શિરાચા ભાગવત કથા ખાતે ભક્તિવિભોર થયેલ શ્રોતાઓ ગરબે રમ્યા
શિરાચા, ૧૬ ડિસેમ્બર ૨૦૨૫: શ્રીમદ્ ભાગવત મહાપુરાણ કથાના ત્રીજા દિવસે આધ્યાત્મિક વાતાવરણ અત્યંત ભવ્ય, ભક્તિમય અને ઉલ્લાસમય બન્યું હતું. આ કથા સ્થળ પર વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને ધાર્મિક આગેવાનોની પાવન ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને વધુ પુનિત અને ગૌરવમય બનાવ્યું હતું. આજે શ્રોતા તરીકે પધારેલા મહાનુભાવોમાં સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંતશ્રી પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, મહેશ્વરી સમાજના પ્રસિદ્ધ ધર્મગુરુશ્રી […]


