1. Home
  2. Tag "ayodhya"

અયોધ્યામાં સુરક્ષા વધારે મજબુત કરાશે, NSG કમાન્ડો પણ સુરક્ષાની જવાબદારી ઉઠાવશે

લખનૌઃ શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ બાદ હવે જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર હવે અહીં એનએસજી કમાન્ડો યુનિટ બનાવવાની તૈયારી કરી રહી છે જેના માટે જમીનની શોધ ચાલી રહી છે. કેન્દ્ર સરકારના નિર્ણયની મંજૂરી બાદ NSGના બ્લેક કેટ કમાન્ડોને અહીં તૈનાત કરવામાં આવશે. જિલ્લામાં અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારની બે સુરક્ષા […]

રામલલાને પણ ગરમીની અસર, પ્રભુને પહેરાવાય છે સુતરાઉ વસ્ત્રો

અયોધ્યાઃ ઉત્તરભારતમાં હાલ કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. ગરમીને પગલે રામલલાની દિનચર્યામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને તેમને ગરમીમાં રાહત આપતું ભોજન અને રાહત આપતા કપડાં આપવામાં આવી રહ્યા છે. હાલમાં ઉત્તર ભારતમાં નૌટપાના કારણે તાપમાન સતત 40 ડિગ્રીથી ઉપર રહે છે. આવી સ્થિતિમાં રામનગરીના મંદિરમાં હાજર ભગવાનની દિનચર્યા પણ બદલાઈ […]

અક્ષર તૃતીયાના પાવન પર્વ પર રામલલાને 11 હજાર હાપુસ કેરીનો ભોગ ધરાવાયો

અયોધ્યાઃ અક્ષય તૃતીયાના પાવન પર્વ નિમિત્તે અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીને 11 હજાર હાપુસ કેરી અર્પણ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી શ્રીરામના ભક્તોએ રામલલા પ્રત્યેની આસ્થા તેમની કેરીનો પ્રથમ પાક અર્પણ કરીને દર્શાવી હતી. હાપુસને કેરીની શ્રેષ્ઠ જાતોમાંની એક ગણવામાં આવે છે. તે મુખ્યત્વે મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં ઉત્પન્ન થાય છે અને દેશ અને વિદેશમાં […]

અયોધ્યામાં પીએમ મોદીના સ્વાગત માટે જબરજસ્ત તૈયારીઓ, સાંજે ભવ્ય રોડ શોમાં યોગી આદિત્યનાથ પણ જોડાશે

પીએમ નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રોડ શો કરશે. મોદીના રોડ શોમાં 100 માતૃશક્તિ તેમના રથની આગળ અને 100 માતૃશક્તિ તેમના રથની પાછળ રહેશે. બીજેપી મેટ્રોપોલિટન પ્રેસિડેન્ટ કમલેશ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, સીએમ યોગી આદિત્યનાથ પણ રોડ શોમાં ભાગ લેશે. તેઓ સાંજે 5 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા સાકેત ડિગ્રી કોલેજના મેદાનમાં આગમન કરશે આ દરમિયાન પીએમ મોદી મહર્ષિ […]

કાનપુરમાં આજે વડાપ્રધાન મોદીનો રોડ શો, યૂપીમાં 2 દિવસમાં 7 લોકસભા સીટો પર કરશે પ્રચાર

ત્રીજા તબક્કાના પ્રચાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ચોથા અને પાંચમા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર કરીને રાજકીય માહોલમાં ગરમાવો લાવશે. આજે અને આવતીકાલે એમ બે દિવસ વડાપ્રધાન યુપીની સાત લોકસભા સીટો પર સતત 2 દિવસ પ્રચાર કરશે. વડાપ્રધાન આજે કાનપુર અને અકબરપુર લોકસભા બેઠકો પર રેલીને સંબોધશે . આ સ્થળે કરશે રોડ શો બીજેપીના રાજ્ય […]

અયોધ્યામાં રામ મંદિર બાદ હવે શ્રીલંકામાં માતા સીતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામલલાની મૂર્તિની સ્થાપના બાદ હવે શ્રીલંકામાં માતા સીતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. શ્રીલંકામાં માતા સીતાજીની મૂર્તિને અયોધ્યાના સરયુના પવિત્ર જળથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ માટે શ્રી સીતા અમ્માન મંદિર પ્રશાસને અયોધ્યાનું સરયુ પાણી આપવા માટે યુપીના મુખ્ય સચિવને પત્ર પણ લખ્યો હતો, જેને મંજૂરી મળી ગઈ છે. હવે મંદિર […]

અયોધ્યાઃ માનવ તસ્કરી રેકેટમાં ચોંકાવનારો ખુલાસો, બાળકો પાસે મદરેસામાં અભ્યાસના નામે મજુરી કરાવાતી

લખનૌઃ અયોધ્યામાં માનવતસ્કરીનો પર્દાફાશ કરીને પોલીસે 99 બાળકોને મુક્ત કરાવીને પાંચ મોલવીઓને ઝડપી લીધા હતા. તેમજ બાળકોને સહારનપુર મોકલી આપવામાં આવ્યાં હતા. બાળકોને મદરેસામાં અભ્યાસ કરાવવાના નામે તેમની પાસે મજુરી કરાવવાની સાથે પશુઓની જેમ માર મારવામાં આવ્યો હતો. પોલીસે પાંચેય મોલવીની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી […]

ચોટીલાના રામજી મંદિરમાં હવે અયોધ્યામાં બિરાજમાન રામલલાના દર્શનની અનુભૂતિ થશે

અયોધ્યાથી પ્રવાસી સ્વરૂપે ચાંદીનો સિક્કો અને કાળા પથ્થરનો ટુકડો આવ્યા રામજી મંદિરમાં ચાંદીનો સિક્કો અને કાળા પથ્થરનો ટુકડા સ્થાપીત કરાયો અમદાવાદઃ ચોટીલા ચામુંડા માતાજી મંદિરના મહંતને અયોધ્યા ખાતે રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા દરમિયાન મળેલ ચાંદીનો સિક્કો અને પથ્થરનો ટુકડાની રામજી મંદિર ખાતે સ્થાપના કરવામાં આવી. આજે રામનવમી પવિત્ર દિવસે ચોટીલા ખાતે મોટી જગ્યાના […]

ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત પીએમ મોદીએ રામલલાના સૂર્ય તિલકના દર્શન કર્યાં

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં રામ નવમીની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી છે. બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમવાર રામ નવમીની ઉજવણી કરવામાં આવી છે. દરમિયાન આજે બપોરના સમયે પ્રભુ શ્રી રામની મૂર્તિને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત છે. તેમ છતા સમય નીકળીને રામલલાને […]

રામ નવમીઃ રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું

લખનૌઃ રામ નવમીની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અયોધ્યાનગરી પણ આજના પાવન પર્વ પર રામમય બની છે. સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રી રામજીના દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામ નવમી છે. રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. લગભગ ચાર મિનિટ સુધી રામલલાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code