પોરબંદરનો બરડા ડુંગર સિંહોના સુરક્ષિત નિવાસ તરીકે સજ્જ થયો
ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2026: ગીરના સાવજને હવે નવું સરનામું મળ્યું છે. વર્ષોની પ્રતીક્ષા બાદ પોરબંદરનો ‘બરડા ડુંગર’ સિંહોના સુરક્ષિત આશરા તરીકે સજ્જ થયો છે. સિંહોના વસવાટનું વિસ્તરણ અને પર્યાવરણના જતન માટે લેવાયેલો આ ઐતિહાસિક નિર્ણય માત્ર વન્યજીવ પ્રેમીઓ માટે જ નહીં, પણ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે પણ નવી ક્રાંતિ લાવશે. કુદરત અને મનુષ્ય વચ્ચેના અનોખા સંતુલનને માણવા […]


