1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત પીએમ મોદીએ રામલલાના સૂર્ય તિલકના દર્શન કર્યાં
ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત પીએમ મોદીએ રામલલાના સૂર્ય તિલકના દર્શન કર્યાં

ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત પીએમ મોદીએ રામલલાના સૂર્ય તિલકના દર્શન કર્યાં

0
Social Share

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં રામ નવમીની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી છે. બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમવાર રામ નવમીની ઉજવણી કરવામાં આવી છે. દરમિયાન આજે બપોરના સમયે પ્રભુ શ્રી રામની મૂર્તિને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત છે. તેમ છતા સમય નીકળીને રામલલાને સૂર્ય તિલકના દર્શન કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસમથી ઓનલાઈન સૂર્ય તિલકના દર્શન કર્યાં હતા.

અસમમાં ચૂંટણીના પ્રચાર અર્થે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલલાના સૂર્ય તિલકના દર્શન કરીને જણાવ્યું હતું કે, આ દરેક માટે પરમાનંદ ક્ષણ છે. નલવાડીની સભા બાદ અયોધ્યામાં રામલલાના સૂર્ય તિલકના અદભૂત અને અપ્રતિમ ક્ષણના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. શ્રી રામજન્મભૂમિનું આ બહુપ્રતીક્ષિત ક્ષણ દરેક માટે પરમાનંદ ક્ષણ છે. આ સૂર્ય તિલક વિકસિત ભારતના દરેક સંકલ્પને પોતાની ઉર્જાને આવી રીતે જ પ્રકાશિત કરશે.

રામલલાના સૂર્ય તિલકના દર્શન કરવા પીએમ મોદીની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. અસમનું નલવાડી અયોધ્યાથી લગભગ 1100 કિમી દૂર છે. અયોધ્યામાં રામ નવમી પ્રસંગ્રે દર્પણ અને લેન્સની મદદથી એક મિકેનિઝન મારફતે રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું.

આજે સમગ્ર દેશમાં રામનવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, અને ભક્તો પણ ભગવાનની આરાધનામાં તરબોળ બન્યા છે. પરંતુ આ વખતે  ખાસ છે પ્રભુ રામની જન્મભૂમી અયોધ્યા. અહિયાં લગભગ 4 હજારથી વધુ મંદિરોમાં રામ જન્મની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામનવમી છે.

અયોધ્યામાં ભગવાન શ્રી રામના સ્વરૂપ પર સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું, અને ભગવાન શ્રી રામની મહા આરતી કરવામાં આવી હતી. આ દુર્લભ દર્શનનો લાહવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. અને આ અદ્દભુત નજારાને ભક્તોએ કેમેરામાં કેદ કર્યો હતો. વિજ્ઞાન અને આધ્યાત્મના આ સુલભ સમન્વયનો શાક્ષી આજે આખો દેશ બન્યો છે. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code