1. Home
  2. Tag "Banas Dairy"

આસામના પ્રતિનિધિમંડળે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની મુલાકાત લીધી

બનાસકાંઠા, 3 ફેબ્રુઆરી, 2026 – Banas dairy ગુજરાત વિધાનસભા અને આસામ વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે આયોજિત “Youth Immersion Programme (3rd Edition 2026)” અંતર્ગત આસામના ૨૯ સભ્યોના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. આસામની ગુવાહાટી યુનિવર્સિટી, કોટન યુનિવર્સિટી અને બોડોલેન્ડ યુનિવર્સિટીના ૨૪ વિદ્યાર્થીઓ અને પાંચ પ્રતિનિધિઓએ પાલનપુર સ્થિત એશિયાની જીવાદોરી સમાન બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ્સની […]

પ્રાકૃતિક ખેતી જ ભાવી પેઢીના સ્વસ્થ ભવિષ્યની સાચી દિશા છે: રાજ્યપાલ

ગોબર આધારિત સ્વચ્છ ઊર્જાને નવી દિશા આપતો બનાસ બાયો-સીએનજી પ્લાન્ટ શરૂ કરાયો   પાલનપુર, 19 જાન્યુઆરી 2026: બનાસકાંઠાના વિકાસમાં એક નવો અને મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાતાં વડગામ તાલુકાના ભૂખલા ખાતે બનાસ ડેરી દ્વારા  સ્થપાયેલ બનાસ બાયો-સીએનજી- બનાસ મોડેલ પ્લાન્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તકતી અનાવરણ કરીને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ બાયોગેસ પ્લાન્ટની મુલાકાત લઈને વેસ્ટેજ […]

બનાસકાંઠામાં સુખનું વાવેતર થઈ રહ્યું છેઃ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા પ્રેરણાદાયક સંવાદ

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ભારતકૂલ અધ્યાય–2 ખાતે બનાસની સુવાસથી ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ સુધીનો અર્થસભર વિકાસ દ્રષ્ટિકોણ રજૂ કર્યો (અલકેશ પટેલ) અમદાવાદ, 13 ડિસેમ્બર, 2025ઃ An inspiring dialogue by Shankarbhai Chaudhary ભારતકૂલ અધ્યાય–2 ના બીજા દિવસે શનિવારે ‘બનાસની સુવાસ’ અંતર્ગત યોજાયેલા સંવાદમાં બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાના સર્વાંગી વિકાસની યાત્રા, તેના […]

બનાસ ડેરી જળ સંચય અને ઉત્તમ જળ વ્યવસ્થાપન માટે પ્રતિષ્ઠિત ‘નેશનલ વોટર એવોર્ડ’ થી સન્માનિત

નવી દિલ્હી, 18 નવેમ્બર, 2025ઃ banas dairy honoured with prestigious national award  આજે દિલ્હી ખાતે આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના હસ્તે બનાસ ડેરીને જળ સંચય અને ઉત્તમ જળ વ્યવસ્થાપન માટે પ્રતિષ્ઠિત ‘નેશનલ વોટર એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યું. આ પુરસ્કાર બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સ્વીકાર્યો હતો. શ્રી ચૌધરીએ આ એવોર્ડ લાખો પશુપાલકોને સમર્પિત છે […]

બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરી, વાઈસ ચેરમેનપદે ભાવાભાઈ રબારી ચૂંટાયા

એશિયાની સૌથી મોટી ડેરીમાં શંકર ચૌધરીનું વર્ચસ્વ યથાવત રહ્યું, ભાજપના સત્તાવાર મેન્ડેટથી બન્નેને બિનહરીફ જાહેર કરાયા, જિલ્લા પુરવઠા અધિકારીએ બન્નેને બિન હરીફ ચૂંટાયેલા જાહેર કર્યા પાલનપુરઃ  એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં ફરી એકવાર શંકર ચૌધરીની ચેરમેનપદે સતત ત્રીજીવાર બિનહરીફ વરણી થઈ છે, જ્યારે વાઇસ ચેરમેનપદે ભાવાભાઈ રબારી ફરીથી ચૂંટાયા છે. ભાજપના સત્તાવાર મેન્ડેટથી બન્નેને બિનહરીફ […]

