1. Home
  2. Tag "Ban"

સુરતમાં હેલ્થ વોર્નીંગ વિનાની સિગારેટ, ઈ-સિગારેટ તથા ઈ-હુક્કાના સેવન, વેચાણ પર પ્રતિબંધ

સુરત :  શહેરમાં હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ-સિગારેટ તેમજ હુક્કાના સેવન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.શહેરના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે   અભિયાન ચાલુ કર્યું છે. જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહ્યા છે. શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા […]

ભારતે 54 મોબાઈલ એપ્સ ઉપર પ્રતિબંધ ફરમાવતા કંપની અને અધિકારીઓના હિતને નુકસાનઃ ચીન

નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષાના કારણોસર 54 મોબાઈલ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ ચીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ચીનએ ભારતના નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે, ભારતના નિર્ણયથી અનેક ચીની કંપનીઓ અને તેમના અધિકારી અને હિતોને નુકસાન પહોંચ્યું છે. આ સાથે ચીને આશા વ્યક્ત કરી છે કે, ચીની કંપનીઓ સહિત તમામ વિદેશી […]

ભારત સરકારે વધુ 40થી વધારે ચાઈનીઝ એપ્લિકેશન ઉપર મુક્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ સુરક્ષા કારણોસર ભારતમાં ફરી એકવાર ચીનની કેટલીક એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે ભારતની સુરક્ષા માટે ખતરો ઉભી કરનાર 54 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહી છે. એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં સ્વીટ સેલ્ફી એચડી, બ્યુટી કેમેરા – સેલ્ફી કેમેરા, વિવા વિડિયો […]

ભારતના આ ગામમાં વર્ષોથી લગ્નમાં દહેજ લેવા અને આપવા ઉપર સખ્ત પ્રતિબંધ

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણનું પ્રમાણ વધવાની સાથે દહેજ અને બાળલગ્ન જેવા કુરિવાજોથી હવે લોકો દૂર થઈ રહ્યાં છે. દરમિયાન ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલા એક ગામમાં વર્ષોથી દહેજ પ્રથા ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના બાબા વાઈલ ગામમાં દહેજ લેવા અને આપવા ઉપર પ્રતિબંધ છે. આ નિયમનો ભંગ કરનાર પરિવાર સાથે ગ્રાજમનો સંબંધ […]

વોટ્સએપની કાર્યવાહી, નવેમ્બરમાં 17.5 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો, આ છે કારણ

વોટ્સએપની કાર્યવાહી નવેમ્બરમાં 17.5 લાખ એકાઉન્ટ્સ બેન કર્યા ભારતમાં વોટ્સએપના 40 કરોડથી વધુ યૂઝર્સ નવી દિલ્હી: ફેસબુકના માલિકત્વ હેઠળની કંપની વોટ્સએપે નવેમ્બર મહિના દરમિયાન ઓટોમેટેડ અને બલ્ક મેસેજિંગ (સ્પામ)ના અનધિકૃત ઉપયોગ કરતા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરતા કુલ 17.5 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ બંધ કર્યા હતા. આ જ સમયમાં 602 ફરિયાદો પણ પ્રાપ્ત થઇ હતી. વોટ્સએપે […]

ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાગશે તો શું તમારા રૂપિયા ડૂબી જશે? જાણો શું અસર થશે

ક્રિપ્ટોકરન્સી પર લાગી શકે છે પ્રતિબંધ તેનાથી તમારો ક્રિપ્ટો એક્સચેન્જ સાથેનો વ્યવહાર થશે બંધ તેનાથી તમારા પર આ અસર થશે નવી દિલ્હી: અત્યારે સમગ્ર દેશમાં ક્રિપ્ટોકરન્સીમાં મોટા પાયે રોકાણ થઇ રહ્યું છે. અત્યારે અનેક ક્રિપ્ટોકરન્સીની બોલબાલા છે.  જો કે આ વચ્ચે હવે સરકાર સંસદના શિયાળુ સત્ર દરમિયાન ક્રિપ્ટોકરન્સીને લઇને એક બિલ રજૂ કરશે અને તેમાં […]

ભારતઃ ત્રણ શ્રેણીની સિરીંજના જથ્થાત્મક નિકાસ ઉપર ત્રણ મહિનાનો પ્રતિબંધ

દિલ્હીઃ દેશમાં કોવિડ-19 રસીકરણ અભિયાન તેજ બનાવાયું છે. બીજી તરફ સિરીંજની સ્થાનિક ઉપલબ્ધતા વધારવા માટે નિકાસ પર જથ્થાત્મક પ્રતિબંધો લગાવાયા છે. અલગ-અલગ ત્રણ પ્રકારની સિરીંજની નિકાસ ઉપર માત્રાત્મક પ્રતિબંધો લગાવવામાં આવ્યાં છે. ઘરેલું રસી ઉત્પાદકો અને સિરીંજ ઉત્પાદકોએ ભારતમાં વિશ્વના સૌથી મોટા કોવિડ રસીકરણ કાર્યક્રમના અસરકારક અમલીકરણમાં મહત્વની અને અહમ ભૂમિકા ભજવી છે. ભારતમાં અત્યાર […]

ગુજરાતઃ 21 નિર્જન ટાપુઓ ઉપર મંજૂરી વિના પ્રવેશ ઉપર પ્રતિબંધ

અમદાવાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્‍લો ભારતની પશ્વિમ આંતરરાષ્‍ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્‍લો છે. જિલ્‍લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્‍થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્‍ધાળુઓ અવર જવર કરતા […]

અમદાવાદમાં ચાર રસ્તા પર 50 મીટરની ત્રિજ્યામાં રિક્ષા ઊભી રાખવા અને પાર્કિંગનો પ્રંતિબંધ

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ટ્રાફિક વિભાગનો હવાલો સંભાળતા જોઈન્ટ સીપીએ કવાયત હાથ ધરી છે. ચાર રસ્તાઓ પર ડાબી બાજુ વળવા માટે ખાસ બેરીકેટ લગાવાયા બાદ હવે ચાર રસ્તાઓ પર ઊભી રહેતી રિક્ષાઓ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.  રિક્ષાચાલકો પેસેન્જરને બેસાડવા-ઉતારવા માટે ચાર રસ્તા પર ગમે ત્યાં રિક્ષા ઉભી કરી દે છે. જેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code