અયોધ્યામાં મકર સંક્રાંતિની ભવ્ય ઉજવણી: રામલલાને અર્પણ કરાઈ પતંગ
અયોધ્યા, 15 જાન્યુઆરી, 2026: રામનગરી અયોધ્યામાં આજે મકર સંક્રાંતિનો પર્વ અત્યંત ભક્તિ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર સરયૂ નદીમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. કડકડતી ઠંડી હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ જોવા મળી નહોતી. સ્નાન બાદ શ્રદ્ધાળુઓએ તલ, ગોળ, વસ્ત્ર અને અન્નનું દાન કરી પુણ્ય અર્જિત કર્યું […]