બનાસ ડેરીને સહકારી શ્રેષ્ઠતા કેટેગરીમાં મહાત્મા ગાંધી એવોર્ડ એનાયત કરાયો

ભારતના સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા બનાસ ડેરીને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ નવી દિલ્હી ખાતે ગૌરવપૂર્ણ એવોર્ડ સ્વીકાર્યો, આ સન્માન ભવિષ્યમાં વધુ ઊંચાં લક્ષ્યો હાંસલ કરવાની પ્રેરણા આપશેઃ ચૌધરી પાલનપુરઃ એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીને ‘કો-ઓપરેટિવ એક્સલન્સ’ (સહકારી શ્રેષ્ઠતા) કેટેગરીમાં પ્રતિષ્ઠિત ‘મહાત્મા એવોર્ડ’ એનાયત કરીને સન્માનિત કરવામાં આવી છે. આ […]

બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો બિનહરિફ બની

ભાજપે મેન્ડેટ નહીં આપતાં હરિભાઈ ચૌધરીએ ફોર્મ પાછુ઼ં ખેચ્યું, સોમવારે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 5 વિભાગોનું ચિત્ર સ્પષ્ટ થયુ, અંતિમ સમય સુધી દાંતા બેઠકનું કોકડું ગુંચવાયેલું રહ્યું પાલનપુરઃ સૌથી મોટી ગણાતી બનાસડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં 16 બેઠકોમાંથી 15 બેઠકો બિનહરિફ બની છે. ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી જુથનો દબદબો યથાવત રહ્યો છે. ગઈકાલે સોમવારે ફોર્મ પરત […]

બનાસ ડેરી નિયામક મંડળમાં શંકર ચૌધરી અને પરબત પટેલ સહિત 8 સભ્યો બિનહરિફ ચૂંટાયા

ચૂંટણી પહેલા જ 16માંથી 8 બેઠકો બિનહરિફ જાહેર થઈ, સભાસદોમાં શંકર ચૌધરીનું વર્ચસ્વ અને લોકપ્રિયતા અતૂટ રહી, રાધનપુર, થરાદ, સાંતલપુર અને અમીરગઢ સહિત કુલ 8 બેઠકો બિનહરિફ બની અમદાવાદઃ  સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ચૂંટણી પહેલા જ  16 માંથી 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં શંકરભાઈ ચૌધરી અને પરબતભાઈ […]

બનાસ ડેરીના 16 ડિરેકટરોની ચૂંટણી 10મી ઓક્ટોબરે યોજાશે, 11મીએ મતગણતરી કરાશે

ઉમેદવારી ફોર્મ આજે16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે, ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ29 સપ્ટેમ્બર રહેશે, વિવિધ પક્ષો અને સહકારી આગેવાનો વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો પાલનપુરઃ  એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આગામી 10 ઓક્ટોબરે બનાસ ડેરીના 16 ડિરેક્ટર માટે મતદાન યોજાશે. અને મતગણતરી 11 ઓક્ટોબરે હાથ […]

બનાસડેરીએ વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકોને રૂપિયા 2909.08 કરોડનો ભાવફેર આપ્યો

બનાસ ડેરીની જાહેરાતથી પશુપાલકોમાં દિવાળીનો માહોલ, બનાસ ડેરી દ્વારા સીધો ₹2131.68 કરોડનો ભાવફેર ચૂકવવામાં આવશે, દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ₹778.12 કરોડનો ભાવફેર ચૂકવાશે હવે કિલો ફેટના 989ના બદલે 1007 રુપિયા મળશે  પાલનપુરઃ એશિયાની સૌથી મોટી અને ગુજરાતની અગ્રણી એવી બનાસ ડેરી દ્વારા આજે 57મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code