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code